ATUL N. CHOTAI

a writer – since 2014


ઋતુજન્ય રોગો સામે આયુર્વેદ ઉપચાર પધ્ધતિ રક્ષણ આપે છે..

ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉપચાર પધ્ધતિ સર્વોત્તમ

હાલની સ્થિતિ મુજબ મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષોનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ પધ્ધતિ સર્વોત્તમ છે તેમ જણાવીને ગુજરાત રાજ્યના આયુષ નિયામકશ્રીએ આયુર્વેદિક ઉપાયો સૂચવ્યા છે.

આયુષ નિયામકશ્રીના જણાવ્યા મુજબ ભારત વર્ષમાં છ ઋતુઓ વર્તમાન છે. આ દરેક ઋતુ એટલે ભારતીય કેલેન્ડરનો બે-બે માસનો સમયગાળો. આ દરેક ઋતુમાં આપણે આપણી આરોગ્યની જાળવણી માટે ખાન-પાન અને રહેણી – કહેણી પરિવર્તન કરવું જરૂરી છે. ઋતુ અનુસાર વાતાવરણમાં થતાં પરિવર્તનોને કારણે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે.  જયારે ઋતુ પૂર્ણ થવા જઈ રહી હોય તે સમયને બે ઋતુનો સંધિકાળ કહેવાય છે. ત્યારે થતા મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષો વિશેષ કરીને કફનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. જેના પરિણામે આપણે વારંવાર એલર્જી, એલર્જીક બ્રોન્કાઇટીસ, અસ્થમા, અને ચેપી રોગો જેવાં કે ફ્લૂ , સ્વાઈન ફ્લૂ સહિતના શ્વસન માર્ગના રોગો ઉપરાંત દાદર, ખરજવું, ઓરી, અછબડાં જેવાં ચામડીના વિવિધ ઇન્ફેક્શનનો ભોગ બનવું પડે છે.

રાજ્યના આયુષ નિયામકશ્રીએ સૂચવેલા આયુર્વેદિક ઉપાયો

તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
ઔષધસિધ્ધ જલ : બે ચમચી સૂંઠને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી પ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું.
ધુપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ ૧૦ ગ્રામ, સરસવ ૧૦ ગ્રામ, લીમડાના પાન ૧૦ ગ્રામ અને ગાયનું ધી ૨૦ ગ્રામ-મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.
આપણા રસોડામાં રહેલી હળદર આશરે ૩ ગ્રામ ઘીમાં શેકીને મધ સાથે ચાટણ બનાવીને ઉપયોગ કરવો.
આ ઋતુમાં હરડે ચૂર્ણ-૨ ગ્રામ અને લીંડીપીપર ચૂર્ણ ૧ ગ્રામ મધ સાથે ચાટવાથી ઋતુજન્ય વિકારો સામે રક્ષણ મળે છે.
આ ઉપરાંત સરકારી આયુર્વેદ દવાખાના/હોસ્પિટલમાં મળતા વિવિધ અમૃતાપેય ઉકાળાઓનું સેવન કરવાથી પણ આ પ્રકારના ઋતુજન્ય વિકારોથી બચી શકાય છે.
તે જ રીતે આયુર્વેદમાં વર્ણિત શોધનકર્મ અને રસાયણ ચિકિત્સા દ્વારા પણ વિવિધ ઋતુજન્ય વિકારો સામે રક્ષણ મળે છે, ઋતુ અનુસાર આયુર્વેદનાં નિષ્ણાંત વૈદ્યની દેખરેખ હેઠળ શોધનકર્મ તરીકે વમન કરાવવાથી આ પ્રકારના રોગોથી બચી શકાય છે. તે જ રીતે રસાયણ ચિકિત્સાનો પ્રયોગ વૈદ્યની દેખરેખ હેઠળ કરી શકાય છે.
આ ઋતુમાં ન્હાવા ધોવા અને પીવા માટે હુંફાળા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઋતુમાં ત્વચા શુષ્ક થવાથી ત્વચાના વિવિધ ઇફેકશન થઇ શકે છે. જે માટે લીમડાના પાન, ગરમાળાના પાન, કણજીના પાન, કેસૂડાનાં ફૂલ, વગેરેનો ન્હાવાના પાણી સાથે ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત આયુર્વેદના સદવૃત્ત મુજબ છીંક ખાતી વખતે , ઉધરસ ખાતી વખતે મોઢા આગળ હાથ કે રૂમાલ રાખવો જોઈએ.
સવાર-સાંજ હળદર મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ.
દહીં, છાસ, આઈસક્રીમ, શ્રીખંડ, બાસુદી જેવી ઠંડી, ગળપણ અને ચિકાશવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ.
ખજૂર, ધાણી, મમરા શેકેલા ચણા જેવી હળવી વસ્તુઓ ખાવી.
સવાર સાંજ ગાયના ધી અથવા દિવેલના બે ટીંપા નાકમાં નાખવા.
હસ્તધૂનનના સ્થાને ભારતીય સંસ્કૃતિ મુજબ નમસ્કાર કરવા.
આપની નજીકનાં આયુર્વેદ દવાખાનાની મુલાકાત લઇ ઋતુચર્યા વિષે માહિતી મેળવી ઋતુજન્ય વિકારો સામે રક્ષણ તથા સારવાર મેળવવા જાહેર જનતાને અનુરોધ છે
  ઉકળતા પાણીમાં અજમો નાંખીને નાશ લેવો.
(માહિતી બ્યુરો – ગાંધીનગર)


કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રકાશિત થયો..

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રકાશિત કરવામાં આવ્યો

રાજકોટ : નવતર શોધ – સંશોધનો અને પહેલ કરનારા યુવાનોના વિચારોને વિશ્વ સમક્ષ મુકવા માટે રાજ્ય સરકાર અનેક અવસરોનું સર્જન કરે છે. હાલ ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરિક્ષાના પરિણામ આવી ચુક્યા છે. ત્યારે કારકિર્દીની દિશા નક્કી કરવા માટે રાજ્યના માહિતી વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રકાશિત કરવામાં આવે છે.

આ શૃખંલા અન્વયે આ વર્ષે પણ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૦ પ્રકાશિત થઈ ચુક્યો છે. આ વિશેષાંકમાં અનુભવી લેખકોની નીવડેલી કલમે લખાયેલા માર્ગદર્શક લેખો, ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીના વિકલ્પો તેમજ વિવિધ ક્ષેત્રો વિશેનું માર્ગદર્શન અને જાણકારીઓ સમાવિષ્ટ હોય છે. આ વિશેષાંક કોઈપણ વ્યક્તિ ફક્ત રૂપીયા ૨૦ ની સાવ નજીવી કિંમતે તમારા વિસ્તારની નજીકની પ્રાદેશિક માહિતી કચેરી કે કોઈપણ જાણીતા બુક સ્ટોલ ઉપરથી મેળવી શકે છે.  (માહિતી બ્યુરો – રાજકોટ)


ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી…

૧૮પ૭ના સ્‍વાતંત્ર્ય સંગ્રામની તેજસ્‍વી મહાનાયિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ આજે નિર્વાણ દિવસ છે

૧૮૫૭ એ ચાર અંક હોઠે આવે કે તુરંત તેજસ્‍વી તારલાઓ આંખ સામે ઝળાંહળાં થાય છે. નાના સાહેબ પેશ્ર્વા, બહાદુરશાહ ઝફર, તાત્‍યા ટોપે, કુંવરસિંહ, અઝીમુલ્લાખાન, રંગો બાપુજી, અવધની બેગમો અને.. હા, એક તેજસ્‍વીની આ બધા વીરબંકાઓની વચ્‍ચે, તેમના જેટલી જ શૌર્યગાથા રચીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરી ગઇ છે. તેના વિના ૧૮૫૭ના સ્‍વાતંત્ર્યસંગ્રામનો આખો ઇતિહાસ જ અધૂરો છે. તેના વિના ભારતીય નારીની તેજગાથા પણ અધૂરી જ ગણાય. એ છે આપણી મહારાણી લક્ષ્મીબાઇ.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ દુનિયામાં મદહોશ બનીને છવાયેલી અંગ્રેજી ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીને જગતનાં ચોકમાં, ઘોડેસ્‍વાર બનીને, હાથમાં તલવાર લઇ પડકાર ફેકયો હતો : મે મેરી ઝાંસી નહીં દૂંગી બૂ઼ંદેલખંડના બુંદેલા. જેમ આપણે ત્‍યાં ઝાલાવાડ, ગોહિલવાડ, સોરઠ, પાંચાળ, વાગડ નામો ભૂંસાઇ ગયા તેવું આ બુંદેલખંડનું છે. ઉતર હિન્‍દુસ્‍તાનમાં આ ફળદ્રુપ પ્રદેશ બુંદેલખંડ નામે જાણીતો હતો. વિંધ્‍યાદ્રિના ઉત્તર દિશામાં ત્‍યા જ છે ઝાંસી. ત્‍યાં અઢારમી સદીનાં પ્રારંભે રાજા છત્રસાલ રાજય કરતો. તેની પરંપરામાં ગંગાધરરાવ ગાદી પર આવ્‍યા ત્‍યારે તેમના લગ્ન લક્ષ્મીબાઇ એટલે કે ચંચળ મનુની સાથે થયા હતા.

મહારાષ્‍ટ્રમાં સતારાની પાસે કૃષ્‍ણા નદી ખળખળ વહે છે. તેમા વાઇ જેવું ખોબા જેવડુ પણ રળીયામણુ ગામ. અહી઼ં મોરોપંત તાંબે રહે. પેશવાઇ સાથે તેમનો સારો નાતો એટલે દીવાનગીરી ચાલતી. મોરો પંતનાં પત્‍નિ ભાગીરથીબાઇ. ભાગીરથીબાઇએ કાર્તિક વદ ૧૪, સવંત ૧૮૯૧ ( ૧૧ નવેમ્‍બર, ૧૮૩૫ )ના રોજ કન્‍યારત્‍ન ને જન્‍મ આપ્‍યો. બારમાં દિવસે તેનું નામ પાડયું- મનુબાઇ, મનુ ખુબ જ ચપળ, અને અત્‍યંત તેજસ્‍વી, બુધ્‍ધિમતી હતી. તેમના લગ્ન ઝાંસીનાં મહારાજા ગંગાધરરાવ સાથે થયા. પરંતુ કુદરત ને કઇક અલગ જ મંજુર હતુ અને ૨૧મી નવેમ્‍બરે ત્રીજા પહોરે ઝાંસી-રાજવી ગંગાધરરાવે આંખો મીચી લીધી અને અંગ્રેજોએ ઝાંસી પડાવી લેવા કપટનીતી શરુ કરી દીધી આખરે ૧૫મી માર્ચ ૧૮૫૪નાં રોજ ઝાંસી રાજય ખાલસા કર્યુ અને તેનું જાહેરનામું ઝાંસીના દરબારમાં ઝાંસીનાં આસિસ્‍ટંટ પોલિટિકલ એજન્‍ટ મેજર એલિસે વાંચી સંભળાવ્‍યુ અને ધૂર્તતાપુર્વક રાણીને સંબોધીને જણાવ્‍યુ ચિંતા કરશો નહી. આપનો માનમરતબો ચાલુ રાખવામાં આવશે. રાજદરબાર સ્‍તબ્‍ધ હતો. કોઇનામાં કશુ બોલવાની શકિત જ નહોતી રહી. સૌની નજર રાણી લક્ષ્મીબાઇ તરફ હતી. રાણી લક્ષ્મીબાઇએ બુંદેલ બોલીમાં લલકાર સાથે જણાવ્‍યુ – મેરી ઝાંસી નહી દૂંગી અને આ સાથે આ વિરાંગનાનો અંગ્રેજો સાથે મહાસંગ્રામના મંડાણ થઇ ગયા

૧૮૫૭ : વિપ્‍લવની ચિનગારી

ઝાંસીમાં અદભુત તૈયારી થઇ રહી એ દિવસ હતો ૩૧મી મે, ૧૮૫૭, રવિવારની બપોરના અગિયાર વાગ્‍યાનો. આળસ મરડીને દેશવાસીને ઉભા થવાનો એ અવસર હતો. 1757નાં પ્‍લાસીના યુધ્‍ધ પછી પહેલીવાર, ચિનગારી અગ્નિજવાળામાં પલટાઇ જાય તેવી તૈયારી થઇ ચુકી હતી અને ખરેખર સમગ્ર ભારતમાં વિપ્‍લવની શરુઆત થઇ ચુકી હતી અને ૧૮૫૭નાં બળબળતા જૂન મહિનામાં આખું ભારત સળગી ઉઠયુ હતું ચોતરફ સ્‍વાતંત્ર્યસંગ્રામનો રણઘોષ હતો. અંગ્રેજોને લાગ્‍યું કે આમા જે મોટા માથાઓનો હાથ છે તેમાનાં એક રાણી લક્ષ્મીબાઇ પણ છે. રાણી લક્ષ્મીબાઇ અંગ્રેજો સામે તમામ મોરચે યુધ્‍ધે ચડયા અને રાણીના શૌર્યની કોઇ સીમા નહોતી. રાણીએ ચોતરફી અંગ્રેજ ઘેરાબંધીની સામે પોતાની સૈનિકી સૂઝબૂઝનો પરિચય આપ્‍યો. ૧૮મી જુન , ૧૮૫૮ વિક્રમ સંવત મુજબ જયેષ્‍ઠ સુદ સાતમનો દિવસ આમને સામનેનો ભીષણ જંગ શરુ થઇ ગયો અને અંતે સમગ્ર અંગ્રેજ સેના રાણી ઉપર તુટી પડયા પણ હિન્‍દુસ્‍તાનના નારી રત્‍નને પરાજિત કરવું એટલુ સહેલું નહોતું, રાણીએ વળી પાછી તલવાર ચમકાવી.શરીર પર ચારે તરફ પડેલા ઘાથી તે લોહીલુહાણ હતા. છેવટે તે ધરતીમાતા પર ઢળી પડયા.. રકતરંજિત તલવારની સાથે  ૧૮મી જુન ૧૮૫૮ બાબા ગંગાદાસે ઓમ વાસુદેવાય નમઃ ઉચ્‍ચારીને રાણી લક્ષ્મીબાઇનાં અંગુઠે અગ્નિ પેટાવ્‍યો. સુર્ય ઢળી ગયો હતો. રાણી શૌર્યની અગ્નિશીખા બનીને વિદાય લઇ રહયા હતા. એ જ શષાધારી સેનાનીનો પહેરવેશ, ગળામાં માળા અને તેજસ્‍વી, રુધિરભીનો ચહેરો. આમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ ૧૮૫૭ની તેજસ્‍વી મહાનાયિકા મૃત્‍યુ પછી પણ કાયમ અ-મર સ્‍વાતંત્ર્ય પુષ્‍પ છે. (માહિતી બ્યુરો – રાજકોટ)

બુંદેલે હર બોલો કે મુંહ
હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની વહ
તો ઝાંસી વાલી રાની થી

 

 


જામનગરમાં આંગણવાડી ઓન વ્હીલ દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે..

teaching jamngar

teaching jamngar

ભારતનું ભવિષ્ય ભારતના બાળકોના હાથમાં છે. આજના બાળકો આવતીકાલના યુવા છે અને ભારતનું યુવાધન તેના વિકાસ રથનું પૈડું છે. ત્યારે ભારતના છેવાડાના વિસ્તારનું બાળક પણ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ મેળવતું થાય અને બાળકને સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે દરેક સવલતો મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણયો લઇ યોજના, નવા પ્રોજેકટ દ્વારા સતત કાર્યરત રહી છે.

ગુજરાતના જામનગર જિલ્લામાં મોટી ખાવડી અને જોગવડ વિસ્તારમાં ગ્રામવિસ્તારથી દુર સતીવાડી અને રાજદૂતનગર જેવા સીમ વિસ્તારોમાં ખેત મજુરો, ખાવડીમાં રિલાયન્સ જેવા ઉદ્યોગોમાં કાર્યરત મજુરોના બાળકો પણ આ જ ભારતના ભવિષ્યનો ભાગ છે અને આ ભાગને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના જામનગર ખાતેના પંચાયત વિભાગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બાળકોને શિક્ષણ પૂરુ પાડવા માટે આંગણવાડી ઓન વ્હીલ મોબાઈલ આંગણવાડીના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બંને સ્થળો પરની આંગણવાડીમાં થઈ કુલ ૧૭૬ થી વધુ બાળકો હાલમાં શિક્ષણ મેળવી રહ્યા છે.

આ બાળકોને બન્ને સ્થળ પરની સૂર્યઉર્જાથી ચાલતી આંગણવાડી બસોમાં વીજળી, પંખાની સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. મહત્તમ વાલીઓએ બાળકોને ભણાવવામાં આવતું ગીત વ્હીલસઓન ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ સાંભળ્યું જ હશે પરંતુ આ આંગણવાડીના બાળકો તો તે બસમાં જ ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરે છે.

આ આંગણવાડીઓમાં બાળકોને નવતર અભિગમ સાથે શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં છે. અહીં અભ્યાસ કરતા દરેક બાળકની શાળા આરોગ્ય ચકાસણી અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ પણ પૂર્ણ થયેલ છે. આંગણવાડીઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને શિક્ષકો બાળકોના ભવિષ્યના નિર્માણમાં માતૃ લાગણી સાથે જોડાઈ સતત સમર્પિત કાર્ય કરી રહ્યા છે.

જ્ઞાન સાથે ગમ્મત અને બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશેની સમજણ પણ પૂરી પાડતા આ બહેનોની નિષ્ઠાનો પ્રતિસાદ બાળકોના ઉત્સાહ દ્વારા અહીં જોવા મળે છે. અહીં બાળકોને શાળાએ આવવાની તાલાવેલી છે, નવું શીખવાની ધગશ છે અને તે નવું જાણી વિશ્વને જણાવી પોતાના પરિવર્તિત અસ્તિત્વને દર્શાવવાની ખુશી પણ છે. બાળકોના કલરવથી ગુંજતી આ આંગણવાડી બસો બાળકોના બીજા ઘરથી ઓછી નથી અને આ માટે આ બાળકોના દરેક પરિવારજન સરકારશ્રીનો પાડ માનતા અને સંતોષ વ્યક્ત કરતા થાકતા નથી.. (માહિતી બ્યુરો – જામનગર)


કોરોનાથી રક્ષણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉપયોગી માર્ગદર્શિકા…

આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કોરોના સંક્રમણ સામે આરોગ્યની જાળવણી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો

કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વ્યકિતગત સારસંભાળ માટે આયુર્વેદિક પદ્ધતિ અતિ ઉપયોગી બની રહી છે પ્રવર્તમાન કોરોના મહામારી દરમિયાન વ્યકિતગત સારસંભાળ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોરોના સામે ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે.

સામાન્ય પગલાઓ : દિવસભર ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા ૩૦ મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ. હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં માટે સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ), હર્બલ ટી/ઉકાળો જેમાં દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષમાં થી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો. જેમાં ગોળ અથવા તાજા લીંબુનો રસ જરૂર મુજબ ઉમેરી શકાય. ગોલ્ડન મિલ્કનો પ્રયોગ કરવો જેમાં અડધી ચમચી (૧૫૦ મિલી) હળદર ગરમ દૂધમાં મિક્ષ કરી દિવસમાં એક કે બે વાર સેવન કરવું.

આ ઉપરાંત નાસ્ય: સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ મુજબ બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો. સવાર અને સાંજ ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંમાં લઈ બે થી ત્રણ મિનિટ રાખવું અને કોગળા દ્વારા કાઢી નાંખવું. (પીવુ નહી) ત્યારબાદ ગરમ પાણીના કોગળા કરવા, જે દિવસમાં એક કે બે વાર કરી શકાય. સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો. ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે. આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય, પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો નજીકના આરોગ્ય કેન્દ્રના ડોકટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

corona treatment guideline by ayysh mantralay government of india gujarat doctor medicine for all people


કોરોના સંક્રમણ સામેના સીધા યુદ્ધનો ગુજરાત પ્રયોગ

corona voriurs

corona voriurs

હું પણ કોરોના વોરિયર અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણ સામેનો ગુજરાતનો જનસહયોગ જંગ હું પણ કોરોના વોરિયર અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સૌને જિતશે ગુજરાત હારશે કોરોનાનો વિજયમંત્ર આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૩૩ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા સમાજ અગ્રણીઓ સંતો-મહંતો, વિવિધ વર્ગોના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ દ્વારા આ જનઅભિયાન હું પણ કોરોના વોરિયર શરૂ કરાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારી સામેની આપણી લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે ડરીને કે હારી થાકીને બેસી જવા કરતાં રોજિંદી જીવન પ્રવૃત્તિઓ કેટલાક નિયમોના પાલન સાથે કરવાની, કોરોના સાથે-કોરોના સામે જીવવાની માનસિકતા કેળવવી પડશે. એ હેતુસર આ અભિયાન સમયોચિત જનઅભિયાન બની રહેવાનું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વોરિયર યોદ્ધાની રણસંગ્રામમાં જે ભૂમિકા હોય કે તે કદી હારવાની નહિ પરંતુ જિતવાની જિજિવીષાથી જ યુદ્ધ મેદાનમાં ઉતરે તેમ આપણે સૌએ કોરોના સંક્રમણ સામેની લડાઇ જીતવાની સંકલ્પબદ્ધતા દિલો દિમાગમાં લાવી હું પણ કોરોના વોરિયર તરીકે કોરોના સામે યુદ્ધ લડવાનું છે તેની વિશદ છણાવટ પણ કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે હવે આ બધી રોજિંદી પ્રવૃત્તિઓ માટે ઘર બહાર નીકળવાનું છે. ધંધા-રોજગાર વ્યવસાય સાથે તબક્કાવાર પૂન: જોડાવાનું છે ત્યારે હરેક વ્યકિત સ્વયં સંકલ્પ કરે કે બેદરકારી નહિં દાખવે, સ્વયં શિસ્ત જાળવી નિયમો પાળશે અને હું પણ કોરોના વોરિયરના ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પોનું પાલન પણ અવશ્ય કરશે. તેમણે હું મારા વડીલ-વયસ્ક વૃદ્ધોને અને બાળકોને ઘરની બહાર નહિં નીકળવા દઉ, માસ્કનો અવશ્ય ઉપયોગ કરીશ અને કામ વગર ઘરની બહાર નીકળીશ નહિ તથા દો ગજની દૂરી-સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીશ એ ત્રણ સંકલ્પ આ અભિયાન તહેત પ્રત્યેક વોરિયર લે અને કાયમ તેનું પાલન કરે તેવી પૂન: અપિલ પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આ સમગ્ર અભિયાન મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાઇ રહ્યું છે તેની ભૂમિકા સાથે સૌને આવકાર્યા હતા. માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી.શ્રી ડી. એચ. શાહ પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. (માહિતી બ્યુરો – ગાંધીનગર)

corona voriurs by vijay rupani chief minister gujarat government


એક્યુપ્રેશર વીટી દ્વારા તંદુરસ્તીની જાળવણી કરી શકાય છે..

acupressure ring

acupressure ring – demo picture

આજના ઝડપી યુગમાં તંદુરસ્તીની જાળવણી કરવી મુશ્કેલ અને ધ્યાન ના રાખીએ તો મોંધી પણ બને છે. આજે ઘણા પ્રકારની કસરત કરવી બધા માટે સરળ પણ નથી હોતી. ત્યારે આપ ઓફીસમાં ફ્રી હોય ત્યારે કે ઘરે ટીવી જોતા કે કોઈ કામ કરતા પણ આ એક્યુપ્રેશર વીંટી દ્વારા શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરી શકો છો.

આપણા શરીરના મોટાભાગના પોઇન્ટસ આપણા હાથ અને પગની આંગળીઓ સાથે જોડાયેલા હોય છે. આ એક્યુપ્રેશર વીંટી બન્ને હાથની દરેક આંગળીઓ ઉપર આઠ થી દશ વખત ફેરવવાની હોય છે. આપણા શરીરના આંગળીઓ સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓના એક્યુપ્રેશર પોઇન્ટસને તે સક્રીય કરશે. આ રીતે આપણને તે સ્વસ્થતાનો અનુભવ કરાવશે.

આ વીંટીના ઉપયોગથી રક્તના સુક્ષ્મ પરિભ્રમણને એક્યુપ્રેશર આપી કાર્યરત કરાય છે અને દરેક પ્રકારની નાની – મોટી તકલીફમાંથી રાહતની સાથે તંદુરસ્તીની જાળવણી પણ થઇ શકે છે. આ એક્યુપ્રેશર વીંટીની કિંમત ખુબ જ મામૂલી છે. જે મેળવવા માટે આપ અમોને નીચેના કોન્ટેકના પેઇજ દ્વારા આપનું પુરૂ નામ – સરનામું – ફોન નંબર – ઇમેઇલ સહીતની વિગતો સાથે અમારો સંપર્ક કરી શકો છો..

contact us with your complete details

 

cure your health without medicine acupressure ring


કુદરતી ઉપચાર દ્વારા રાહત દરે સારવાર આપવામાં આવે છે..

Chetanbhai Doshi

Chetanbhai Doshi

નેચરોપેથી એટલે વગર દવાએ સારવાર કરવાની કુદરતી ઉપચાર પદ્ધતિ. નેચરોપેથી એ માનવી દ્વારા તેના શારીરિક, માનસિક, નૈતિક અને અધ્યાત્મિક જીવનમાં કુદરત તેમજ પ્રકૃતિના સકારાત્મક સિદ્ધાંતો સાથે તાદાત્મ્ય કેળવવાની પ્રણાલી છે. નેચરોપેથીમાં મજબૂત આરોગ્ય, રોગ નિવારણ અને ઉપચારક તથા ફરી શક્તિ સંચયનું સામર્થ્ય રહેલુ છે. કુદરતી સારવાર દ્વારા ઉપચારમાં માત્ર રોગ જ નહીં, પરંતુ દર્દીના સમગ્ર શરીરની સારવાર થાય છે અને તેને ફરી ચેતનવંતુ બનાવાય છે. નેચરોપેથી ગંભીર અને લાંબા ગાળાની બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર કરે છે. એટલું જ નહીં, પ્રમાણમાં ઓછા સમયમાં સારવાર કરે છે.

આ પદ્ધતિમાં દબાવી દેવાયેલા રોગોને બહાર લવાય છે અને પછી તેને કાયમને માટે દૂર કરી દેવાય છે. નેચરોપેથી દર્દીના શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ તમામ પ્રકારે એક જ સમયે સારવાર કરે છે. જે લોકો ડૉક્ટરો બદલીને અને જાતજાતની દવાઓ ખાઇને થાક્યા હોય એવાં લોકો હવે નેચરોપેથીનો આશરો લેતા થયા છે.

સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત ના સૂત્રને ઘ્યાનમાં રાખીને રાજકોટના જાણીતા નેચરોપેથ કન્સલ્ટન્ટ શ્રી ચેતનભાઈ દોશી દ્વારા દરેક પ્રકારની શારીરિક-માનસીક બીમારીઓ, કોઈપણ જાતના દુખાવાઓની દવા કે આડ અસર વગર કુદરતી ઉપચારથી રાહત દરે સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સારવારમાં યોગા, પ્રાણાયામ, એક્યુપ્રેસર, આહાર-વિહારની પધ્ધતિ સહીતનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. દરેક લોકો વ્યક્તિગત રીતે પણ નક્કી કરેલા દીવસોમાં આ રાહત દરે સારવારનો લાભ લઇ શકે છે. જો પોતાના મિત્રવર્તુળ-ઓફિસ સ્ટાફ-સંસ્થાના માધ્યમ દ્વારા વધુ લોકોની સંખ્યા થાય તો આ રાહત દરે સારવાર રાજકોટના જે તે વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરેક સેન્ટરોમાં પણ આપવામાં આવે છે. તો આ રાહત દરે સારવાર મેળવવા માટે શ્રી ચેતનભાઈ દોશીનો મોબાઈલ નંબર ૯૩૭૪૧ ૯૩૬૧૫ (વોટ્સઅપ) ઉપર સંપર્ક કરી શકાય છે.  for patient naturopathy treatment by chetan bhai doshi rajkot gujarat india


મારે બીજે ક્યાં બેસવું..??

dog on car

dog on car

કુતરું એક વફાદાર અને પાલતુ પ્રાણી છે. આજે વધતા જતા શહેરીકરણના વ્યાપને લીધે આ પ્રાણીની અવગણના થતી જોવા મળે છે. ઘણા લોકો તો કલર વાળી બોટલનો પ્રયોગ પણ કરતા હોય છે. જેથી કુતરાઓ ઘર કે વાહન પાસે ના આવે પણ વાસ્તવીકતા તો એ છે કે આપણે ગમે તે કરીએ પણ તે ક્યાંક તો જશે જ..!! રાજકોટના સંતકબીર રોડ ઉપર બાલકૃષ્ણ (હા બોર્ડ) કોલોનીમાં આ તમામ બાબતોને ધ્યાને લીધા વગર એક કુતરું મોજથી આ કાર ઉપર આરામ ફરમાવતું દરરોજ સવારે જોવા મળે છે.. (ફોટો સ્ટોરી : અતુલ એન.ચોટાઈ) dog on car photo story by atul n chotai rajkot gujarat india


રાજકોટમાં નિ:શુલ્ક ટીફીન સેવા ૧૬ વર્ષથી અવિરત ચાલી રહી છે..

tiffin seva

tiffin seva

ગુજરાતમાં આજે ગામે ગામ અલગ – અલગ સંસ્થાઓ અને લોકો દ્વારા સેવાયજ્ઞો ચાલતા હોય છે. જેમાં આપણે વાત કરીએ છીએ રાજકોટના ૨ણછોડદાસજીબાપુ આશ્રમ દ્વા૨ા પરમ પૂજયશ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી ૨ણછોડદાસજી બાપુશ્રીનાં જીવન સિધ્ધાંતને ચિ૨તાર્થ ક૨ીને ૨ાજકોટમાં કોઈપણ વૃધ્ધ, નિ૨ાધા૨, શારિરીક ૨ીતે અશક્ત તથા સંતાનોથી ત્યજાયેલ વૃધ્ધ માં-બાપને ભૂખ્યા ના સૂઈ જવું પડે એ માટે શ્રી ૨ણછોડદાસજીબાપુ આશ્રમ દ્વા૨ા તેમના માટે ઘે૨ બેઠાજ બંને ટાઈમ ચાલે તેટલું પૌષ્ટીક અને શુધ્ધ ભોજનની નિ:સહાય લોકો માટેની નિ:શુલ્ક (મફત) ટીફીનની સેવા અને વ્યવસ્થા ક૨વામાં આવેલ છે.

શ્રી સદગુરૂ ટીફીન સેવા ૧૬ વર્ષથી અવિરત ચાલી રહી છે અને ૩૬પ દિવસ કોઈપણ સંજોગો કે વિધ્ન વચ્ચે પણ આ ટીફીન સેવા હંમેશા કાર્ય૨ત ૨હે છે. આ ટીફીન સેવામાં દ૨૨ોજ શ્રી સદગુરૂ પ્રસાદરૂપી ૨ોટલી, દાળ, ભાત, શાક તથા દ૨ ૨વિવા૨ે મિષ્ટાન તથા ફ૨સાણ આપવામાં આવે છે. પરમ પૂજયશ્રી ૨ણછોડદાસજીબાપુ આશ્રમ ફક્ત આવા લોકોની સેવા જ ઈચ્છે છે. માટે આપના ધ્યાનમાં આવા ગ૨ીબ, જરૂ૨ીયાતમંદ, નિ૨ાધા૨, અશક્ત, અપંગ, તથા સંતાનોથી ત૨છોડાયેલા વૃધ્ધ માં-બાપ હોય અને તેઓને ભોજનની આવશ્યક્તા હોય તો તેઓ પરમ પૂજય શ્રી ૨ણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ), શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, કુવાડવા ૨ોડ, ૨ાજકોટ-૩૬૦ ૦૦૩ ઉપર કાર્યાલયમાં સાંજે ૪ થી ૬ માં તેઓનાં નામ, સ૨નામા નોંધાવી જવા નમ્ર અપીલ ક૨વામાં આવે છે.

guredev ranchhoddas bapu sadguru ashram rajkot gujarat india provide free food for Old age persons Weak Neglected from offspring children parents Tiffin Food home service meal Totally, lentils, rice, vegetables