ATUL N. CHOTAI

a Writer

ગુજરાતમાં ૧૦૦૬ રેલવે ગેટમેન વચ્ચે ખડે પગે એક માત્ર ગેટવુમન

મહેસાણાનાં શકુંતલાબેન ગજ્જર રેલવે ફાટક પર ગેટમેન છે
Shakuntlaben Gajjar is First Railway Gate Women in Sidhhpur

Shakuntlaben Gajjar is First Railway Gate Women in Sidhhpur

સિદ્ધપુર: સિદ્ધપુર કાકોશી ફાટક પાસે રાત્રે ૮ વાગ્યાથી બીજા દિવસે સવારે ૮ વાગ્યા સુધી અમદાવાદ ડિવિઝનનાં ૧૦૦૬ ગેટમેનો પૈકી એકમાત્ર શકુંતલાબેન ગેટવુમન તરીકે છેલ્લા સાત વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. પતિના મૃત્યુબાદ પરિવારના બે પુત્ર અને બે પુત્રીની જવાબદારી નિભાવવા તેમણે આ પડકારરૂપે કામગીરી હસતા મોંએ સ્વીકારી હતી. જેની ફરજનિષ્ઠાને રેલવેવિભાગે પણ બિરદાવીને તાજેતરમાં તેઓને પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

સિદ્ધપુર શહેરની ૧૮૮ A કાકોશી ફાટકે પર ઉભા રહી ફાટક ચાલુ બંધ કરી ટ્રેનોના ચાલકને લાલટેન બતાવી લીલીઝંડી ફરકાવી સંદેશો પાઠવતાં શકુંતલાબેન પ્રભુનારાયણ ગજ્જર અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં ૧૦૦૬ ગેટમેનો પૈકી એકમાત્ર મહિલા છે. જ્યાં ફરજ દરમિયાન પુરુષો પણ ડગી જાય તેવી ગેટમેનની નોકરી કરતાં ગેટવુમન એવાં મહેસાણાની દેવકીનંદન સોસાયટીમાં રહેતાં શકુંતલા બેન ગજ્જર પતિના મૃત્યુબાદ રેલવેમાં રહેમરાહે મળેલી નોકરીને પૂરી નિષ્ઠાને ખંતથી સહજતાપૂર્વક છેલ્લા સાત વર્ષથી નિભાવી રહ્યાં છે. જેઓ રોજ મહેસાણાથી સિદ્ધપુર ટ્રેનમાં અપડાઉન કરે છે.

આ અંગે શકુંતલબેને જણાવ્યું હતુ઼ કે મહિનામાં ૧૪ દિવસ નાઈટ રાત્રે ૮થી સવારે ૮ અને ૧૨ દિવસ સવારની નોકરી કરું છું. રાત્રિના દરરોજ 3પ ગાડીઓની આવન જાવન થતી હોવાથી પ્રત્યેક ગાડી દીધ ફાટક ખોલવું બંધ કરવું. લાલ-લીલી ઝંડી ફરકાવવી બત્તી બતાવવી અને ટ્રેનનો રેકોર્ડ લખવા આખી રાત જાગવું પડે છે. પરિવારમાં બે પુત્ર ને બે પુત્રોઅોને ભણાવી ગણાવી મોટા કર્યા છે. બે પુત્રીઓને પરણાવી છે. એક પુત્ર મિકેનિકલ એન્જિનિયર બીજો પુત્ર કોમ્પ્યુટર એન્જિનિયર બનાવ્યો છે. આપણે કોઈના ઓશિયાળા ન રહેતાં પગભર થઈ પોતાનું જીવન જીવવા માટે હસતા મોં એ આ નોકરી કરું છું. જેને માટે રેલવે તંત્રની આભારી છું.

અમદાવાદ રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી હિતેન્દ્રકુમાર જયંતના જણાવ્યા મુજબ અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં ૧૦૦૬ ગેટમેનો વચ્ચે સિદ્ધપુર ખાતે ફરજ બજાવતા઼ શકુંતલબેન બાદ તેમણે રહેમરાહે નોકરીમાં લેવાયા હતા અને માગ્યા મુજનો પોસ્ટિંગ અપાયું હતુ઼. જે ખંતથી ફરજ બજાવી રહ્યાં છે. અમદાવાદ રેલવે ડિવિઝનમાં સમાવષ્ટિ રેલવેફાટકો પર ફરજ બજાવતા ૧૦૦૬ ગેટમેનોમાં શકુંતલાબેન એકમાત્ર મહિ‌લા ગેટમેન છે. ગેટકીપર તરીકે સાથે નોકરી કરતા કર્મચારી ક્યારેક ન આવે ત્યારે ૨૪ કલાકની નોકરી કરવી પડે. આ સંજોગોમાં પૂરતા આરામના અભાવે રાત્રીના સમયે આંખ મીંચાઇ જવાનો ભય રહે છે. ઝોકું આવી જતાં ટ્રેન ફાટકે ઉભી રહી ગઇ હોવાના કિસ્સાનો પણ તેઓ નિખાલસપૂર્વક સ્વીકાર કરે છે.

Advertisements

Comments are closed.