ATUL N. CHOTAI

a Writer

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત સંસ્કૃત બોલતો વઢવાણ નો પરિવાર

Satishbhai Gajjar and family talk everyday in Sanskrit language at present surendranagar

Satishbhai Gajjar and family talk everyday in Sanskrit language at present surendranagar

વઢવાણ:  ભાષાને કોઇ સીમાડા હોતા નથી એ પંકિત મુજબ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાને જનમાનસમાં પુન:સ્થાપિત કરવા માટે ઝાલાવાડમાં એક પરિવાર સંસ્કૃત ભાષાને માતૃભાષા બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. સુરેન્દ્રનગરમાં રહેતા આ પરિવારનાં ઘરમાં સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી તમામ ક્રિયાઓ સંસ્કૃતમાં વાતચીત થાય છે. આથી ગુજરાતમાં સૌપ્રથમ સંસ્કૃતને માતૃભાષા બનાવનાર દશ વર્ષીય દેવકી એન પાંચ વર્ષનો પુત્ર વિદિત બન્યા છે. દેવોની ભાષા ગણાતી સંસ્કૃત ભાષા કલીયુગમાં લુપ્ત થઇ રહી છે. ત્યારે સંસ્કૃત ભાષાને જનમાનસમાં પુન: સ્થાપિત કરવા માટે સુરેન્દ્રનગરમાં રહેતા એક પરિવારે સંસ્કૃત ભાષાને માતૃભાષા બનાવવા માટે સફળ પ્રયાસ કર્યો છે. સુરેન્દ્રનગર શહેરના માનવ મંદિર રોડ પર રહેતા સતિષભાઈ ગજ્જર, આર.એસ.એસ. સંચાલિત સંસ્કૃત ભારતીની શિબિરમાં ભાગ લીધો હતો. આથી સંસ્કૃત ભાષામાં રસ, રૂચિ વધતા સંસ્કૃત ભાષના પ્રચાર અને પ્રસારનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેઓનાં લગ્ન થતા પતિ સતીષભાઈ ગજ્જર અને ગાયત્રીબેને ઘરમાં સંસ્કૃતમાં જ બોલવાના સંકલ્પ કર્યો હતો. આ દરમિયાન પુત્રી દેવકીનો જન્મ થયો હતો. માતા-પિતા સંસ્કૃતમાં જ બોલચાલને કારણે દેવકીની માતૃભાષા સંસ્કૃત બની હતી.ત્યારબાદ વિદિત નામનો પુત્ર થતા માતા-પિતા અને બહેનને સંસ્કૃતમાં વાતચીત કરતા જોઇને વિદિત પણ સંસ્કૃત ભાષા ઝડપથી શીખ્યો હતો. સુરેન્દ્રનગર રહેતા આ અનોખા પરિવારનાં ઘરમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તમામ ક્રિયાઓ અને વાતચીત સંસ્કૃતમાં જ થાય છે. સંસ્કૃત ભાષાને વ્યવહારની ભાષા બનાવનાર સંસ્કૃત પરિવારમાં પાંચ વર્ષનો વિદિત પણ સંસ્કૃત ફટાફટ બોલે છે. ધો. ૧ માં પ્રવેશની તૈયારી કરતો વિદિત સંસ્કૃતમાં વાર્તા કહે છે. આ ઉપરાંત શ્લોક અને પ્રશ્નોતરી સંસ્કૃતમાં બોલે છે. સુરેન્દ્રનગર શહેરમાં રહેતા સતિષભાઇ ગજ્જર અને તેમની પત્ની ગાયત્રીબેન સંસ્કૃત ભાષા જ બોલતા હોવાથી ૧૦ વર્ષની પુત્રી દેવકીની માતૃભાષા ગુજરાતી નહીં પણ સંસ્કૃત છે. આ અંગે ગુજરાત પ્રદેશ સંસ્કૃત ભારતીના મંત્રી જયશંકરભાઈ રાવલે જણાવ્યું કે, દેવકીએ ગુજરાતની સૌપ્રથમ માતૃભાષા સંસ્કૃત બોલતી દીકરી છે. ત્યારે સંસ્કૃત બોલતા આ પરિવારનું રાજય સરકારે તાજેતરમાં સન્માન કર્યુ છે.

Advertisements

Comments are closed.