ATUL N. CHOTAI

a Writer

ગુજરાતના અનોખા શિવ મંદિરમાં ૧૦૦૦ ઇચ્છા પૂર્ણ થાય છે

Bhutnath mahadev

Bhutnath mahadev

સૌરાષ્ટ્રની ભૂમિને સ્વર્ગ સમાન ગણવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દેવી-દેવતાના અનેક મંદિરો આવેલા છે. વળી તમામ મંદિર પાછળનો ઈતિહાસ બહુ જ રોચક હોય છે. તમે સાંભળ્યું પણ નહી હોય કે દેવોના દેવ  મહાદેવના મંદિરમાં ૧૦૦૦ શિવલીંગ હોય.

સામાન્ય રીતે મહાદેવના મંદિરમાં આપણે એક જ  શિવલીંગના દર્શન કરતા આવ્યા છીએ. એકી સાથે ૧૦૦૦ શિવલીંગના દર્શન કરવા હોય તો જામનગરના હવાઇ ચોકમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન માટે આવવું પડે. મંદિરમાં પ્રવેશ કરતા જ તમારી સામે ૧૦૦૦ શિવલીંગ જોવા મળે. આ શિવલીંગના દર્શન માત્રથી વ્યક્તિને ભાગ્યશાળીની અનુભૂતી થાય છે. મંદિરની અંદર તમે શિવલીંગ ગણવાનું શરૂ કરો તો તમારૂ ધ્યાન  તરત જ મંદિરની બારી અને ગોખલામાં જતુ રહે અને ત્યાં પણ શિવલીંગ દેખાઇ આવે. મંદિરના બીજા કે ત્રીજા રૂમમાં પ્રવેશ કરો તો તમને ત્યાં પણ શિવલીંગ જોવા મળે. આ સમગ્ર માહોલ તમને શિવમય કરી  દે.

એક હજાર શિવલીંગ ધરાવતા મંદિરને જામનગરના લોકો હજારીયા મહાદેવ તરીકે ઓળખે છે. હાલ મંદિરના વ્યવસ્થાપક કિશોરચંદ્ર વ્યાસ કહે છે કે બે ચાર કે છ આઠ શિવલીંગ હોય તેવી જગ્યાઓ દુનિયામાં માંડ ત્રણથી ચાર છે પરંતુ અહીં તો એક  હજાર શિવલીંગની દરરોજ પૂજા થાય છે. દુનિયામાં એક હજાર શિવલીંગવાળુ મંદિર ક્યાંય નહીં હોય. વળી ખાસ વાત એ છે કે આ શિવલીંગમાંથી એક શિવલીંગ સ્વયંભુ પ્રગટેલુ છે. તો બીજા ૯૯૯ શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. જેના માટે ભરપૂર સાધના અને પ્રખર તપશ્વર્યા કરવામાં આવી હતી.

Advertisements

Comments are closed.