ATUL N. CHOTAI

a Writer

વડોદરામાં દર બેસતા વર્ષે રાજા વિક્રમાદિત્યની પૂજા કરવાની અનોખી પંરપરા

Vikramaditya King Temple - Baroda

Vikramaditya  King Temple   – Baroda

વડોદરા :  જેમનુ નામ ગુજરાતી વર્ષને અપાયુ છે તે રાજા વિક્રમાદિત્યની દર નવા વર્ષે પૂજા કરવાની અનોખી પરંપરા વડોદરામાં ચાલતી આવી છે. શહેરના ચાર દરવાજા વિસ્તારના કેટલાક નાગરીકો બેસતા વર્ષે માંડવી દરવાજા નીચે રાજા વિક્રમાદિત્યની પૂજા કરે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી કેલેન્ડરમાં વિક્રમ સંવત તરીકે વર્ષની ગણતરી કરવામાં આવે છે.વિક્રમ સંવત નામ રાજા વિક્રમાદિત્યના નામ પરથી અપાયુ છે.એવુ મનાય છે કે વિક્રમ રાજા માતાજીના પરમ ભક્ત હતા..વડોદરાના માંડવી પાસેના સુપ્રસિધ્ધ અંબા માતાના મંદિરમાં માતાજીની સ્થાપના કરવામાં આવી ત્યારે વિક્રમાદિત્ય પણ વડોદરામાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમણે માંડવી દરવાજા નીચે જ દેહ ત્યાગ કર્યો હતો. માંડવી દરવાજા નીચે વિક્રમ રાજાનુ એક નાનકડુ મંદિર આવેલુ છે.તેમાં કેટલાક નાગરીકોએ બેસતા વર્ષના દિવસે વિક્રમ રાજાની પૂજા કરવાની પરંપરા જાળવી રાખી છે.

Advertisements

Comments are closed.