ATUL N. CHOTAI

a Writer

પોરબંદરમાં સુદામા મંદિરે પીપળાની પ્રદક્ષિણા કરવા દરરોજ ગાય આવે છે

Cow

Cow

પોરબંદરમાં માત્ર માણસો જ નહીં પરંતુ એક ગૌમાતા પણ દરરોજ નિયમિત સવારે એક પીપળા પાસે આવે છે અને ત્યાં દેવી દેવતાઓની તસ્વીરને માથુ નમાવ્યા બાદ પ્રદક્ષિણા કરે ત્યારે તેને નિહાળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.

પોરબંદર શહેર કૃષ્ણસખા સુદામાજીનું મંદિર આવેલું છે, આ સુદામામંદિરના પટાંગણમાં ચામુંડા માતાજીના મંદિર નજીક એક પીપળાનું વૃક્ષ આવેલું છે અને મંદિરમાં દર્શન કરવા આવતા લોકો પીપળાને પાણી પણ રેડતા હોય છે પરંતુ મહત્વની વાત એ છે કે, અહીંયા પીપળાના થડ પાસે દેવીદેવતાઓની છબી ઓટલા ઉપર રાખેલી છે અને દરરોજ સવારે એક સફેદ રંગની ગૌમાતા અચુકપણે અહીંયા આવે છે અને માતાજી સહિત દેવી દેવતાઓની છબીને માથુ નમાવ્યા બાદ પીપળા ફરતે ઓટલા ઉપર જ પ્રદક્ષિણા કરે છે.

અહીં આવતા પ્રવાસીઓ પણ ગૌમાતાની આ હરકતને આશ્ચર્યથી એટલા માટે જુએ છે કે, જે રીતે માણસો પીપળાની પરીક્રમા કરે અને માથુ નમાવે એ જ રીતે આ ગૌમાતા પણ પીપળાનું પુજન કરવા જાણે આવી હોય તેમ મસ્તક નમાવ્યા બાદ પીપળાની પ્રદક્ષિણા કરે ત્યારે પલભર માટે તો લોકો પણ ત્યાં ગાયની પ્રદક્ષિણા જોવા થંભી જાય છે.

Advertisements

Comments are closed.