ATUL N. CHOTAI

a Writer

આર. ઓ. સીસ્ટમની જરૂરીયાત શા માટે અને તે કઈ રીતે કામ કરે છે તે જાણો

આર. ઓ. સીસ્ટમની જરૂરીયાત શા માટે અને તે કઈ રીતે કામ કરે છે તે જાણો

Deepak K. Pujara

Deepak K. Pujara

::  લેખન – સંકલન  ::  શ્રી દિપકભાઈ પુજારા
મો :  98242 46356


મિત્રો, હાલમાં દરેક જીલ્લાઓ અને શહેરોમાં પીવાના પ્રદુષિત પાણીની સમસ્યાઓ વધી રહી છે. દુર્ગંધ યુક્ત, કચરા વાળું, ડહોળું, લીલું, કે પીળાશ પડતું પાણી આરોગ્ય માટે હાનીકારક બની રહ્યું છે. ખરાબ પાણી પીવાથી પાચનશક્તિ ઉપર અસર પડે છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાથી શરીરમાં વાયરલ ઇન્ફેકશનની અસર જલ્દીથી લાગી જાય છે તેમજ શરીરમાં બીમારીઓ શરુ થઇ જાય છે. આવી તકલીફથી બચવા માટે હવે ઘર કે ઓફીસ માટે “વોટર ફિલ્ટર” કે “આર. ઓ. સીસ્ટમ” વસાવવું એ આરોગ્યની કાળજી માટે મહત્વનું બની ચૂક્યું છે માટે “આજે નહિ તો કાલે, પરંતુ આ પ્રોડક્ટ વિના હવે નહિ ચાલે”  પાણીના કારણે વધી રહેલી બીમારીઓથી બચવા માટે અત્યારે બજારમાં “વોટર ફિલ્ટર” તેમજ “આર. ઓ. સીસ્ટમ” નું વેચાણ વધી રહ્યું છે. જેમાં ઘર વપરાશ માટેનાં ડોમેસ્ટિક આર. ઓ. પ્લાન્ટની બજાર કિંમત આશરે ૪,૦૦૦ થી ૧૭,૦૦૦ સુધી હોય છે અને તે એક કલાકનાં ૮ થી ૧૫ લીટર સુધી મિનરલ વોટરનું આઉટપુટ આપે છે. તેમજ કોમર્શીયલ આર. ઓ. પ્લાન્ટની બજાર કિંમત આશરે ૧૦,૦૦૦ થી ૧ લાખ સુધીની હોય છે અને તે એક કલાક નાં ૨૦ થી ૨૦૦ લીટર સુધી મિનરલ વોટરનું આઉટપુટ આપે છે. હવે લોકો પાણીનું મહત્વ સમજવા લાગ્યા છે માટે દરેક વ્યક્તિઓ આ પ્રોડક્ટ અપનાવી રહ્યા છે અને આવકાર આપી રહ્યાછે. પરંતુ હજુ પણ આ પ્રોડક્ટ વિષે આપને વધારે અને જરૂરી માહિતી મળી રહે તેવા હેતુથી અત્યારે અમે આ લેખ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ બાબતે શ્રી દિપકભાઈ પુજારા વધુ માહિતી આપી રહ્યા છે જેઓ આ ક્ષેત્રમાં કાર્યરત છે અને આ વ્યસાય સાથે છેલા પાંચ વર્ષથી સંકળાયેલા છે. જેમની પાસેથી મેળવેલી આ માહિતી અમારા વાચકમિત્રોને ઉપયોગી બની રહેશે તેવી અમને આશા છે.

સામાન્ય માહિતી અને સમજ

મનુષ્યનાં શરીરની રચના ૭૦% પાણીમાંથી બનેલી છે. સામાન્ય રીતે માણસને દરરોજ પીવા માટે ત્રણ થી ચાર લીટર શુદ્ધ પીવાલાયક પાણીની જરૂરીયાત રહે છે. શરીરમાં પાચન શક્તિ વધારવા માટે, શરીરનાં તાપમાનને જાળવી રાખવા માટે, એમોનો એસીડ અને એન્ટીબોડીઝનાં નિર્માણ માટે અને હાનીકારક તત્વોને શરીરમાંથી દૂર કરવા માટે શુદ્ધ અને કુદરતી મીઠાશવાળું પાણી મનુષ્ય માટે ખુબજ જરૂરી છે. આ બાબતે સચેત થઇ અને પોતાનાં આરોગ્યની કાળજી રાખવી દરેક લોકો માટે જરૂરી છે. નળ કે બોરનું પાણી દેખાવમાં સામાન્ય રીતે શુધ્ધ લાગે છે પરંતુ આવા પાણીમાં કુદરતી અશુદ્ધિઓ ભળેલી હોય છે. તેમજ પાણીનાં બંધારણમાં કલોરાઇડ, કેલ્શિયમ, લીડ (શિશુ), મેગ્નેશ્યમ, નાઇટ્રેટ, સલ્ફેટ, મરક્યુરી (પારો), અને કોપર જેવા હાનીકારક તત્વો તેમજ ક્ષાર, બેક્ટેરિયા, અને વાયરસ જો વધુ પ્રમાણમાં આવવા લાગે તો તે માનવ શરીર માટે હાનીકારક બની જાય છે. મનુષ્યને મોટા ભાગનાં રોગો દુષિત પાણી પીવાના કારણે જ થતાં હોય છે. જેમાં પથરી, ઝાડા-ઉલટી, કોલેરા, કમળો, અપચો, કીડની તેમજ હૃદય અને હાડકાને લગતાં અન્ય રોગોનો સમાવેશ થાય છે.

આર. ઓ. સીસ્ટમની જરૂરીયાત શા માટે અને તે કઈ રીતે કામ કરે છે તે જાણો

આર. ઓ. સીસ્ટમ એટલે “રીવર્સ ઓસ્મોસીસ સીસ્ટમ”. આ મશીન સામાન્ય રીતે પાંચ સ્ટેજમાં કામ કરે છે અને ખરાબ તેમજ ક્ષાર વાળા દુષિત પાણીનો નિકાલ કરીને પાણીને પીવાલાયક બનાવે છે. તેમજ પાણીનાં ટી. ડી. એસ. (ક્ષાર નું પ્રમાણ) કંટ્રોલ કરે છે. જેમાં પ્રી ફીલ્ટર પાણીમાંથી રેતી, માટી, કચરો, રેશા, વગેરે દુર કરે છે. સેડીમેન્ટ ફીલ્ટર પ્રી-ફીલ્ટરેશન થઈ ગયા પછીની બાકી રહી ગયેલી અશુદ્ધિઓ, જીણો કચરો અને માટીને મશીનમાં આગળ વધતા રોકે છે. પ્રીકાર્બન ફીલ્ટર પાણીમાંથી દુર્ગંધ દુર કરે છે. મેમ્બરન આ મશીનમાં સૌથી વધુ મહત્વનું કામ કરે છે તે પાણીમાંથી ક્ષાર, વાયરસ, અને બેકટેરીયા જેવી અશુદ્ધિઓને દુર કરીને સામાન્ય પાણીને “મીનરલ વોટર” માં પરીવર્તિત કરે છે. અને પોસ્ટકાર્બન ફીલ્ટર પાણીમાંથી ખરાબ સ્વાદ, ગેસ, કે ક્લોરીનની દુર્ગંધને દુર કરીને શુધ્ધ પાણી બનાવેછે

વોટર પ્યુરીફાયર અને આર. ઓ. સીસ્ટમ વચ્ચેનો શું તફાવત છે તે જાણો

કોઈ પણ વોટર પ્યુરીફાયર પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે પરંતુ તે પાણીને મિનરલ વોટરમાં પરિવર્તિત કરી શકતું નથી તે પાણીમાંથી કચરો દુર કરવા અને બેક્ટેરિયા દુર કરવા માટે સક્ષમ છે, પરંતુ પાણીનો સ્વાદ કાયમ માટે એક સરખો જાળવી શકતું નથી. ક્લોરીનની કે કોઈ પણ પ્રકારની અન્ય દુર્ગંધ દુર કરવાનું કામ વોટર પ્યુરીફાયર સંપૂર્ણપણે કરી શકવા માટે આર. ઓ. સીસ્ટમ જેટલું સક્ષમ નથી. નળ અને બોરનું મિશ્રિત પાણી અથવા ફક્ત બોરવેલ કે ડંકીનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય ત્યાં પાણીમાં રહેલા વધુ પડતા ક્ષાર અને હાનીકારક દ્રવ્યોથી બચવા માટે “વોટર પ્યુરીફાયર” ની સરખામણીમાં “આર.ઓ. સીસ્ટમ” વધુ ફાયદાકારક રહે છે. મિત્રો, કોઈ પણ પ્રોડક્ટ ખરીદી લેવી એ સહેલી વસ્તુ છે પરંતુ તેને જાળવણી અને સમયસર સર્વિસની જરૂરીયાત હોય છે આ વાત ખાસ સમજવી જરૂરી છે સમયસર કાળજી ન લઇએ તો વસ્તુ અને વેપારી બંને સાથે સબંધ બગડી જાય છે  સાથે સાથે મૌખિક ગેરેંટી-વોરંટી ઉપર ક્યારેય પણ ભરોસો કરવો નહિ આ બાબતની ચોખવટ બીલમાં લેખિતમાં લેવી અને વહેચનાર વ્યક્તિની સહી કરાવી લેવી જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકરારનું સમાધાન સરળ રહે. પછી બીલ ભલે પાકું હોય કે પ્રિન્ટ કરેલું હોય પરંતુ આટલી જાગૃતિ ખરેખર જરૂરી છે

કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા અધુરી માહિતી તેમજ ગેરેંટી-વોરંટી વચ્ચેનો તફાવત સમજવો બહુ અગત્યનો છે. જયારે આપ કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે આપને એમ કહેવામાં આવે કે આ પ્રોડક્ટમાં આપને એક વર્ષની વોરંટી આપવામાં આવશે તો તેનો અર્થ એવો થાય કે પ્રોડક્ટ સર્વિસ કે રીપેર કરાવવાની થશે ત્યારે ફક્ત સર્વિસ મફત કરી આપવામાં આવશે પરંતુ પાર્ટ્સ ખરાબ થાય તો તેને લાગતો તમામ ખર્ચ ખરીદનાર પાર્ટીને ભોગવવાનો રહેશે. જયારે આપને એમ કહેવામાં આવે કે આ પ્રોડક્ટમાં આપને એક વર્ષની ગેરેંટી આપવામાં આવશે તો તેનો અર્થ એવો થાય કે પ્રોડક્ટ સર્વિસ કે રીપેર કરાવવાની થશે ત્યારે સર્વિસ તો મફત કરી જ આપવામાં આવશે પરંતુ સાથે સાથે પાર્ટ્સનો ખર્ચ પણ વહેચનાર પાર્ટીને ભોગવવાનો રહેશે તેમાં બોડી કે પાર્ટ્સની ભાંગ-તુટ માટે કોઈ ગેરેંટી હોતી નથી શ્રી દિપકભાઈ પુજારા તરફ થી મળેલી આ માહિતી આપ સૌને ઉપયોગી થાય તેવી અમે આશા રાખીએ છીએ.

Advertisements

Comments are closed.