ATUL N. CHOTAI

a Writer

બે હાથ વડે સ્ટંટ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરતો વિકલાંગ ડાન્સર

KamlpeshPatel Handicap Dancer

Kamlpesh Patel Handicap Dancer

નથીંગ ઈસ ઈમ્પોસીબલ, એવરીથીંગ ઈસ પોસીબલને જીવન મંત્ર બનાવતા વિકલાંગ યુવાન કમલેશ પટેલ

બારડોલી: પોતાના જીવનમાં જન્મજાત અથવા આકસ્મીક રીતે શરીરના અંગો ગૂમાવી વિકલાંગ બનેલો માણસ માનસિક રીતે પડી ભાંગે છે. ત્યારે તેનું જીવન તેના માટે બોજરૂપ બની જાય છે. પરંતુ વિકલાંગતા આવવા છતાં આત્મવિશ્વસથી અને હિંમતભેર તેનો સામનો કરવાથી જીવનમાં જરૂર સફળતા મળે છે. આવું જ કંઈ કમલેશ પટેલના જીવનમાં થતા તેણે પોતાની વિકલાંગતાને જીવનનો પ્લસપોઈન્ટ બનાવી દેશનો નં 1 વિકલાંગ ડાન્સર બનવાનું બિરદ મેળવ્યું છે. બંને પગે વિકલાંગ આ યુવાન સમાજના વિકલાંગો માટે મોટું ઉદાહરણ છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો રહેવાસી કમલેશ પટેલ એ પોતાની પાંચ વર્ષની નાની વયે બંને પગે લકવાનો શીકાર બનતાં તેના બંને પગ હંમેશા માટે કામ કરતાં બંધ થઈ ગયા હતાં. ત્યારે પતાના પગોથી વિકલાંગ બનેલો કમલેશ પટેલ તેના જીવનમાં પોતાનો પરિવાર, સમાજ અને દેશ માટે કંઈક  કરવાનું વિચારી તેણે પોતાના શરીર પર આવી પડેલી ખામીને સ્વીકારી લઈ વિકલાંગતાને જીવનનો પ્લસ પોઈન્ટ બનાવી એક મહાન ડાન્સર બનવા માટે તેણે પોતાના જીવનમાં તમામ મહેતનતો કરી છે. ઓલપાડ તાલુકા ખાતે એક પ્રસંગમાં સ્ટેજ શો કરવા આવેલ કમલેશ પટેલે દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં તેણે પોતાની સફળતા વિશે આપેલી કેટલીક જીવનમાં નોંધવા જેવી બાબત મુજબ ‘ નથીંગ ઈસ ઈન પોસીબલ એન્ડ એવરીથીંગ ઈસ પોસીબલ’ને તેણે પોતાનો જીવનમંત્રી બનાવી જિંદગી પર આવતી તમામ મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કર્યો છે. એક ડાન્સરને ડાન્સ કરવા માટે પગ બંને પગ જોઈએ  છે પણ કમલેશ પટેલ પાસે તો પગ જ નથી. તો શું થયું ભગવાને તેને મનુષ્ય જન્મ આપી મોટો ઉપકાર કર્યા બદલનું ભગવાનનો ઋણી હોવાનું માની તેણે જીવનમાં આગળને આગળ વધવા મહેનત કરી છે. કમલેશે આત્મવિશ્વાસ થકી આજે જીવનમાં કંઈક બની ચૂક્યો છે. અત્યાર સુધીમાં તે 2000થી વધુ ડાન્સના પ્રોગ્રામ કરી ચૂક્યો છે. વિકલાંગ ડાન્સર તરીકે ભારત અને વિદેશમાં પોતાનો ડાન્સ થકી તેણે મોટી નામના કમાવવા સાથે તેને રાષ્ટ્રપતિ ચંદ્રક અને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનીત કરાયો છે.

Advertisements

Comments are closed.