ATUL N. CHOTAI

a Writer

પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હોવ તો પહેલાં આ વાંચો

Tea in Plastic Cup

Tea in Plastic Cup

રાજ્યભરમાં ૨૦ માઇક્રોનથી નીચેના હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તેમ છતાં ઘણાં દુકાનદારો અને વેપારીઓ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે તો ચા ને પણ પ્લાસ્ટિકની પ્યાલીમાં જ આપવામાં આવી રહી છે. ત્યારે લોકો  વધું પડતા પ્લાસ્ટિકનો  ઉપયોગ કરતા થયા છે. હલકી ગુણવતાવાળાં કોઇપણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરને નુકશાન કરે છે ત્યારે આપણે એ  જાણતાં પણ નથી કે  આપણે જે પ્લાસ્ટીકની પ્યાલીમાં ચા પી રહ્યા છીંએ તે પણ આપણા શરીર માટે એટલા જ અંશે હાનીકારક છે. પ્લાસ્ટીકની હલકી ગુણવત્તાવાળી કોઇપણ વસ્તુમાં ગરમ પ્રવાહી ભરવામાં આવે તો તેમાંથી પોલીમર છુંટુ પડે છે અને શરીરમાં કેન્સર જેવા જીવલેણ રોગને આમંત્રણ પાઠવી શકે  છે. ત્યારે આવા હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટીકની ચાની પ્યાલીઓનાં વેચાણ સામે તંત્રએ લાલ આંખ કરવી પણ એટલા જ અંશે જરૂરી છે. પ્લાસ્ટિકની પાણીની બોટલ પણ નુકસાન કારક છે. એકવાર ઉપયોગ થઇ ગયા બાદ લોકો ફરીથી પાણી ભરી ફ્રિઝમાં રાખતા હોય તે પણ સાયન્ટીફિક દ્રષ્ટ્રીએ નુકસાન કરતા હોવાનું તબીબો જણાવે છે. હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટીકમાં ગરમ પ્રવાહી ભરવામાં આવે તો તેમાંથી પોલીમર છુંટુ પડી પ્રવાહીમાં ભળે છે.  જે શરીર માટે હાનીકારક  છે. જ્યારે પ્લાસ્ટીકની હલકી ગુણવત્તાવાળી ચાની પ્યાલી કે ગ્લાસનાં ઉપયોગથી લાંબા ગાળે કેન્સર જેવા રોગ થવાની શક્યતા છે.  પ્લાસ્ટીક વેસ્ટ જમીનમાં પણ એક હજાર વર્ષ સુધી નાશ પામતો નથી. પ્લાસ્ટીક વેસ્ટ કચરા સાથે નાખવામાં આવે તો પર્યાવરણને નુકસાન પહોંચે છે. 20 માઇક્રોનથી ઓછી થીકનેશ વાળું પ્લાસ્ટીક પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે.

Advertisements

Comments are closed.