ATUL N. CHOTAI

a Writer

મળવા જેવા માણસ કચ્છીભાઈનો પરિચય મેળવીએ..

Shirishbhai Kachhi

Shirishbhai Kachhi

આપણી રોજીંદી જીવનશૈલીમાં આપણે ઘણીવાર આપણા  કામ પણ પુરા નથી કરી શકતા હોતા પરંતુ  આજના આ  ઝડપી જમાનામાં ઘણા લોકો એવા પણ હોય છે જેઓ પોતાની ફરજ સાથે સમાજમાં પણ પોતાનું યોગદાન આપતા હોય છે. આવા જ એક મળવા જેવા માણસ કચ્છીભાઈનો આપણે પરિચય મેળવીએ.

કચ્છીભાઈનાં હુલામણા નામથી જાણીતા આ વ્યક્તિનું પૂરું નામ શિરીષભાઈ નિરંજનરાય કચ્છી છે. મૂળ જુનાગઢનાં વતની અને  કોમર્સ ગ્રેજયુએટ થયેલા કચ્છીભાઈએ ૧૯૬૦ થી રાજકોટ ને પોતાની કર્મભૂમિ બનાવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – રાજકોટ મુખ્ય શાખાના સીનીયર અને મહેનતુ કર્મચારીની છાપ ધરાવતા કચ્છીભાઈ વીસેક વર્ષની સેવા આપી એપ્રિલ – ૨૦૧૩ મા નિવૃત થયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં યુનિયન સેક્રેટરી તરીકે પણ  તેમણે વીસેક વર્ષ સેવા આપી છે તથા સ્ટેટ બેંકનાં કન્ઝ્યુમર સ્ટોરમાં પણ પંદરેક વર્ષ જેટલી સેવાઓ આપી છે. કચ્છીભાઈ ક્રિકેટપ્રેમી માણસ પણ  છે જેથી તેમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ની સ્ટેટ પેનલ તથા એમ્પાયર તરીકે એક દાયકો ફરજ બજાવી છે. કચ્છીભાઈ હાલમાં નિવૃતિના સમયમાં પણ કાર્યરત છે તથા પોતાની બેંક અને કર્મચારીઓ સાથે હજી પણ કાર્યરત છે. પોતાની સામાજિક પ્રવૃતિઓ સાથે કચ્છીભાઈ હમેંશા દોડતા રહે છે. તો કચ્છીભાઈનો તેમના મોબાઇલ નંબર ૯૪૨૮૦ ૩૯૯૩૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

Advertisements

Comments are closed.