ATUL N. CHOTAI

a Writer

37 વર્ષથી દર્દીઓને નિ:શુલ્ક ભોજનની નિરંતર સેવાની સરવાણી

Anarji Shamaji Thakor - Sidhhpur

Anarji Shamaji Thakor – Sidhhpur

સિદ્ધપુરના રામજનસેવા ટ્રસ્ટ રામજી મંદિરના જનસેવકનું સેવા પ્રદાન

સિદ્ધપુર: સિદ્ધપુરના 65 વર્ષના સેવાધારી વૃદ્ધ સિદ્ધપુરના સિવિલના દર્દીઓ અને સગાને છેલ્લા 37 વર્ષથી નિરંતર દિવસમાં બે ટાઇમ નિ:શુલ્ક ભોજન પહોંચાડવાનું પૂણ્યકાર્ય કરી રહ્યાં છે તેમજ જનસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરુ પાડી રહ્યાં છે.રામજન સેવા ટ્રસ્ટ રામજી મંદિર દ્વારા સિદ્ધપુરના સરકારી જનરલ દવાખાનામાં તેમજ આંખ વિભાગ તેમજ પ્રસુતિગૃહમાં તેમજ ગોકુળ હોસ્પિટલમાં દાખલ થનાર તમામ દર્દીઓને નિ:શુલ્ક મફત ભોજન આપવામાં આવે છે. જેમાં છેલ્લા 37 વર્ષથી એટલે કે, 1 જુલાઇ 1977થી સિદ્ધપુરના 65 વર્ષના અનારજી સામાજી ઠાકોર દરરોજ સવાર-સાંજ કોઇપણ સ્થિતીમાં, શહેરમાં કરફ્યુ હોય કે અનારાધાર વરસાદ પડ્યો હોય, આજ સુધી તમામ દર્દીઓને દરરોજ બે ટાઇમ ગરમાગરમ ભોજન પીરસીને સેવા કરી રહ્યાં છે. રામજન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ર્ડા. ચેતનભાઇ ઠક્કરે દર્દીઓનું રજિસ્ટર બતાવતાં જણાવ્યું હતું કે, સરેરાશ મહિનામાં 2000 દર્દીઓને ભોજન ટ્રસ્ટ દ્વારા અનારજીની સેવા થકી પહોંચાડાય છે. જે સેવાયજ્ઞ આજપર્યત ચાલુ રહ્યો છે. રામજી મંદિરના બ્રહ્મલીન સંત કાન્તીદાસજી મહારાજની પ્રેરણા છેલ્લા 37 વર્ષથી રોજ સવારે દાખળ, ભાત, શાક, રોટલી તેમજ સાંજે ખીચડી, દૂધ, રોટલી, શાક દર્દી”ને ગરમાગરમ ખવડાવું છું. ભૂકંપ વખતે રોજમાં 200 દર્દી”ને સવાર-સાંજ ભોજન કરાવવાનો આનંદ આજે પણ યાદ છે. કરફ્યુમાં પણ દર્દી”ને ભોજન કરાવ્યું છે. કોઇ દર્દી ભૂખ્યો નથી. સૂઇ ગયો જે બધાના આશીર્વાદથી આજે 65 વર્ષે પણ આ સેવા ચાલુ રાખી શક્યો છે.

Advertisements

Comments are closed.