ATUL N. CHOTAI

a Writer

ગુજરાતના એક અનોખા ગામમાં પરિવારોની સંખ્યા કરતા ત્રણ ગણી મોરની સંખ્યા છે

Peacock Village

Peacock Village

વડોદરા: ‘મન મોર બની થનગટ કરે… મેઘાણીની આ પંક્તિ અને ગીત સાંભળીને આપણે અનેકવાર ઝૂમી ઉઠયાં છે પરંતુ કયારેય નજરો સમક્ષ સાગમટે 1500 મોરને થનગનાટ કરતા જોવા મળે તેવી કલ્પના પણ આપણે નહિ કરી હોય. આવો લહાવો પ્રત્યક્ષ માણવો હોય તો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક આવેલા સેંગપુર ગામ મુલાકાત અવશ્ય લેવી પડે. આ ગામમાં મોરના ટોળે ટોળાને બારેમાસ થનગનાટ કરતા જોવા મળે છે. ગામમાં માંડ 450 પરીવાર વસવાટ કરે છે પણ અહીં મોરની સંખ્યા 1500 જેટલી છે. એક રીતે જોવા જઇએ તો લગભગ દરેક ઘરદીઠ 3 મોર છે તેમ કહી શકાય. દરેક ફળિયામાં સવારે ઉઠતાં જ પહેલા દર્શન મોરનાં થાય છે. ગામમાં ડગલે ને પગલે જોવા મળતા મોર માટે ગ્રામજનોએ પણ રાષ્ટ્રીય પક્ષી માટે સુવિધાજનક અને સાનુકૂળ વાતાવરણ અહીં વિકસાવ્યું છે. વહેલી સવારથી અન્ય રોજિંદા કામકાજની સાથે મોરની દેખરેખ કરવાનું પણ ગામ લોકોની જીવનશૈલીમાં વણાઇ ગયું છે. સેંગપુરમાં મોર માટે ગામના લોકોએ ઉભા કરેલા સુમેળભર્યા વાતાવરણ ઉપરાંત કુદરતી રીતે પણ આ પ્રદેશ મોરને માફક આવી ગયો છે. ગામની પાસેથી વહેતી અમરાવતી નદી બારેમાસ ભરેલી રહેતા પાણીની સમસ્યાં પણ મોરને નડતી નથી

Advertisements

Comments are closed.