ATUL N. CHOTAI

a Writer

વિશ્વનો અંત આવશે પણ નાનકડી કીડીનું અસ્તિત્વ જરૂર રહેશે

Menka Gandhi

Menka Gandhi

સંવેદના
– મેનકા ગાંધી

પૃથ્વી પર પહેલાં ડાયનાસોરનું શાસન હતું. વિનાશક પુર કે અન્ય કોઇ કારણોસર તે ખતમ થઇ ગયા. તેની જગ્યાએ માનવજાત આવી. હવે એમ વિચારો કે આ સદીમાં પૂર અથવા તો કોઇ મહા દુકાળના કારણે માનવજાત પણ ખતમ થઇ તો વિચારો કે પૃથ્વી પર પ્રાણી જગતથી કઇ જાતિ બચશે..?? આ જાતિ હશે નાનકડી કીડી..

આપણામાં અને કીડીમાં ફર્ક છે. તે માનવજાત કરતાં વધુ સ્માર્ટ છે અને વધુ ઇનોવેટીવ છે. જેમ માનવ જાતમાં હોય છે એમ તે શહેર ઊભા કરે છે, ઝુંપડપટ્ટી ઊભી કરે છે, તે કિસાન તરીકે કામ કરે છે, તે યુધ્ધ કરે છે. જો તમે મંગળ અંગેની વાતો સાંભળતા હોવ તો સમજાશે કે બીજા ગ્રહોના લોકો સાથે પણ તે સ્પર્ધામાં ઉતરે છે. તે ઘણીવાર સૈનિક, કામદાર અને ગુલામ તરીકેની પણ સેવા આપે છે. જો કીડીમાં માનવજાત જેવો સ્વભાવ હોત તો માનવજાત સાથે તે પણ ખતમ થઇ જાત પરંતુ તે મકાનોમાં પોતાના ઘર બનાવે છે તે પોતાનું ફૂડ જાતે જ છેલ્લા ૫૦ મીલીયન વર્ષથી ઉછેરે છે. તે પશુધનને ઉછેરે છે. તેમણે પૃથ્વીને ખોતરી છે. હવે તે લોકો આપણને રસ્તા પરથી હટાવવા માગે છે. આપણે પણ અંતે તે માર્ગ પરથી પસાર થઇ રહ્યા છીએ. જે રીતે તેમનો ઉછેર થાય છે તેમાં મને રસ પડયો છે.

માનવજાતની સૌથી નજીકનું કોઇ પ્રાણી હોય તો તે કીડી છે. જે માણસ માટે ખોરાક તૈયાર કરવામાં મદદ કરે છે. પ્રાણીઓની અન્ય જાતો પોતાના ખોરાક માટે શિકાર કરે છે અથવા તો જ્યાં પોતાના ખોરાક હોય ત્યાં જાય છે. આવા પ્રાણીઓ પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા કુદરત પર આધાર રાખે છે. વરૃઓ શિકાર શોધવા બુધ્ધિ, સહકાર અને આયોજનનો ઉપયોગ કરે છે પણ તે હરણને પકડી શકતા નથી.હરણ ઘાસ ખાય છે પણ તે પોતાનો કાયમી ખોરાક હોવા છતાં તેને ઉગાડી શકતા નથી. માત્ર માણસ અને કીડી બંને એવા છે કે જે પોતાનો ખોરાક જાતે ઉગાડે છે અને ભવિષ્ય માટે તેને સંગ્રહી શકે છે. માનવજાતના ૫૦ મીલીયન વર્ષ પહેલાં અટ્ટીની અને એક્રો માર્યમેક્સ પ્રકારની કીડીની ૨૦૦ જાતો ફંગલ ઉગાડતી હતી. તે લીફ કટર્સ તરીકે ઓળખાતી હતી.

આ લીફ કટીંગ કીડીઓ સંભાળપૂર્વક પાંદડા પસંદ કરતી હતી અને તેને ફંગસમાં ફેરવતી હતી. ફંગસનો સામનો કરવાની પ્લાંટમાં રહેલી શક્તિનો તે નાશ કરતી હતી. જેમકે પાંદડા પરનું વૅક્સ-કૉટીંગ વગેરે. કીડીઓ આવા પાંદડાને દરમાં લઇ જતી અને તેને ચાવીને જમીન સાથે ભેળવી દેતી હતી. આમ કરીને કીડીઓ માસીલીયા નામની ફૂગ બનાવતી હતી. (જેમ દહીંને દૂધમાં ભેળવીને દહીં બનાવાય છે) તેમજ એન્ઝાઇમ બહાર કાઢીને પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનો નાશ કરતી હતી. જ્યારે કીડી પાંદડાને તોડે છે ત્યારે ડાળી પર નાના ચીકાશવાળા ટીપા ઊભા થાય છે તેને ગોંજીલીડીયા કહે છે. આ ગોંજીલીડીયાને કીડીઓ ખાઇ જાય છે. આમ કીડીઓ ફૂગને આગળ વધારે છે.

જ્યારે કીડીઓ તેનું નવું દર બનાવે છે ત્યારે કીડીઓની રાણી ફૂગવાળું પાન પોતાના મોઢામાં લઇને આગળ વધે છે અને દરની અંદર ફંગસ ગાર્ડન બનાવે છે. દરેક પ્લાંટ પર કીડીઓ નજર રાખે છે અને ગાર્ડનને પેથોજન્સ અને પેરેસાઇટ્સથી મુક્ત રાખે છે. કીડીઓ ખાતર નથી ખરીદતી, (મને તો લાગે છે કે તેમના દરમાં જ ખાતરની કોઇ દુકાન હશે) કીડીઓ તેમની ગ્રંથિઓમાં જ ફીનાઇલ એસીટીક અને બી-હાઇડ્રો ઝાયડીસોનીક એસીડ તૈયાર કરે છે. જે એન્ટીબાયોટીક્સ તેમજ ખાતર તરીકે કામ લાગે છે. ફંગસને ઉછેરવા માટે પ્લાનીંગ અને મહેનતની જરૃર પડે છે. તેના માટે યોગ્ય ચેમ્બર બનાવવી પડે છે. તેના માટે પાંદડાની પસંદગી કરવી પડે છે. વૅસ્ટને દૂર કરવો પડે છે કેમકે ફંગસની કૂપણો પ્રસરી શકે. આ ફંગસની બાજુમાં બીજું પાન મૂકે છે જેથી તેના પર પણ ફંગસ લાગે  જે દર્શાવે છે કે કીડીઓમાં ભવિષ્યના ખોરાકની પણ ચિંતા છે. પરંતુ કીડીઓ માત્ર ભવિષ્યના ખોરાકનું નથી વિચારતી પણ માણસ જેમ ખોરાક માટે પશુધન ઉછેરે છે એમ કીડીઓ પણ ખોરાક માટે જીવજંતુ ઉછેરે છે. જેમ ભરવાડ પોતાના ઢોરને ચરાવવા લઇ જાય એમ કીડીઓ પણ પોતાના સમુહને વિવિધ પ્લાંટ પર લઇ જાય છે અને તેમના પર કોઇ મોટું જીવાણુ હુમલો ના કરે તેનું પણ ધ્યાન રાખે છે. કેટલીક કીડીઓ પોતાના પેટમાંથી ચીકણો પદાર્થ કાઢીને પાંદડાને પોચું બનાવે છે જેના કારણે દરની અન્ય કીડીઓને પોષણ મળી રહે. જેમ ભરવાડ તેના પશુઓના બ્રીડીંગ માટે પોષણવાળો ખોરાક આપે છે એવું જ કીડીઓ કરે છે.

અટ્ટીની અને એક્રોમાર્યમેક્સ કીડીઓ પૃથ્વી પરની સૌથી પ્રસરેલી જાતિમાં આવે છે. તેમનું દર ૩૦ મીટર ઊંડે અને ૩૦ મીટરની ત્રીજ્યા વાળું હોય છે. દર અલગ લાગે છે પણ અંદર બધા એક થયેલા હોય છે. આવા મોટા દરોમાં ૮ મીલીયન કીડીઓ રહે છે. અટ્ટીની કીડીઓ પાસે આવા સેંકડો – હજારો ગાર્ડન – કોલોનીઓ હોય છે. જેના ગાર્ડન (દર) ની સાઇઝ ૩૦  x ૨૦ x ૨૦ સે.મી. હોય છે આવા દરો બહારથી નાના અને અંદરથી મોટા હોય છે. આવા દર ઋતુ પ્રમાણે અને હવામાન પ્રમાણે બદલાતા રહે છે. ઊંડા દરો ઉનાળા અને ઠંડીને લક્ષ્યમાં રાખીને બનાવ્યા હોય છે. લીફ કટર કીડીઓના દરમાં દરેકને તેમના કામ પ્રમાણે છુટી પડાય છે જેમાં મીની, માઇનોર, મધ્યમ અને મોટીનો સમાવેશ થાય છે. મીનીની ફરજમાં ફંગસ ગાર્ડનની સફાઇનું કામ આવે છે. માઇનોરની ફરજ ખડે પગે તૈયાર રહેતા સૈનિકો તરીકે છે. હુમલાખોર પર સૌ પ્રથમ તે ત્રાટકે છે. મધ્યમનું કામ ફુગવાળા પાંદડા ભેગા કરવાનું છે. જ્યારે મોટી (મેજર)નું કામ સૌથી મહત્વનું હોય છે. તે સૈનિક તરીકે દરનું રક્ષણ કરે છે, દર પર પડતી માટીને અટકાવે છે. આ કીડીઓ તાજા પાંદડાને દરમાં લઇ જાય છે. તેના નાના ટુકડા કરીને ફંગસ ગાર્ડનમાં પાથરે છે. ફંગસ પર આધારીત પોતાનો ખોરાક હોઇ કીડીઓ તેની વધુ માવજત કરે છે. લીફ કટર કીડી એક દરને વર્ષે ૪૭૦ કિલોગ્રામ પાંદડાનો ખોરાક પુરો પાડે છે. જથ્થો નજરમાં રાખીને કહીએ તો માનવજાત પણ વર્ષે આટલો જથ્થો ભેગો નથી કરતી. બેકટેરીયા એન્ટીબાયોટીક્સ જેવા કે સ્ટ્રેપટો માયસીસ (સ્ટ્રેપટો માયસીન)ને ફંગસથી દૂર રાખે છે. આવા તત્વો મશરુમમાં નથી હોતા એટલે કીડીઓ મશરુમ વધુ ખાય છે અને પોતાનામાં પ્રતિકાર શક્તિ ઊભી કરી શકે છે.

કીડીઓની ચામડી પર બેકટેરીયમ ઉછરે છે. કીડીઓમાં રહેલી ક્રાયપ્ટસ ગ્લેન્ડ ચોક્કસ પ્રકારનું કેમીકલ છોડે છે અને આમ બેકટેરીયાને પોષણ આપે છે. માનવજાતમાં જેમ કિસાનો એક જ પાક લે છે અને તેમાં બીજો પાક મેળવે છે એમ કીડીઓ પણ કરે છે પરંતુ તેનાથી તે મુશ્કેલીમાં મૂકાય છે. માનવે બનાવેલા ખાતરમાં કેળા, શેરડી, બટાકા, ઘઉં વગેરેમાં પરેશાની થાય છે. પરંતુ કીડીઓએ બનાવેલા ખાતરમાં કોઇ નુકસાની નથી થતી. કોઇ રોગચાળો ફાટે તે પહેલાં જ ફંગસના ગાર્ડનની રખેવાળી કરતી કીડીઓને ખબર પડી જાય છે. ફંગસના બે ગાર્ડન વચ્ચે ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રખાય છે. છેલ્લે અટ્ટા કીડીઓ આખા દરમાં ફરી આવે છે અને ક્યાંય ચેપ લાગ્યો છે કે નહીં તેની નોંધ રાખે છે. જે ફંગસ ખાવા માટે તૈયાર થઇ ગઇ હોય તેમાં ચેપ ના પ્રસરે તેનું ધ્યાન રખાય છે. કીડીઓ ૧૪૫ મીલીયન વર્ષ પહેલાં ઉત્પન્ન થઇ છે. હાલમાં તે પૃથ્વી પરના કુલ પ્રાણીઓના વજન પૈકી ૨૫ ટકા જેટલું વજન ધરાવે છે. જંગલો, શહેર, અંડરગ્રાઉન્ડ ટનેલ, ગિવાલો, પર્વતની ટોચ પર, દરિયા કિનારે વગેરે સ્થળોએ તેના દર હોય છે. હવે જ્યારે તમે કીડીઓને જુઓ ત્યારે તેને વિશ્વના આગામી સમયના કિંગ તરીકે હેલ્લો કહેવાનું ના ભૂલતા…

Advertisements

Comments are closed.