ATUL N. CHOTAI

a Writer

વેરાવળના બાદલપરા ગામમાં મહિલાઓનું રાજ

Badalpara Women Village

Badalpara Women Village

વેરાવળ કાજલી :  રાજય સભાના સાંસદ અને ધારાસભ્યો દ્વારા આદર્શ ગામ અને એમા પણ સ્વચ્છતાને અગ્રતાનો નિર્ધાર છેલ્લ કેટલાક સમયથી થઇ રહેલ છે. પણ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસપાટણ-સોમનાથથી-પ કિલોમીટર દુર આવેલા બાદલપરા ગામ સીસી ટીવી કેમેરા અને વાયફાઇ કનેક ટીવીટીથી સજ્જ છે જયારે આ ગામમાં વર્ષથી સ્વચ્છતાનું ધ્યય મંત્ર અમલમાં છે અને ખરા અર્થમાં મહિલાઓનું અહિ  રાજપણ ચાલે છે આ ગામની વિશેષતાએ છે કે ગુજરાતની પ્રથમ મહિલા ચમરસ બોડી ધરાવતા આ ગામની સત્તા મહિલાઓના હાથમાં છે અને સરપંચ સહિત તમામ મહિલાઓ સદસ્યો ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. આટલુ જ નહિ આ ગામના તલાટીમંત્રી પણ મહિલા છે ગામમાં કયાય પણ ગંદકી નજરે પડતી નથી અને શેરીએ શેરીએ ગંદકી ન થાય તે માટે ડસ્ટબીનો મુકવામાં આવેલ છે અને પીવાના પાણીની સમસ્યા નથી બાદલપરા ગામના પુરૂષો મહિલાઓને પુરૂષ સમોવડી ગણે છે અને એટલે જ માટે મહિલા સરપંચ નહિ પરંતુ તમામ સદસ્યો પણ મહિલા સાથે પંચાયતો કારોભાર મહિલાઓએ સંભાળેલ છે. ગીર-સોમનાથ જીલ્લાના અક્ષર મહિલા બોડી ધરાવતા બાદલપરા ગામને મહિલા સરપંચ અને સભ્યોએ બનાવ્યું અત્યાધુનિક સુવિધા સજ્જ ગામને સજ્ઞાતિ દૃષ્ટીએ સીસીટીવી કેમેરાથી સજજ કર્યુ તો ઘરે ઘરે ઇન્ટરનેટના વપરાસ માટે આખા ગામને વાયફાઇ કનેકટીવીટી ઉપલબ્ધ કરાવેલ સ્વચ્છતા સુરક્ષા અને સુવિધાની દૃષ્ટીએ રાજયમાં નમુનેદાર તરીકે આવતુ બાદલપરા ગામ. જયારે મેટ્રો સીટી પણ સંપૂર્ણ પણે વાયફાઇ કનેકટીવીટી કે સીસીટીવી કેમેરાથી સજજ નથી ત્યારે કદાચ ગુજરાત ભરનું એક માંત્ર ગામમાં આ બંને અત્યાધુનિક સુવિધાથી સંપૂર્ણ સજજ છે. મહિલા શકિતનું અનેરૂ ઉદાકરણ પુરૂ પાડતા આ ગામના સરપંચ ભાવનાબેન બારડે જણાવેલ કે આજે વિશ્વ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહેલ છે ત્યારે અમારૂ ગામ કેમ પાછળ રહે ગામને ૧૦ થી વધુ સી.સી કેમેરાની ત્રિજી આંખથી સુરક્ષીત કરાવુ છે. તો ઘરે ઘરે ઇન્ટરનેટ માટે સંપૂર્ણ ગામને વાયફાયથી કનેકટીવીટીવી સજજ કરાયું છે. સ્વચ્છતા સુવિધા અને સુરક્ષા ધરાવતા બાદલપરા ગામમાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે વર્ષ ર૦૦૭માં આદર્શ ગામ બાદલ નિર્મળગામ ૧૦૦ ટકા સૌચાલય સહિતના એવોર્ડ આ ગામે હાસલ કરેલ છે આ ગામની મહિલા બોડીને પુરૂષો પણ પુરતું સમર્થન આપી વિકાસમાં મદદરૂપ બને છે. ગામમાં ધુમ્રપાન પ્રતિબંધ અને નિમય તોડનારને રૂ.પ૦૦ નો દંડ છે. સરસ્વતી નદીના કાંઠે વસેલુ બાદલપરા ગામની બાજુમાંથી પસાર થતી કપીલા નદીને સુંદર સરોવરમાં પરીવર્તીત કરી ત્યા તહેવારો સમયે નૌકા વિહાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તો બાળકો માટે રમણીય અને રમત ગમત સાધનોથી સજજ બગીચાઓનું નિર્માણ કરવામાં આવેલ ગામમાં દરેક મકાનો ભીત સુત્રો તેમજ આકર્ષક તૈલી ચિત્રો દોરેલ છેતેમજ સમગ્ર ગામને જયારે સામુહિક જાણકારી આપવાની હોય છે ત્યારે દરેક શેરી મહોલ્લામાં સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. ગામમાં એક પણ ગંદકી નજરે પડતી નથી ગામને મહિલો સતાધિશોએ વિજળી પાણી રસ્તા જેવી પ્રાથમીક સુવિધાથી વાયફાઇ અને સીસીટીવી કેમેરાથી સજજ કરી અત્યાધુનિક બનાવી નમુનેદાર ગામ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે. આ ગામમાં પૂર્વ ધારાસભ્ય અને આ ગામના ભગવાનભાઇ બારડના પ્રયાસોથી ૧પવર્ષ પહેલા સમગ્ર ગામના તમામ રોડ અને પંચાયતની જયા પડતર જગ્યા હતી તે તમામ જગ્યામાં લીમડા,  સહિત અને વૃક્ષો અને સુગંધીત ફુલો વાવવામાં આવેલ અને અંદાજીત પ હજાર જેટલા વૃક્ષો વાવેલ અને તેને જતન કરી અને મોટા કરવામાં આવેલ છે તેમજ ગામને અડીને કપીલા નદી પસાર થાય છે તેમાં વિશાળ સ્વ. ધાનાભાઇ માંડાભાઇ  સરોવાર બનાવવામાં આવેલ છે જેથી આજુબાજુની સીમના તળ ઉપર આવેલ અને ગામના ખેડુતોને સિચાઇ માટે આ તળાવમાંથી પાણી મળી રહી છે જેથી ગામના ખેડુતો અને સમગ્ર ગામ ખુશ અને નિરોગી જોવા મળે છે.

Advertisements

Comments are closed.