ATUL N. CHOTAI

a Writer

જાંબુવનની ગુફામાં ટપકતાં પાણીમાંથી સ્વયંભૂ રેતીમાં રચાતા શિવલીંગ

Jambuvan Gufa - Porbandar

Jambuvan Gufa – Porbandar

પોરબંદર : આદિત્યાણા પાસે આવેલી જાંબુવન ગુફાને દોઢ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી અંતિમ ચરણમાં છે. મહાભારતના સમય કાળથી ઐતિહાસિક બની રહેલી જાંબુવનની ગુફામાં ટપકતાં પાણીમાંથી રેતીમાંથી રચાતા શિવલીંગના દર્શન સહિતના આ મનોરમ્ય સ્થળની મુલાકાતે દરરોજ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આદિત્યાણા પાસે આવેલી જાંબુવન ગુફામાં ઉપરથી પાણીના ટીપાં અંદરની માટી અને રેતીમાં પડે છે ત્યારે અનેક સ્વયંભૂ શીવલીંગો રચાઇ જાય છે. આ સ્થળનો પ્રવાસન વર્ષમાં સમાવેશ કરી વિકાસ કર્યા પછી પ્રવાસીઓ અહીં વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે. આ સ્થળને દોઢ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી થઇ રહી છે. પોરબંદરના રાણાવાવ નજીક આવેલા પ્રાચીન જાંબુવતીના ભોંયરા સ્થળને રાજય સરકારે પ્રવાસન વર્ષ સમયે સમાવી લીધા બાદ ગુફાની અંદરમાં લાઇટ ફીટીંગ ઉપરાંત ગુફા સુધીના રોડ છે. ગુફા આજુબાજુના વિસ્તારનો પણ વિકાસ જેટ ઝડપે થયો હોવાથી લોકો અહીં સુંદર મજાનું પર્યટન સ્થળ પ્રાપ્ત થયુ છે. રવિવાર તથા રજાના દિવસોમાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે અને પ્રાકૃતિક સ્થળની મન ભરીને મોજ માણે છે. આ ઐતિહાસિક સ્થળે ધ્યાનકુટીર સહિત બાલ ક્રીડાંગણ અને નયનરમ્ય ફુવારા બનાવવા કામગીરી ચાલી રહી છે. ૭ જેટલી ધ્યાન કુટીરો બનાવવામાં આવી રહી છે જેમાં સાધકો ધ્યાન ધરી શકશે ઉપરાંત તેમાંની પાંચ કુટીરો પાણીની વચ્ચે રહેશે. બાળકો માટે બાલ ક્રીડાંગણ, નયનરમ્ય ફુવારો, મહેમાનો માટે ભોજનાલય તેમજ ગુફાદર્શન, ઘડીયાળનો રૃમ, રામેશ્વર સ્થાન સહિત અલગ અલગ જગ્યાએ યાત્રાળુઓ સરળતાથી જઇ શકે તે માટેની સુવિધા વધારવામાં આવી રહી છે.

Advertisements

Comments are closed.