ATUL N. CHOTAI

a Writer

સેવા ની સુવાસ પ્રસરાવતુ જેતપુરનું હરીઓમ ભોજનાલય… માત્ર ૧૦ રૂ.માં ભુખ્યા ‘ને ભોજન

અહેવાલ : કશ્યપ જોષી – જેતપુર ::: મોબાઇલ ૯૯૭૪૨ ૬૨૮૧૨

Hariom Bhojnalay - Jetpur

Hariom Bhojnalay – Jetpur

જેતલસર : જેતપુર ખાતે ખોડપરા વિસ્તારમાં શેરી નં. ડી – ૭ માં આવેલું હરીઓમ ભોજનાલય માત્ર રૂ. ૧૦ માં ભુખ્યા લોકોને ભોજન પીરસી ખરા અર્થમાં સેવાની સુવાસ પ્રસરાવી રહ્યું છે. જોશી બાપાના આશ્રમ તરીકે ઓળખાતા આ ભોજનાલયમાં દરરોજ બપોરે અનેક ભૂખ્યા લોકોની જઠરાગ્ની માત્ર દશ રૂપરડીમાં ઠારવામાં સુરેશભાઇ લાખાણી, ગીતાબેન લાખાણી અને નન્કુબાપુ સહિતના સતત પ્રયત્નશીલ રહે છે. સાથે સાથે આ સેવાયજ્ઞમાં વિનુભાઇ બાવીષા, મહેન્દ્રભાઇ દોશી, અનિલભાઇ કાછડીયા અને સ્વ. શારદાબેન મનસુખભાઇ ગઢિયા જેવા દાતાઓ સહયોગ પણ પ્રાપ્ત થઇ રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, દામજીભાઇ (કાળુભાઇ) જોશીએ પોતાના તમામ કામો પડતા મૂકી ભૂખ્યાની કળકળતી બળતી જઠરાગ્ની ઠારવા આરંભેલા સેવાયજ્ઞ થકી રોજ અનેક ગરીબ અને મધ્યવર્ગના લોકો ભરપેટ ભોજન આરોગી અંતરના આર્શિવાદ વરસાવી રહ્યા છે. આ અંગે કાળુભાઇ એ જણાવેલ કે, ભોજનના માસિક દાતા બનવા ઉપરાંત સ્વર્ગે સિધારેલા પૂણ્યાત્માઓની યાદમાં, લગ્ન, જન્મ કે અન્ય કોઇ તહેવારોની ઉજવણીમાં દેખાદેખી કરવાને બદલે જો લોકો આવા ભોજનાલાયોમાં બનતો આર્થિક સહયોગ આપતા થાય તો કરોડો પુણ્ય આ ધરતી પર જ મળતા જાય.

Advertisements

Comments are closed.