ATUL N. CHOTAI

a Writer

વડાપ્રધાન કાર્યાલયમાં પી.આર.ઓ. તરીકે જગદીશભાઈ ઠક્કર કાર્યભાર સંભાળે છે

Shree Jagdish  Thakkar PRO TO Primner Minister

Shree Jagdish Thakkar PRO TO Prime Minister

રાજકોટ  નવી દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પ્રથમ વખત જનસંપર્ક અધિકારીની જગ્યા ઉભી કરી શ્રી જગદીશભાઈ  ઠક્કર ની નિમણુક કરવામાં આવી  છે. ભારતમાં ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી પી. આર. ઓ. હોય તેવુ પ્રથમ વખત બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રી કાળમાં મીડિયા અને સરકાર વચ્ચેના સંપર્ક સેતુ તરીકે સંપૂર્ણ વિશ્વસનિય જવાબદારી નિભાવનાર જગદીશચંદ્ર ઠક્કરને વડાપ્રધાનના જનસંપર્ક અધિકારી તરીકે નિયુકત કર્યા છે. જગદીશભાઈ  ઠક્કર હાલ 77  વર્ષના છે  મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતાજગદીશભાઈ  ઠક્કર ર૦૦૪ માં માહિતી વિભાગમાં અધિક નિયામકપદ સુધી પ્રમોશન મેળવીને નિવૃત થયા બાદ પણ મોદીએ એમની સેવા યથાવત રાખી હતી. 28 વર્ષથી જગદીશ ઠક્કર ગુજરાતના મુખ્યમંત્રીઓના પીઆરઓ તરીકે રહી ચુક્યા છે અને મોદીની કાર્યપધ્ધતિથી જગદીશ ઠક્કર બખૂબી વાકેફ છે ભાવનગરના મુળ વતની અને ૧૯૬૬-૬૭ પછી માહિતી ખાતામાં સામેલ થનાર જગદીશભાઇ મુળ પત્રકાર હોવાના નાતે તેઓ સતત ન્યુઝની પાછળ રહેતા અને તેની ઝીણામાં ઝીણી વિગતો મેળવતાં. ફરજને વફાદાર નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે. મોદી ના દરેક જાહેર કાર્યક્રમોની સ્પીચ તૈયાર કરવામાં તથા તેનો પ્રસાર કરવામાં જગદીશ ઠક્કર મહત્ત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે. આમ તો વડાપ્રધાન કાર્યાલયમાં પીએમના એડવાઈઝર  જગદીશભાઈ ઠક્કર સાથે મોદીને મીડિયા સાથે સંબંધો બાંધવામાં ફાવટ આવી ગઈ હોવાથી આ કામ જગદીશ ઠક્કર જેવા માહિતી ખાતાના પૂર્વ અધિકારી સંભાળી રહયા છે. જે આપણા ગુજરાતીઓ માટે ઘણા ગૌરવ ની વાત ગણાય છે..

Advertisements

Comments are closed.