ATUL N. CHOTAI

a Writer

આ દીકરો બાળપણથી જ તેની માતાને મદદરૂપ બની રહયો છે

Gitaben - Rajkot

Gitaben – Rajkot

પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી આ ગુજરાતી કહેવત તસવીરને એકદમ અનુરૂપ છે. દીકરો નાનો હોય ત્યારથી જ માતા પિતાને ખ્યાલ આવી જતો હોય છે કે મોટો થઇને તે પોતાને સાચવશે કે નહીં..?? વૃધ્ધાવસ્થાની લાકડી બનશે કે નહીં..??

રાજકોટના રૈયા રોડ પર ઝીંઝરા વહેચતા ગીતાબેનને તેનો ધો. ૧ માં અભ્યાસ કરતો દીકરો બાળપણથી જ મદદરૂપ થઇ રહ્યો છે. મા એકલી મજૂરી કરતી હોય અને દીકરો તેને મદદ શા માટે ન કરી શકે..?? તે કહેવતમાં માનતા આ ટેણિયાએ પ્રેરણારૂપ કામ કરીને બેકાર બેસી રહેતાં યુવાનોને સંદેશો પણ પાઠવ્યો છે કે મા ને મદદ કરવાથી ઇશ્વર આપણને જરૂર મદદ કરશે.

Advertisements

Comments are closed.