ATUL N. CHOTAI

a Writer

હડિયોલમાં શ્વાનોને અગિયારસે શીરો અને પુનમે-અમાસે રોટલા મળે છે

Swan Ne Rotla

Swan Ne Rotla

સામાન્ય રીતે હિંદુ શાસ્ત્રોમાં અનેરુ મહત્વ દર્શાવાયુ છે ત્યારૈ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પ્રાણી પ્રેમીઓ તેમને ખવડાવીને અન્નદાનનું પુણ્ય મેળવે છે ત્યારે હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે વર્ષ 1985માં પૂજય જેશીંગબાપાની પ્રેરણાથી દર માસની અગિયારસે શ્વાન માટે 35 કિલો લોટમાં એક ડબો તેલ અને 15 કિલો ગોળ નાખીને શીરો બનાવાય છે. તેજ પ્રમાણે દર માસની પૂનમ અને અમાસે ગામની મહિલાઓ બાજરીના રોટલા બનાવીને શ્વાનના ટોળાઓને નિયમિત રીતે ખવડાવે છે. ગામમાં રહેતા લખાભાઇ અમીચંદભાઇ પટેલનું કહેવુ છે કે અમારા વડવાઓએ ભૂતકાળમાં કહેલા કાર્યોની પ્રેરણા લઇ અમો પ્રાણીઓને ખવડાવીએ છીએ. ગામની 35 થી વધુ મહિલાઓ દ્વારા કરાતા કાર્યમાં દાન આપવા માટે ગામલોકો આજે પણ ખૂબ ઉત્સુક છે.

Advertisements

Comments are closed.