ATUL N. CHOTAI

a Writer

સુરતમાં કિન્નરો પારીવારિક ઝઘડાઓમાં ન્યાય કરે છે

Kinnar Help Line in Surat

Kinnar Help Line in Surat

સુરતઃ શહેરમાં પારીવારિક ઝઘડાઓમાં સમાધાન કરાવીને પરીવારને તૂટતો બચાવા માટે કિન્નર સમાજ આગળ આવ્યો છે. તેમણે પોતાના જ મોબાઈલ નંબર પર હેલ્પલાઈન જેવી સેવા શરૂ કરીને અબળાને રક્ષણ આપવાનું બીડુ ઝડપ્યું છે. એક વર્ષથી શરૂ કરેલી આ સેવામાં તેમણે 60 કેસોમાં 30 કરતા વધુ પરીવારોને વિખૂટા પડતા અટકાવ્યા છે અને મહિલાઓને ન્યાય અપાવ્યો છે. કિન્નરોએ શરૂ કરેલી હેલ્પલાઈનમાં શહેરની એક સેવાભાવી સંસ્થા લોક સમસ્યા નિદાન કેન્દ્ર પણ પોતાનુ પુરૂ યોગદાન આપી રહી છે. સહારા દરવાજા વિસ્તારમાં આવેલા સાકાર કોમ્પ્લેક્ષમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રની ઓફિસમાં સુરત શહેરનાં કિન્નર સમાજનાં 60 જેટલા સભ્યોએ મહિલાઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. આ કિન્નર સમાજનાં પ્રમુખ શ્વેતા કુંવરનાં મોબાઈલ નંબર 073590 37369 અને 098794 40919 પર હેલ્પલાઈન શરૂ કરવમાં આવી છે. આ નંબર પર કોઈ પણ મહિલા તેની સાથે થઈ રહેલા અન્યાય વિશે રજુઆત કરીને મદદ માંગી શકે છે. કોઈ પણ મહિલાનો કોલ આવે પછી કિન્નરો ભેગા મળીને તે મહિલાને મળે છે અને તેને થઈ રહેલી તલીફોનું નિરાકરણ લાવવા કોશિષ કરે છે. જો સમસ્યાનો હલ નહિ આવે તો કાનૂની સલાહ પ્રમાણે મહિલાને ન્યાય અપાવવા કોશિષ કરે છે. સુરતનાં કિન્નર સમાજનાં સભ્યોમાં થોડા વર્ષ પહેલા વિસ્તાર માટે ઝઘડો થયો હતો. શહેરનાં અમુક વિસ્તારમાં દાપુ ઉઘરાવવાનાં મુદ્દે કિન્નર સમાજનાં બે ભાગ પડી ગયા હતા. આ ઝઘડામાં શ્વેતા કુંવર અને દીપા કુંવર નામનાં બે કિન્નરોએ ઘણુ બધુ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે કિન્નર સમાજનાં આ ઝઘડામાં વચ્ચે પડીને તેમની સમાધાન કરાવવા માટે કોઈ પણ આગળ આવ્યુ ન હતુ. તેમની વચ્ચે ઉભી થયેલી તકરારનુ નિરાકરણ લાવવા માટે શહેરમાંથી કોઈએ પણ તૈયારી બતાવી ન હતી. આથી કિન્નર સમાજનાં આજે પણ બે ભાગ પડેલા જોવા મળે છે. બસ આ ઝઘડામાંથી શ્વેતા કુંવરે પ્રેરણા લઈને તેમણે વિચાર્યુ કે જો કિન્નર સમાજમાં કોઈ સમધાન કરાવનાર નથી તો સમાજની મહિલાઓને શુ સ્થિતિ હશે. આથી સુરત શહેર અને સમાજમાં મહિલાઓની વ્હારે આવવાનુ તેમણે નક્કી કર્યુ અને પોતાના જ મોબાઈલ નંબર પરથી હેલ્પલાઈન શરૂ કરી દીધી. હેલ્પલાઈનનાં પ્રચાર માટે તેમણે પેમ્પલેટ છપાવીને શહેરનાં ખૂણે ખૂણામાં પહોંચાડ્યા છે. ઉપરાંત સમાજની તમામ મહિલાઓ સુધી તેમની હેલ્પલાઈનનો નંબર પહોંચે તે માટે તેઓ જ્યારે પણ પોતાના વિસ્તારોમાં દાપુ લેવા જાય છે ત્યારે પોતાની સેવાકિય પ્રવૃતિની પણ વાતે કરીને હેલ્પલાઈનનો પ્રચાર કરે છે.

Advertisements

Comments are closed.