ATUL N. CHOTAI

a Writer

અશક્ત વડીલોના ચહેરા ઉપર મુસ્કાન લાવવાનો એક અનોખો પ્રયાસ

Vijay Kandoliya - Bhavnagar

Vijay Kandoliya – Bhavnagar

ભાવનગર : પેરાલિસિસ, અપંગતા, માનસિક બિમારી જેવી તકલીફોથી પીડાતા નિ:સહાય વૃદ્ધોને જ્યારે ઘરમાંથી ધક્કો લાગે છે, ત્યારે તેઓની આંગળી પકડવાનું કામ ભાવનગરનું સેવાધામ કરી રહ્યું છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલું આ સેવાધામ નિ:સહાય વૃદ્ધ દર્દીઓનું નિ:શુલ્ક આશ્રયસ્થાન બન્યું છે. મોંઘવારીના સમયમાં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે પણ ડિપોઝીટ ભરવાની થાય છે અને ત્યારે મૂળ વ્યવસાયે ડોકટર એવા વિજય કંડોલિયાને વિચાર આવ્યો કે આવી કપરી પરિસ્થિતિમાં નિરાધાર વડીલોનું કોણ..? અને તેમણે ગુરૂકુળ પાછળની સોસાયટીમાં એક મકાન ભાડે લઈને આ પ્રકારના પીડિત લોકો માટે ઓમ સેવા ધામ આશ્રયસ્થાન બનાવ્યું. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ સેવાના ઈરાદાથી બિલકુલ નિ:શુલ્કપણે તેમની સેવા કરવાથી મંદિરે જવાની પણ જરૂરિયાત રહેતી નથી. દાતાઓ દ્વારા દાન મળી રહેતું હોવાથી આ વડીલોનો રહેવા-જમવા ઉપરાંત દવા – સારવારનો પણ ખર્ચ ઉઠાવી શકાય છે. જોકે હાલમાં મર્યાદિત ધોરણે ભાડાના મકાનમાં ૮  થી ૧૦  વ્યક્તિઓનો નિવાસ શક્ય બન્યો છે. ભવિષ્યે વધુ સેવાનો લાભ મળે તેવા હેતુથી મોટું આશ્રયસ્થાન બનાવવાનું આયોજન છે.

Advertisements

Comments are closed.