ATUL N. CHOTAI

a Writer

ગાંધીનગર ની આ ગુજરાતણે એરફોર્સની મહિલા પાંખનું નેતૃત્વ કર્યું

Sneha Shekhavat - Gandhinagar

Sneha Shekhavat – Gandhinagar

અમદાવાદ : રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હાજરીના કારણે દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઐતિહાસિક બની રહી હતી. અતિથી ઓબામાની ઉપસ્થિતિમાં યોજાયેલ એરફોર્સની પરેડની એક એવી ક્ષણ જે ગુજરાતીઓ માટે ઐતિહાસિક બની રહી હતી. વાયુસેનાની પરેડ દરમિયાન જ્યારે મહિલા પાંખની ટુકડી શિસ્તબદ્ધ પરેડ કરતી પસાર થઇ ત્યારે ખુદ વડાપ્રધાન મોદીની પણ છાતી એક ગુજરાતી તરીકે ગજ ગજ ફૂલી,. કારણ હતું કે, એરફોર્સની એ મહિલા પાંખનું નેતૃત્વ કરી રહી હતી એક ગૌરવવંતી ગુજરાતણ, આ ગુજરાતણ છે ગાંધીનગરની દિકરી સ્નેહા શેખાવત. ક્ષત્રિય સમાજમાંથી આવતા એરફોર્સનાં ફલાઇટ લેફ્ટનન્ટ સ્નેહા શેખાવતનાં પિતાનો પરીવાર મુળ રાજસ્થાન સિકર જિલ્લાનાં હરીદાસ ગામનો વતની છે. પિતા મહાવિરસિંહ શેખાવત સચિવાલયનાં સંવર્ગનાં અધિકાર તરીકે રહ્યા બાદ રાજયપાલનાં ૧૦ વર્ષ સુધી ઉપસચિવ રહ્યા બાદ વર્ષ  ૨૦૧૩  માં નિવૃત થયા છે.  નાનપણમાં જ સ્નેહાએ ૧૫ જેટલા કેમ્પ કર્યા હતા. પોતાનાં ક્ષાત્ર ધર્મ તથા દેશપ્રેમથી તેણીએ એરફોર્સનાં પાઇલોટ બનવાની મનોમન નક્કી કરી લીધું હતું. સ્નેહાએ ધાર્યુ હોત તો પ્રોફેસનલ પાઇલટ પણ બની શકી હોત. પરંતુ દેશ સેવાની તેણીની ધગસ તેણીને આટલા ઉંચા મુકામ સુધી લઇ ગઇ. ગાંધીનગરની રહેવાસી  સ્નેહા શેખાવતે આ પહેલા પણ  ૨૦૧૨ ની પરેડમાં એરફોર્સની ૧૪૪  પુરુષો અને ૪  મહિલાઓના સંયુક્ત દળનું નેતૃત્વ કરીને ભારતના ઈતિહાસમાં સ્વાતંત્રય  દિનની પરેડમાં સરંક્ષણ દળનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. સ્નેહા શેખાવત હાલ વડોદરા એરફોર્સમાં ફરજ બજાવે છે. સ્નેહાનાં પતિ સૌરભસિંહ પણ વડોદરા ખાતે એરફોર્સમાં જ સ્કોડ્રન લીડરનાં પદે નિયુક્ત છે. સ્નેહાનાં પિતા મહાવીરસિંહ, માતા જાગૃતિબા તથા ભાઇ અજીતસિંહ (સીએ) સહિતનો પરીવાર ગાંધીનગરના રાયસણ પાસે રહે છે. દેશદાઝની પ્રબળ ભાવના સાથે પ્રગતિના પંથો સર કરનાર સ્નેહાએ અત્યારસુધીમાં અનેક મેડેલો પણ જીત્યા છે. પરંતુ સ્નેહાની આ સિધ્ધિએ તેની સાથે જ ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું હતું. ગુજરાતની દિકરી વિશ્વના બે શક્તિશાળી નેતાઓ સામે એરફોર્સની મહિલા પાંખનુ નેતૃત્વ કરતી જોવા મળી હતી. તેમજ ગુજરાતીઓ માટે આ ક્ષણ ઇતિહાસના પાને કંડેરાઇ ગઇ હતી.

Advertisements

Comments are closed.