ATUL N. CHOTAI

a Writer

મોરબીનાં યુવાનો પાસે પ્લાસ્ટિકનાં ચલણી સિક્કાનો અનોખો સંગ્રહ છે

Plastic Coin - Morbi

Plastic Coin – Morbi

મોરબી  : વિશ્વભરમાં ચલણી સીક્કાને પ્લાસ્ટીકના મટિરીયલમાં ઢાળનાર એકમાત્ર દેશ ટ્રાન્સનિસ્ટ્રિઆ છે. તેના પ્લાસ્ટીકનાં ચલણી સીક્કાનો સેટ મોરબીનાં બે માસીયાઈ ભાઇઓ પાસે છે. આ સીક્કાની ખાસીયત એ છે કે, ચલણી નોટોની જેમ સીરીયલ નંબર પણ છે અને અનેક સિક્યોરીટી ફિચર્સ પણ છે. વિશ્વભરમાં પોલીમર પ્લાસ્ટિકની ચલણી નોટો ૪૯ દેશ બહાર પાડે છે પરંતુ પ્લાસ્ટીકનાં ચલણી સિક્કા બહાર પડાતા નથી. ઓગસ્ટ, સપ્ટેમ્બર – ૨૦૧૪માં રશિયાથી અલગ પડેલા તેમજ યુક્રેન અને મોલ્ડોવા દેશની વચ્ચે આવેલા સાત લાખની વસ્તીવાળા ટ્રાન્સનિસ્ટ્રિઆએ પ્લાસ્ટીકના ચલણી સીક્કા બહાર પાડયા છે. રૃબલ ચલણ તરીકે ઓળખાતા પોલીમર પ્લાસ્ટિકના સીક્કામાં સિક્યોરીટી ફિચર્સલેશ છે. સીક્કા પર લેસર પાડવાથી બેકગ્રાઉન્ડમાં ત્યાંના નેતાઓનો ફોટો રિફલેક્ટ થાય છે. ઝૂમ કરતા બેન્કનો લોગો રિફલેક્ટ થાય છે અને બેન્કનું નામ લખેલું બતાવે છે. તદ્ઉપરાંત દરેક સિક્કાના સીરીયલ નંબર પણ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આવા પ્લાસ્ટીકના સીક્કા મોરબીમાં રહેતા મિતેશ દવે (કાયદાશાસ્ત્ર ભણી રહ્યા છે) તેમજ તેના માસીના હુત્ર હાર્દિક દવે (અમદાવાદ) પાસે છે. તેમણે ટ્રાન્સનિસ્ટ્રિઆથી સિક્કા મંગાવ્યા છે. મિતેશ દવે પહેલેથી જ ચલણનો સંગ્રહ કરે છે. તેમની પાસે ૧૫ વર્ષથી સિક્કા, નોટો અને ટપાલ ટીકીટોનો સંગ્રહ છે. ભારતના દરેક ગવર્નરની નોટો, દરેક વર્ષનાં સીક્કા, ભારતીય સ્મારક સીક્કાઓનો અલભ્ય સંગ્રહ છે. રજવાડાના સીક્કા તથા રજવાડાની ટપાલ ટીકીટો પણ છે. ૧૧૨ દેશોના ૪૩૦ વિભીન્ન સીક્કાઓનો સંગ્રહ છે અને વિશ્વનાં ૭૦ દેશોની ૧૮૦ વિભીન્ન ચલણી નોટોનો સંગ્રહ છે.

Advertisements

Comments are closed.