ATUL N. CHOTAI

a Writer

પાટણની ખોડિયાર બચત બેન્ક બાળકો દ્વારા જ સંચાલીત છે

Child Bank in Patan

Child Bank in Patan

પાટણ: આ તસ્વીર કોઇ ક્લાસરૂમની નથી પણ સ્કૂલનાં બાળકોની બેન્ક છે તેમાં ક્લાર્કથી લઇને મેનેજર સુધી તમામ બાળકો છે. અને આ બાળકોએ બેન્કિંગમાં એવી પકડ જમાવી છે કે બેન્કનું બેલેન્સ 1.40 લાખ રૂપિયા જેટલું થઈ ગયું છે. તેનું સમગ્ર સંચાલન માત્ર ત્રીજાથી પાંચમા ધોરણનાં બાળકો જ કરે છે. આ બાળ બેન્કના અસ્તિત્વમાં આવવાનું કારણ પણ બાળકો જ છે. તેની  શરૂઆત એટલા માટે કરાઈ હતી જેથી કોઇ બાળક દર વર્ષે યોજાતા પ્રવાસથી વંચિત ન રહે. વાસ્તવમાં, ગુજરાતમાં દર વર્ષે વર્ષમાં એક વખત સ્કૂલનાં બાળકો માટે ક્યાંકને ક્યાંક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અનેક વખત ટોકન રકમ જમા ન કરાવવાના કારણે ઘણા બાળકો તેનાથી વંચિત રહી જાય છે. વરાણા પ્રાથમિક સ્કૂલના શિક્ષકોએ આ વાતની જાણકારી આપી હતી.આખરે 2011માં સ્કૂલના પ્રિન્સિપાલ મોહન પટેલે બાળ બેન્કની યોજના બનાવી. તેમણે બાકીના બધા શિક્ષકોને તૈયાર કર્યા. બધાએ વિચાર્યુ કે બેન્કિંગની ટ્રેનિંગ પણ થઇ જશે. આ રીતે 26 જાન્યુઆરી 2011ના રોજ સ્કૂલની બાળબેન્ક શરૂ થઇ. આ બાળબેન્કને ‘ખોડિયાર બચત બેન્ક’નું નામ અપાયું. હવે સ્કૂલનો એક પણ બાળક પ્રવાસથી વંચિત રહેતો નથી.

Advertisements

Comments are closed.