ATUL N. CHOTAI

a Writer

બેટી બચાવવાનો મેસેજ આપવા માટે સુરેન્દ્રનગર ના વિદ્યાર્થી ની અનોખી પહેલ

Save Girl Message in Egg

Save Girl Message in Egg

સમગ્ર દેશમાં સ્ત્રી અને પુરૂષોના રેશીઓમાં દિન – પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અનેક સ્થળોએ દિકરીઓને ગર્ભ પરીક્ષણ કરી મોતને ઘાટ ઉતારાય છે. જયારે અમુક જગ્યાએ દિકરીઓને જન્મતા વેંત જ દૂધ પીતી કરી મારી નાંખવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં રાજય સરકાર બેટી બચાવોનો નારો લગાવી દિકરીઓનું મહત્વ સમજાવી દિકરીઓને દિકરા સમોવડી ગણાવે છે. આવા સમયે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રહેતા અને રાણપુરની કોલેજમાં ડિપ્લોમા મિકેનીકલનો અભ્યાસ કરતા 20 વર્ષીય અમીત ચીમનલાલ મકવાણાએ બેટી બચાવો ઝૂંબેશને અનોખી રીતે શરૂ કરી છે. માઇક્રો આર્ટનો શોખ ધરાવતા અમીતે બે ઇંડા પર 500 થી વધુ વાર બોલપેનથી બેટી બચાવો લખી દિકરીઓને દિકરા સમોવડી ન ગણતા સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ અંગે અમીત ચીમનલાલ મકવાણાએ જણાવ્યુ કે, મને બાળપણથી જ નાની વસ્તુઓ બનાવવાનો શોખ છે. અગાઉ મેં નાના ગ્રીટીંગ કાર્ડ બનાવ્યા છે. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા 2 સે.મી.ના સાવરણા બનાવ્યા છે. ત્યારે 1 ઇંડા પર બોલપેનથી બેટી બચાવો લખી એવા 2 ઇંડા પર 500થી વધુ વાર બેટી બચાવો લખ્યુ છે. આ અંગે મેં ગીનીઝ બુક અને લીમ્કા બુકમાં પણ વાત કરી છે. માઇક્રો આર્ટ દ્વારા સોશ્યલ મેસેજથી લોકોને જાગૃત કરવાનો મારો પહેલો ધ્યેય આ આર્ટમાં સમાયેલો છે.

Advertisements

Comments are closed.