ATUL N. CHOTAI

a Writer

સ્વાઈન ફ્લુથી બચવા રાખવાની તકેદારી

સંકલન – રાજ જેઠવા, પ્રાદેશીક માહિતી બ્યુરો – પોરબંદર

સ્વાઇન ફલૂ રોગચાળો એ નવીન પ્રકારના H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો  ફેલાવો છે, જેનો વાતચીતની ભાષામાં “ સ્વાઈન ફલૂ ” તરીકે ઉલ્લેખ થાય છે. જો કે આ વાયરસ એપ્રિલ ૨૦૦૯માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું,  હળવાં લક્ષણોમાં તાવ, ગળાના સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો અને ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે. જેમનામાં આ લક્ષણો તિવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે: અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણા સાથે, હૃદયરોગ, રોગપ્રતિરક્ષા સાથે સમાધાન સાધેલ, ન્યૂરોડેવલપમેન્ટ સ્થિતિ સાથેના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ. આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કે તિવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે. આ જાતે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને ફલૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી ૩-૬ દિવસોમાં ખાસ કરીને થાય છે. અન્ય ઈન્ફલ્યુએન્ઝા વાયરસની જેમ H1N1 રોગ ખાસ કરીને શ્વાસના બિંદુઓ મારફત વ્યકિતથી વ્યકિતમાં ફેલાય છે.  લક્ષણો સામાન્ય રીતે ૪-૬ દિવસો સુધી રહે છે. તેથી ચેપને ફેલાવો અટકાવવા, આવાં લક્ષણોવાળી વ્યકિતઓને, શાળા, કામકાજ અને ભીડવાળાં સ્થળોથી દૂર ઘરમાં રહેવું એવી ભલામણ કરાય છે. વધુ તિવ્ર લક્ષણોવાળી વ્યકિતઓ અથવા જોખમવાળાં જૂથની વ્યકિતઓને એન્ટિવાયરલ (ઓસેલ્ટામિવિર કે ઝનામિવિર)થી લાભ થઈ શકે. શિયાળો ન પૂરો થાય ત્યાં સુધી ચેપ લાગી શકે છે.  આજે ઘણા બધા લોકો એવા છે જે સ્વાઈન ફ્લૂ વિષે જાણતા નથી. તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી છે.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે.. ?

એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- ૨૦૦૯ માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.  માર્ચ-૨૦૦૯ ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે ૬૫ વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા. એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસને બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.  બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે. ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની, વારંવાર ઉલટી થવી, ચાલી ન શકવું,  ક્રિયાપ્રતિક્રિયા ન આપવી, મુંઝવણ અને વારંવાર રડવું , તાવ અને શરદીનો ભોગ બનવું,  પૂરતું પ્રવાહી ન પીવું

વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો

શ્વાસ લેવામાં પરેશાની, પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ , ગભરાહટ , વારંવાર ઉલટી થવી, અચાનક ચક્કર આવવા

તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો..??

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

હું મારી જાતને આ બીમારીથી કેવી રીતે બચાવી શકું..??

દુ:ખ સાથે કહેવું પડે છે કે, અત્યાર સુધી એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યાર સુધી કોઈ દવા બહાર પડી નથી. કેટલાક લોકો ‘ટેમી ફ્લૂ’ નામની દવા જરૂર વાપરે છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગનું કહે છે કે, જ્યારે આ રોગના લક્ષણો મળી આવે ત્યારે આ દવાઓનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દર્દીઓએ અનુસરણ કરવું જોઈએ.  જ્યારે પણ ઉધરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો. શરદી-ઉધરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ધોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.  બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે. બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો , જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.

હુ કેવી રીતે જાણી શકું કે, હું સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છુ..??

તમે ખુદ ક્યારેય પણ નહીં જાણી શકો કે, તમે સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છો, કારણ કે, અગાઉ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂના દરદીમાં પણ એ જ ચિન્હો જોવા મળે છે જે મોસમી તાવના દરદીમાં જોવા મળે છે. માત્ર આરોગ્ય તંત્ર અને ડોક્ટરો જ તમારું ચેક અપ કરીને તમને જણાવી શકે છે કે, આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે કે, નહીં. છતાં પણ જો આપના મનમાં કોઈ શંકા સંશય હોય તો આપના લોહી અને કફના નમૂનાને તમે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી શકો છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ માથું ઉચકી રહેલા સ્વાઇન ફ્લૂના દર્દીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા રોગ સામે રક્ષણાત્મક પગલા સુચવાઇ રહ્યા છે  રાજ્ય સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂ ચેપથી ફેલાઇ નહીં તેટલા માટે તંત્રને સજ્જ કરાયું છે. રોગનો ચેપ ફેલાઇ નહીં તેની તકેદારી રાખવા માટે પગલા ભરવાની જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગને સૂચના આપી છે. રોગથી બચવા કેટલીક સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. જેનાથી પ્રાથમિક તબક્કે લક્ષ્ણોનો ખ્યાલ આવી જાય. જેમ કે શરદી-ખાંસી હોય ગળામાં તકલીફ, માથુ દુ:ખવું, તાવ આવતો હોય તો નજીકના તબીબ કે પાલિકાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. વધારે તાવ, ગળામાં દુ:ખાવો થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. લક્ષણો સ્વાઇન ફ્લુના છે. તેવી વ્યક્તિએ ભીડવાળી જગ્યાએ જવું નહીં, છીંક-ખાંસીમા મોઢા પર રૂમાલ રાખવો, વારંવાર હાથ સાબુથી ધોવા જોઈએ.

Advertisements

Comments are closed.