ATUL N. CHOTAI

a Writer

આજ ની દરેક વ્યક્તિઓએ પોતાના દેશ તથા ધર્મ માટે પોતાનું યોગદાન આપવું જ જોઈએ : શ્રી અલખગીરીબાપુ

થાનગઢ ના અલખ ફાઉન્ડેશનના ચેરમેન તથા બાર જ્યોતિલીંગની પગે ચાલીને યાત્રા કરનાર શ્રી અલખગીરીબાપુ ની પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશેષ મુલાકાત

Alakhgiri Bapu  and kishorbhai padhariya - Thangadh

Alakhgiri Bapu and kishorbhai padhariya – Thangadh

આજનો યુવાન એ આપણા દેશની ધરોહર છે અને આપણા દેશની દરેક વ્યક્તિઓએ પોતાના દેશ તથા ધર્મ માટે પોતાનું યથાયોગ્ય યોગદાન  આપવું જ જોઈએ  આવી ઉમદા શિખામણ આપનાર સ્વામીશ્રી અલખગીરી મહારાજ સુરેન્દ્રનગર નાં થાનગઢ ખાતે આવેલ અલખ ફાઉન્ડેશન નાં ચેરમેન છે તથા તેઓ વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્ય પણ છે.  તેઓ હિંદુ ધર્મ જાગરણ પ્રવૃત્તિ તથા સમાજ ઉપયોગી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે. અલખગીરી બાપુ નાંધુ પીપળીયા જે રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાનું ગામ છે  ત્યાં ના તેઓ વતની છે. છેલ્લા પચીસેક વર્ષથી સુરેન્દ્રનગરનાં લાખામાચી રોડ પર આવેલ શાંત અને કુદરતી વાતાવરણ વચ્ચે અલખમઢી નામના નાના આશ્રમમાં રહે છે અને મૂળ પાલનપુરના શ્રી શ્રવણગીરી મહારાજ તેઓના ગુરુ છે  અલખગીરી બાપુએ ૧૨ જ્યોર્તિલિંગની યાત્રા પગપાળા પણ કરેલ છે. અલખગીરી બાપુ સનાતન ધર્મ પરિષદ જે સંતો દ્વારા ચાલતું સંતોનું જ સંગઠન છે. જેના નેજા હેઠળ મુખ્ય જવાબદારી લઇ વિવિધ સામાજીક કાર્યો કરી રહયા છે

શ્રી અલખગીરી બાપુ વાંચનનાં ઘણાશોખીન છે., સાહિત્યને લગતી ઘણી બાબતો તેની પાસેથી જાણી શકાય છે. તેઓ આ પ્રવૃત્તિ સાથે  અલખ ફાઉન્ડેશનનાં નામે એક સંસ્થા પણ ચલાવે છે. જેના દ્વારા તેઓ લોકજાગૃતિ અને સામાજિક પ્રવૃતિઓ કરે છે. આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી  તરીકે શ્રી કિશોરભાઈ પઢારિયા જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓની સાથે મુખ્ય કાર્યકર્તા તરીકે શ્રી હિતેશભાઈ દવે, શ્રી ઇન્દ્રદાન ગઢવી, શ્રી મહેન્દ્રભાઈ ગઢવી સહિતના કાર્યકર્તાઓ સતત સાથે રહીને પ્રવૃતિઓ કરે છે.

૬૬ માં પ્રજાસતાક પર્વ નિમિતે  શ્રી અલખગીરી બાપુએ રાજકોટ ના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને એક વિશેષ મુલાકાત આપી હતી અને તમામ પ્રજાજનોને પ્રજાસતાક પર્વની શુભકામનાઓ આપી દેશ માટે પોતાનું યોગદાન આપવા શીખ આપી હતી. આ સમગ્ર મુલાકાત દરમ્યાન આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પઢારિયાનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ સંસ્થા અંગે વધુ માહિતી કે સંપર્ક માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી કિશોરભાઈ પઢારિયા :  મેનેજીંગ ટ્રસ્ટી – અલખ ફાઉન્ડેશન.
C/o. ફોરસાઈટ, ૪૧ – મનહર કોમ્પ્લેક્ષ, રેલ્વે સ્ટેશન રોડ,
થાનગઢ – ૩૬૩ ૫૩૦. (તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)
ફોન :  ૦૨૭૫૧ – ૨૨૧૪૪૬, મોબાઇલ :  ૯૪૨૭૦ ૪૫૪૪૬

Advertisements

Comments are closed.