ATUL N. CHOTAI

a Writer

માળીયા મિંયાણામાં શ્વાન અને બિલાડી વચ્‍ચે અદ્‌ભુત પ્રેમ જોવા મળે છે

Dog and Cat in maliya miyana

Dog and Cat in maliya miyana

મોરબી પાસે આવેલા માળીયા મિંયાણા ગામની કુંભારશેરીમાં રહેતાં ઘમાણી રફીકઅલી મૂળજીભાઇ ખીજા પરિવારના ઘરે એકબીજાના કહેવાતા જાની દુશ્‍મન શ્વાન અને બિલાડીનો પરિવાર બન્‍ને સાથે રહી મોજ મસ્‍તી કરી સાથે સંપીને જમે છે ત્‍યારે અત્‍યારના માહોલમાં ભાઇ – ભાઇના દુશ્‍મન બનીને બેઠા છે. પડોશીઓ સાથે પણ લોકોના વહેવાર નથી હોતા અને ધર્મના નામે કાળા માથાનો માનવી વેરઝેર ફેલાવીને દુશ્‍મની નોતરી રહ્યો છે ત્‍યારે અબોલ જાનવર જે ખરેખર શ્વાન અને બીલાડી વચ્‍ચે જાણે કે વર્ષોથી પરંપરાગત દુશ્‍મની ચાલતી હોય છે. છતાં પણ શ્વાન અને બિલાડીનાં બચ્‍ચાં સાથેનો પરિવાર એકબીજાની સાથે હળી મળીને મોજ મસ્‍તીથી રહીને લોકોને અમન-શાંતિ અને દુશ્‍મની ભુલાવીને એકતાથી રહેવાની પ્રેરણા આપતી હોય તેવા દૃશ્‍યો પરથી જોવા મળી રહ્યું છે.

Advertisements

Comments are closed.