ATUL N. CHOTAI

a Writer

શુ સ્વાઇન ફ્લુથી આટલુ ડરવાની જરૂર છે..??

Swine Flu Treatment

Swine Flu Treatment

:: માહિતી ::
રાજ્વૈદ્ય દિનેશચંદ્ર એચ. પંડ્યા
(મેડિકલ સુપ્રિંન્ટેન્ડ્ન્ટ)
અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલ,
ભદ્ર, અમદાવાદ

આજના દિવસમાં સ્વાઇન ફ્લુ થી કોણ અજાણ છે..?? સમગ્ર હિંદુસ્તાન આજે સ્વાઇન ફ્લુના ભયના ઓથારમાં છે. પરંતુ શુ સ્વાઇન ફ્લુથી આટલુ ડરવાની જરૂર છે..??  શુ સ્વાઇન ફ્લુ અત્યંત ઘાતક છે..?? જવાબ છે ના તો ચાલો આધુનિક અને આયુર્વેદ એમ બન્ને દ્રષ્ટિકોણથી સ્વાઇન ફ્લુને સમજવાનો પ્રયાસ કરીએ.

વીકીપીડીયામાં આપેલી માહિતિ અનુસાર ડુક્કર દ્વારા માણસોમાં પ્રસરેલા સ્વાઇન ફ્લુ સૌ પ્રથમ ૨૦૦૯માં અમેરિકામાં નોધાયો. ૨૦૧૫માં હિંદુસ્તાનમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના ૧૦૦૦૦ કેસ નોધાયા છે અને તેમાંથી ૬૬૦ ના મૃત્યુ થયા છે અને ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણામાં વધુ ફેલાયેલ છે. (જમવાનાં શોખીન વ્યક્તિઓ વાળા રાજ્યો )

સ્વાઇન ફ્લુનાં લક્ષણો સામાન્ય રીતે જેને આપણે ઇનફ્લુએંઝા- ફ્લુનાં તાવ  તરીકે ઓળખીએ છીએ તે જ પ્રકારનાં હોય છે. આમાં તાવ, ખાંસી, ગળુ છોલાંવુ, શરીર તુટવું, દુખવું, માંથુ દુખવું, ઠંડી લાગવી, શરીરમાં શારીરિક અને માનસિક થાક વરતાવો, ભુખ ના લાગવી, આળસ, સુસ્તી વગેરે લક્ષણો ફ્લુ અને સ્વાઇન ફ્લુનાં હોય છે. પરંતુ સ્વાઇન ફ્લુમાં ક્યારેક શ્વાસ-દમ ચડવો તો ક્યારેક ઝાડા અને ઉલટી વગેરે લક્ષણો થાય છે અને ન્યુમોનિયા, અથવા રેસ્પિરેટરી સિસ્ટમ ફેઇલ થવાના કારણે તો ક્યારેક વધુ પડતા ઝાડા અને ઉલટી થવાના કારણે, શરીરમાંથી પાણી ઓછું થઇ જવાથી ડિહાયડ્રેશન થવાના કારણે, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલિત થવાના કારણે, કિડની ફેઇલ થવાના કારણે મૃત્યુ થાય છે. પરંતુ સમયસર આની સારવાર કરાવવાથી આ તાવથી મરણ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

આયુર્વેદના દ્રષ્ટિકોણથી આ તાવનો વિચાર કરીએ તો આને કફજવાત જ્વર તાવ તરીકે ઓળખી શકાય. આ તાવમાં તાવ, અરુચિ, સાંધામાં પીડા, માથું દુખે, શરદી સળેખમ, શ્વાસ-દમ ચડવો, ઉધરસ, ઝાડો પેશાબની કબજિયાત, ટાઢ વાય, ઠંડી લાગે, શરીરમાં જડતા લાગે, આંખે અંધારા આવવાં અને સુસ્તી, ખોરાક ભોજન ઉપર અરુચિ વગેરે લક્ષણો અષ્ટાંગહ્યદય અને ભાવપ્રકાશમાં કફજવાત જ્વરનાં લક્ષણો આ રીતે બતાવ્યાં છે જે સ્વાઇન ફ્લુનાં લક્ષણો સાથે ઘણાં બધાં મળતાં આવે છે. અત્યારનો સમય  ઋતુ સંધિ કાળનો છે. શિયાળો વિદાય લઇ રહ્યો છે અને ઉનાળાનું આગમન થઇ રહ્યું છે આ સમયગાળો પણ  ઋતુ સંધિ કાળ  છે અને તદઉપરાંત આ હેમંત ઋતુની શરૂઆત છે. આ સમયગાળામાં શરીરમાં રહેલો કફ ખૂબ પ્રમાણમાં કોપે છે અને આ સમયે કફ વધુ કોપે તેવા ખોરાકો અને જીવન પધ્ધતિ આ તાવનું મુખ્ય કારણ બની જાય છે. મારા  દ્રષ્ટિકોણથી સ્વાઇન ફ્લુ કફજવાત જ્વર થી બચવા માટે નિચે મુજબની સાવચેતી રાખવી જોઇએ.

શું ના કરવું.. ??

(1) સ્વાઇન ફ્લુનો ભય રાખવો નહીં પરતું કાળજી અવશ્ય રાખવી. ભય રાખવાથી ઓજ ઘટે છે અને ઇંફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે (2) બપોરે ઉંઘશો નહીં (3) પચવામાં ભારે ખોરાકો  જેમકે જંક ફુડ, ફાસ્ટ ફુડ, મિઠાઇ, ફરસાણ અને શાક  ખાવાં નહીં (4) કોલ્ડ્રિંક્સ, બ્રેવરિજ, લસ્સી, છાસ, ફ્રિઝનું પાણી વગેરે પીવાં નહીં (5) વધુ પડતો પવન આવે તેવી જગ્યાએ ના જવું નહીં (6) મોડી રાત સુધી જાગશો નહીં (7) માનસિક અને શારીરિક શ્રમ એવોઇડ કરો

શું કરવું જોઇએ..??

(1) દેશી ગાયનાં ઘી ના બે બે ટીંપાં બન્ને નાકમાં દિવસમાં એકથી બે વાર નાખવાં (2) દેશી ગાયનું દુધ પીવું આથી ઓજ વધે છે (3) દેશી ગાયના ઘીનો અખંડ દિવો રાખવો (4) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું (5) શક્ય હોય તો આયુર્વેદમાં બતાવેલાં દિનચર્યા જીવન પધ્ધતિ નું પાલન કરવું (6) શક્ય હોય તો આયુર્વેદમાં બતાવેલાં આહાર  શું ખાવું શું ન ખાવું વગેરે નિયમોનુ પાલન કરવું (7) મગની દાળ અને રોટલી, મગની દાળની ખિચડી, જેવા સહેલાઇ થી પચી જાય તેવાં ખોરાક ખાવાં (8) વધુમાં વધુ  બે વખત જમવું, નાસ્તો બીલકુલ ના કરવો (9) રહેવાની અને કામ કરવાની જગ્યાએ ગુગળ અને લિમડાનાં પત્તાં નો ધુપ કરવો (10) રહેવાની અને કામ કરવાની જગ્યાએ જ્યાં જ્યાંથી પવન આવતો હોય તે તે જગ્યાએ લિમ્બડાની પત્તા સહિતની ડાળીઓ લટકાવવી અને દર ચોવીસ કલાકે બદલવી.


દવાના પ્રયોગો :
( બતાવેલ તમામ પ્રયોગનાં માપ એક વ્યક્તિ માટે છે) (1) કપૂર , ઇલાયચિ, લવીંગ અને લસણ સરખા પ્રમાણમાં લઇ ચૂર્ણ પાઉડર બનાવી તેની પોટલી બનાવો અને તેને વારંવાર સૂંઘવી (2) ૧૫ તુલસીનાં પાન ૪ ગ્રામ ત્રિકટુ ( સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપર સરખા ભાગે) અથવા ફક્ત ૮ ગ્રામ સૂંઠ પાવડર બે લીટર પાણીમાં નાખી દોઢ લીટર પાણી રહે ત્યાં સુધી  ઉકાળો અને પછી તેને ગરમ રહે તેવા વાસણમાં ભરી રાખો અને જ્યારે પીવું હોય ત્યારે ગરમ ગરમ પીવું (3) ૧૫ તુલસીનાં પાનનો રસ, ૪ ગ્રામ હળદર અને ૪ ગ્રામ ત્રિકટુ (સૂંઠ કાળાં મરી અને લીંડીપીપર સરખા ભાગે) એક થી બે ચમચી મધ મેળવી દિવસમાં એક વાર સવારે લેવું.  આ પ્રયોગ અવશ્ય કરવો (4) દસમૂળ ક્વાથ ૫૦૦ ગ્રામ, ભારંગ્યાદિ ક્વાથ ૫૦૦ ગ્રામ  અને ત્રિકટુ (સૂંઠ કાળાં મરી અને લીંડીપીપર સરખા ભાગે)  ૧૦૦ ગ્રામ બધું ભેગું કરી તેમાંથી ૧૦ ગ્રામ પાવડર (અંદાજીત એક ચમચી ) લઇ ૧૬૦ એમ. એલ ( અંદાજીત એક ગ્લાસ ) પાણીમાં ૧૨ કલાક પલળવા દો ત્યાર બાદ તે પાણી ચોથા ભાગનું રહે ત્યા સુધી ઉકાળી ગાળી દિવસમાં એક વાર લેવું (5) અરડુસી ૧૦૦ ગ્રામ ભોય રીંગણી ૧૦૦ ગ્રામ ગળો ૧૦૦ ગ્રામ  હળદર ૧૦૦ ગ્રામ  જેઠી મધ ૨૫ ગ્રામ કાળા મરી ૨૫ ગ્રામ બધું ભેગું કરી તેમાંથી ૧૦ ગ્રામ પાવડર (અંદાજીત એક ચમચી ) લઇ ૧૬૦ એમ. એલ (અંદાજીત એક ગ્લાસ ) પાણીમાં ૧૨ કલાક પલળવા દો ત્યાર બાદ તે પાણી ચોથા ભાગનું રહે ત્યા સુધી ઉકાળી ગાળી દિવસમાં એક વાર લેવું (6) અરડુસી ૧૦૦ ગ્રામ, ભોંય રીંગણી ૧૦૦ ગ્રામ, ગળો ૧૦૦ ગ્રામ, હળદર ૧૦૦ ગ્રામ, સૂંઠ ૧૦૦ ગ્રામ, સુદર્શન ચૂર્ણ ૧૦૦ ગ્રામ, જેઠીમધ ૨૫ ગ્રામ, કાળા મરી ૨૫ ગ્રામ, હળદર ૨૫ ગ્રામ બધું પાઉડર બનાવી ભેગું કરી તેમાંથી ૫ ગ્રામ (અંદાજીત અડધી  ચમચી) દિવસમા બે વાર નોંધ :  ઉપાય નં ૧ , ૨ અને ૩ અવશ્ય કરવા બાકીનામાં થી ગમેતે એક ઉપાય કરવો. આમ છતાં સ્વાઇન ફ્લુ થાય અથવા તેવુ લાગે ત્યારે તો ફક્ત સૂંઠનું પાણી પી ને ઉપવાસ કરવામાં આવે અને સાથે સાથે આયુર્વેદના નિષ્ણાત પાસે સારવાર કરાવવાથી સરસ પરિણામ આવે છે.

Advertisements

Comments are closed.