ATUL N. CHOTAI

a Writer

કરજણ ગામના બંધ મકાનમાં તસ્કરો માટે બોર્ડ ઘર પર લગાડ્યું

Notice in Home

Notice in Home

આ ઘર  વેકેશનમાં જ ખુલે છે જેથી આ ઘરમાં સોનું ચાંદી પૈસા કપડાં વગેરે નથી એટલે આ ઘરના તાળા તોડવા નહીં. આમ બંધ મકાનને તસ્કરો ટાર્ગેટ બનાવતાં હોય છે અને ઘરમાં કશી ચીજવસ્તુ ન હોવા છતાં તાળા તોડીને નુકસાન પહોંચાડતાં હોવાથી મકાન માલિકે આખરે તસ્કરોને નોટિસ આપતું બોર્ડ ઘર પર લગાવ્યુ છે. દરેક લોકો પોતાના ઘર પર ઘર પાસે પાર્કંગ કરવું નહીં, ઘરમાં કુતરાઓ થી સાવધાન, ઘરની દિવાલો પર જાહેરાત કે લખાણ  લખવું નહીં. ફેરિયાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં આવી નોટિસ આપતાં બોર્ડ લખેલા હોય છે પરંતુ કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ શ્રીપાલ નગર સોસા.ના મકાન નં. ૮  જે મકાન કાયમ માટે બંધ રહે છે માત્ર આ ઘર વેકેશનમાં અને રજાના દિવસોમાં જ ખુલે છે. જેથી મકાનમાં કોઇ કિંમતી સામાન રાખતા નથી પરંતુ ચોરો મકાનના તાળા તોડીને બારી દરવાજાને નુકસાન ન પહોંચાડે એ માટે આ મકાનના માલિકે ચોરોને નોટિસ કરતું બોર્ડ લગાવેલ છે અને લખેલ છે કે ચોર લોકોને જણાવવાનું કે આ ઘર હોલીડે હોમ છે એટલે રજાઓમાં રહેવાનું ઘર આ ઘરમાં સોનું ચાંદી પૈસા કપડાં વગેરે નથી આથી ઘરના તાળા તોડવા નહીં અમે બહારગામ રહીએ છીએ ફક્ત રજાઓમાં આવીએ છીએ  આવી ચોરોને ઉલ્લેખીને નોટિસ બોર્ડ લગાવેલ છે આમ ચોરો દ્વારા મકાનના દરવાજા બારી તોડીને જે નુકસાન પહોંચાડે છે તેમ તોડવાની ખોટી મહેનત કરે એ માટે બોર્ડ લગાડવામાં આવેલ છે.

Advertisements

Comments are closed.