ATUL N. CHOTAI

a Writer

ભાવનગરની સ્વામી નિર્દોષાનંદ હોસ્પીટલમાં તમામ રોગની સારવાર અને દવા મફતમાં આપવામાં આવે છે

Nirdosand Hospital Bhavnagar

Nirdosand Hospital Bhavnagar

રસનાળ : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પીટલમાં તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં  આવે છે. એટલું જ નહિ દવા અને દર્દીના સગા સંબંધીઓને નિવાસ ભોજનની વિનામુલ્યે વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી કાર્યરત આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. બધા મળીને કુલ ૯૫૦૦ સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમજ ૨૭૦૦ થી વધુ પ્રસુતીઓ કરવામાં આવી હતી. હોસ્પીટલમાં વિવિધ રોગના ૧૮ દાકતરો સેવા આપે છે. ઉપરાંત ૧૫ તજજ્ઞા દાકતરો વિઝીટર ડોકટર તરીકે સેવા આપે છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પીટલ ખાતે રોજ ૬૦૦ જેટલા દર્દીઓ તેમના સગા સંબંધીઓ ઉત્તમ પ્રકારનું નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. ઉનાળાના સમયમાં આસપાસના લોકો માટે ટ્રસ્ટ દ્વારા મફત છાશ કેન્દ્ર શરૃ કરવામાં આવે છે. એટલું જ નહિં અમેરિકા સ્થિત અને ભારતના ૩૦ હજાર ડોકટરનું પ્રતિનિધીત્વ કરતી સોસાયટી અમેરિકન એસોસીએશન ઓફ ફિઝીશનય ઓફ ઈન્ડિયા યુ.એસ.એ. ના પ્રમુખ ડો. જહાંગીરે આ હોસ્પીટલની મુલાકાત લઈને ચાલતા સેવાયજ્ઞથી પ્રભાવિત થયા હતા. પરોપકાર જીવન જીવવાના પ્રખર હિમાયતી અને જીવમાત્રના હિતચિંતક પૂ. સ્વામી નિર્દોષાનંદની પ્રેરણા અને આશીર્વાદથી તેમજ દાતાઓના સહયોગથી છેલ્લા ચાર વરસથી આ હોસ્પીટલ એક આરોગ્ય મંદિર બની ગઈ છે. આ હોસ્પીટલમાં કુલ ૭૫ કર્મચારીઓ ફરજ બજાવે છે. આ હોસ્પીટલ નું સરનામું નીચે મુજબ છે.

સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પીટલ,
મુ – પોસ્ટ : ટીંબી, પીનકોડ – ૩૬૪ ૩૨૦
( તાલુકો – ઉમરાળા, જીલ્લો – ભાવનગર)
ફોન : ૦૨૮૪૩ – ૨૪૨૪૪૪ – ૨૪૨૦૪૪,
ઇ – મેઈલ : nirdoshhealth@yahoo.com,
વેબસાઈટ : www.nirdoshhealth.org  

Advertisements

Comments are closed.