ATUL N. CHOTAI

a Writer

૫૦ વર્ષનુ એક વૃક્ષ અઢી લાખ રૃપિયાનો ઓક્સિજન આપે છે

Save Tree

Save Tree

ભાવનગર  : આપણુ સમગ્ર જીવન વૃક્ષ સાથે જોડાયેલું છે. જગદિશચંદ્ર બોઝે તો વનસ્પતિમાં જીવ છે તેવું સાબિત કરેલુ. પ્રાચિનકાળથી આપણે પીપળો, તુલસીનું પૂજન કરતા આવ્યા છીએ. સમય વિશ્વમાં પણ વૃક્ષ અને વનનું મહત્વ સમજી ઈ.સ. ૧૯૭૨ થી ૨૧ મી માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાાનિક તથ્ય એ છે કે ૨૧ મી માર્ચનો દિવસ તથા રાત્રિનો સમય એક સરખો રહે છે. આ દિવસે સૂર્ય વિષુવવૃત ઉપર આવે છે. વસંતનું આગમન આ દિવસે થાય છે. ગઢડાના વાચક મનીષ રાજયગુરૃના જણાવ્યાનુસાર વિશ્વ વન દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વમાં ઘટી રહેલા વન પ્રત્યે જાગૃતી લાવવાનો છે. પ્રકૃતિનું શોષણ કરી જગતના માનવીઓએ વિકાસના નામે પ્રગતિના નામે વનનો વિનાશ વેર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષનો ઉપકાર માનવાનો મહિમા છે. વૃક્ષ ઉછેર તથા વન રક્ષણ લોક જીવનનો એક ભાગ બને તે જરૃરી છે. પ્રો.દાસ પોતાના સંશોધન પત્રમાં લખે છે. ૫૦ વર્ષનું એક વૃક્ષ પોતાના જીવનકાળ દરમિયાન અઢી લાખ રૃપિયાનો ઓક્સિજન, અઢી લાખની જમીનની ફળદ્રુપતા, ૩ લાખનું જળ સિંચન, અઢી લાખ પક્ષી તથા પ્રાણી માટેનું રહેઠાણ, ૫ લાખનું પ્રદુષણ કંટ્રોલ કરી ૧૫ લાખ રૃપિયાનો લાભ માનવ જીવન માટે કરે છે. વૃક્ષ માનવ સમાજ માટે વરદાનરૃપ છે. કુદરતી ચક્રોમાં કાર્બન ચક્રમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી ન જાય તે માટે વૃક્ષો અત્યંત ઉપયોગી છે. કારણ કે વાહનો, ઉદ્યોગો, કારખાના, અરિજાબળતણ, કોહવાટ વાતાવરણમાં ઝેરી વાયુનું પ્રમાણ વધારે છે, જ્યારે વૃક્ષ આવા ઝેરી વાયુને ખોરાક બનાવી પ્રકૃતિનું સમતોલન જાળવી રાખે છે. ગ્લોબલ ર્વોિમગનું જોખમ હળવુ બનાવે છે. પૃથ્વીને ગરમ થતી અટકાવે છે. ઋતુ ચક્રને નિયમિત રાખે છે.

ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે ૧૯૪૯માં ભારત સરકારના વન મંત્રી અને ગુજરાતના પનોતા પિત્ર કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૃઆત કરી વૃક્ષ ઉછેરના ભગીરથ કાર્યની શરૃઆત તેમના હાખથે થઈ હતી. એક સર્વક્ષણ પ્રમાણે વિશ્વના વનમા દર વર્ષે એક ટકા જંગલ ઘટે છે. ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના ૧૦ ટકા જંગલ છે. પર્યાવરણની સમતુલા માટે ૩૩ ટકા જંગલ હોવા જોઈએ. ઉપરાંત ઉદ્યોગો, કોકેરીંના જંગલો વધતા શહેરીકરણનું પ્રમાણ ગુજરાતને વિનાશ તરફ લઈ જઈ રહ્યું છે. ગુજરાતમાં રસ્તાઓ પહોળા બનાવવાનું મોટુ અભિયાન ચાલે છે. ત્યારે રોડના કિનારે આવેલા સેકડો વૃક્ષોનું નિકંદન નિકળી જાય છે. ગઢડામાંથી પસાર થતો પિપાવાવ અંબાજી પ્રતિપથ ૧ કિનારે વૃક્ષોને જમીનમાંથી કાઢી ટ્રાન્સપ્લાન્ટ કરી પુનઃજીવન આપી શકાયુ હોત. તાજેતરમાં રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પરના મહાકાય વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરી ધર્મેન્દ્રસિહજી કોલેજના કંપાઉન્ડમાં વન બનાવવામાં આવ્યુ છે લોક જાગૃતિ વૃક્ષ બાવવામાં જરૃરી છે. આવો આપણે સાથે મળી લીમડો, વડ જેવા કુદરતી ઔષધિ ગુણ ધરાવતા વૃક્ષને બચાવી નવા વનનું નિર્માણ કરીએ. કોમન પ્લોટમાં વૃક્ષ વાવી આપણા શહેરને સ્વચ્છ તથા ગ્રીન બનાવીએ.

Advertisements

Comments are closed.