ATUL N. CHOTAI

a Writer

પાકિસ્તાનની સરહદને અડીને માનવી માટે લગાવેલી વાડ પણ પક્ષીઓને રોકી શકતી નથી

Pakistan Border

Pakistan Border

ભુજ : ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદો હંમેશાં એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે પણ હાલે એક પ્રમાણમાં સારા કહી શકાય તેવા સમાચાર આ સીમાડેથી આવી રહ્યા છે. માણસો માટે ભલે આ સીમા લગભગ નો મેન્સ ઝોન હોય પણ કચ્છ અને પાકિસ્તાનના આકાશમાંથી ઉડાઉડ કરતા સાક્ષાત દેવદૂત સમા પંખીઓ માટે કોઈ સીમાડા નથી. બન્ને દેશો વચ્ચે લાગેલી સરહદરૂપી કાંટાળી વાડ ઓળંગવા આ પંખીઓને કોઇ વિઝા કે પાસપોર્ટની પણ જરૂર પડતી નથી. અહીં ફેન્સીંગ જરૂર છે પરંતુ તેની નીચે પાણીના અવર-જવર માટે જે રસ્તો બનાવ્યો છે તેમાંથી બતક અને અન્ય પક્ષીઓ આરામથી ગણતરીની સેક્ધડમાં બન્ને દેશોની વચ્ચે સફર કરે છે. ભારત- પાકિસ્તાનમાં કચ્છ અને સિંધમાં જે વિસ્તાર આવેલો છે તેમાં સિંધ તરફનો વિસ્તાર કચ્છની સરખામણીએ ઉંચો છે અને ત્યાંથી નદીઓના વહેંણ પણ આવેલા છે. મીઠા પાણીની નદીઓના વહેંણ દરીયામાં ન જતા રહે તેના માટે પાકિસ્તાને ટાઇડલ લીંક બનાવી જેને ત્યાંના સ્થાનીક લોકો અલ્લાહ બંધ તરીકે ઓળખે છે. પરંતુ કુદરતનો કહેર કહો કે ગમે તે ભૂકંપને કારણે દરિયા તરફ જતું પાકિસ્તાની નદીઓનું પાણી કચ્છ તરફથી ઉંચુ થઇ જતાં તેનો પ્રવાહ પલટાઈને પાકિસ્તાન તરફ થઇ જવા પામ્યો છે. કચ્છના ખાવડા નજીકના ઇન્ડિયા બ્રીજ પાસેની સરહદી સલામતી દળની વિઘોકોટ ચોકીથી આશરે દશેક કિલોમીટર દૂર શકુર તળાવ આવેલું છે .મોટા રણવિસ્તારમાં ફેલાયેલા આ શકુર લેકમાં પેલીકન સહિતના દેશ-વિદેશના પંખીઓને કલરવ કરતાં જોવાં મળે છે. કચ્છના જાણીતા પક્ષીવિદ શ્રી નવીન બાપટના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમય થી શિયાળાની ઋતુ દરમ્યાન કચ્છના નખત્રાણા તાલુકાના ધીણોધર ડુંગર પાસે આવેલા છારીઢંઢ ખાતે પક્ષીઓ આવતા હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી અહી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જ્યારે સીમા પરના શકુર તળાવમાં પક્ષીનું આવાગમન વધી જવા પામ્યું છે.

Advertisements

Comments are closed.