ATUL N. CHOTAI

a Writer

અમદાવાદ ના આ ‘રોટલા કેન્દ્ર’માં દરેક વ્યકિતને નિઃશુલ્ક કૂતરાઓને ખવડાવવા માટે રોટલા બનાવી આપવામાં આવે છે

Food Center For Dog - Thaltej

Food Center For Dog – Thaltej

‘કારુડી કુતરીને આવ્યા ગલુડિયા,ચાર કાબરાને ચાર ભૂરીયા રે લોલ’…રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના આ લોકગીતનાં માધ્યમ દ્વારા ગામડાના લોકોનો  કુતરા પ્રત્યેનો પ્રેમ અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવી છે. ગામડામાં જયારે કુતરીને ગલુડિયા આવે છે ત્યારે બાળટોળકી હિલોળે ચડે છે. ઘરે ઘરે ફરીને ઘઉં,ઘી,ગોળ જેવી વિવિધ વસ્તુઓનું ઉઘરાણું કરીને કુતરીને ગરમ ગરમ શીરો બનાવી ખવડાવે છે. કુતરાને ખવડાવાથી ક્યારે ઘરમાં અન્નની કમી રહેતી નથી આવી માન્યતા હોવાથી ગામડાના લોકો કુતરાને ઘરના સભ્યની જેમ જ પાળે છે. પણ આજે દિવસેને દિવસે મોટા શહેરોની આજુબાજુના ગામડાઓ ભાંગીને શહેરી વિસ્તારોમાં સમાવેશ થઈ રહ્યાં હોવાથી વાડી વિસ્તામાં રહેતા,ગામમાં રહેતા રખડતા કુતરાઓની હાલત કફોડી બની છે. રખડતા કૂતરાઓ ભૂખ્યા મરે  તેવી પરિસ્થિતિનું સર્જન થયુ છે.આવા સમયે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં ભાસ્કરભાઈ પટેલ,મહેશભાઈ પટેલ અને ઉમેશભાઈ પટેલ એમ ત્રણ મિત્રો દ્વારા રખડતા કૂતરાઓ માટેનું એક  અનોખુ ‘રોટલા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યુ છે.જે રખડતા કૂતરાને બાજરીના રોટલા બનાવીને ખવડાવવાનું ભગીરથી કામ દરરોજ સવારે ૫ વાગ્યાનો ટકોરો વાગતા જ કરવા લાગે છે. અમદાવાદ શહેરના થલતેજ ગામમાં આ રખડતા કૂતરાઓ માટેનું આ અનોખું ‘રોટલા કેન્દ્ર ચાલે છે જયા દરરોજના ૭૦૦ જેટલા રોટલા ત્રણ મહિલાઓ  દ્વારા સવારે પાચથી ૯ વાગ્યા સુધી બનાવવામાં આવે છે. કડી, મહેમદાબાદ, હાંસોલ, ઓઢવ જેવા ગામોમાં આ રોટલાનું વિતરણ કરવામાં આવે છે.ત્રણ મિત્રોના નાના એવા પ્રયાસથી આકાર પામેલુ આ સ્થળ આજે શહેરના રખડતા કૂતરાઓની જીવાદોરી સમાન સ્થળ બની ગયુ છે.આ રોટલાઓ દરેક લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આજે લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે વિદેશી ડૉગ પાળે છે ત્યારે શેરીના કૂતરાની ઉપર કોઈ ધ્યાન આપતુ નથી. આવી પરિસ્થિતિમાં રોટલા કેન્દ્ર અનોખી સેવા પુરી પાડે છે. આ  ‘રોટલા કેન્દ્ર’ ૨૦૦૨ની સાલથી હાલ સુધી કાર્યરત છે. આજે કૂતરાઓની સેવાકિય વિવિધ પ્રવૃતિઓ પણ સાથે કરવામાં આવે છે.જેમાં હાલ ઘણા લોકો જોડાયેલા છે.જે દરેક માટે પ્રેરણા સમાન છે.

Advertisements

Comments are closed.