ATUL N. CHOTAI

a Writer

રાજકોટની વિરાણી બહેરા- મુંગા શાળામાં વિર્દ્યાથીનીઓને ધો. ૧ર પછી પણ શાળા છોડવી ગમતી નથી

Virani school Students - Rajkot

Virani school Students – Rajkot

રાજકોટ : વાતો હૃદયની હું હૃદયના કાનથી સાંભળું, છો.. ને… આવજો…. અન્ય કંઈ સાંભળવાની સવલત નથી.. રાજકોટની વિરાણી બહેરા- મુંગા શાળામાં આજે ધો. ૧૦ ની વિર્દ્યાથીનીઓ નો તાજેતરમાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં અન્ય છાત્રો કરતા તદ્દન વિરૂધ્ધ જ માહોલ હતો. અહી તેમના જેવા છાત્રોની આસપાસ રહેતી દિકરીઓ પોતાના માતા-પિતા સાથે ઘરે જવા તૈયાર ન હતી. તેમનું કહેવું હતું કે, ‘અમને સમજનારૂ ઘરે કોઈ નથી..!! છેલ્લા પપ વર્ષથી રાજકોટની આ શાળા આવા મુકબધીર છાત્રોને સરસ્વતીનું જ્ઞાાન આપે છે અને દર વર્ષે જયારે ધો.૧૦ પછી જયારે છાત્રો અહીંથી જાય છે ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે, ધો. ૧૦ પછીનું ભણતર અહીં ન હોવાથી ફરજિયાત શાળા છોડવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આજે ઘણી વિર્દ્યાથીનીઓ નો વિદાય સમારોહ હતો. આ વખતે તમામ છાત્રાના માતા-પિતાએ જણાવ્યું હતું  કે, અમારાથી ૧૦ વર્ષ સુધી અહી અલગ રહેનારા અમારા જ બાળકોને હવે ઘરે ફાવતું નથી. તેઓ કહે છે કે, અમારે ઘરે કોઈ સમજુ નથી માટે અહીં જ રહેવાની વ્યવસ્થા કરી છે. શાળાના મહેશ જોશીએ કહ્યું કે, આ વિદ્યાર્થીઓ માટે આ શાળા નથી પણ ઘર છે કારણ કે, અહી રહીને જ આ છાત્રો બધી વસ્તુ શીખે છે જો કે અમે ધો. ૧૧ અને કોલેજનો અભ્યાસક્રમ શરૂ પણ કરાવ્યો છે  સમાજમાં સમજનારૂ કોઈ ન હોવાથી આવા વિદ્યાર્થીઓ અહીં રહીને જ પોતાના જીવન સંગીની પણ શોધી લે છે માતા-પિતા સામે વાત કરવા માટે આવા છાત્રો મોબાઈલથી એસ.એમ. એસનો ઉપયોગ કરે છે સાંભળી કે બોલી ભલે ન શકતા હોય પણ એસએમએસ થી બરાબર કોમ્યુનિકેશન કરે છે. વર્ષ ૧૯૯૮માં યોજાયેલી મીસ ગુજરાત બ્યુટી ક્વીન સ્પર્ધામાં આ જ શાળાની વિર્દ્યાર્થીની મીતાલીએ મીસ ગુજરાતનો ખિતાબ જીત્યો હતો.

Advertisements

Comments are closed.