ATUL N. CHOTAI

a Writer

ગુજરાતના આ પંથકમાં ગોર મહારાજના સ્થાને જમાઇ દંપતીને ફેરા ફેરવે છે

Marriage in Gujarat

Marriage in Gujarat

ગુજરાત ના પંચમહાલના ગરબાડા પંથકના ભીલ સમાજના લોકોની તહેવારોની ઉજવણી કરવાની તેમજ લગ્નવિધી કરવાની પ્રથા નિરાળી છે. લગ્ન વિધીમાં મંગલ ફેરા કરાવાની વિધી આજે પણ ઘરના જમાઇ અથવા ફુવા દ્વારા આ વિધી કરવામાં આવે છે. જે વર્ષોથી ચાલતી આવતી પ્રથા આજે પણ યથાવત છે. ફેરા કરવાનો લાગમાં રૂા.700 થી 1500 સુધી લેવામાં આવે છે. ગરબાડા તાલુકો રાજ્યના છેવાડે આવેલો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે. જ્યારે સમાજના કેટલાંક જ લોકો બ્રાહ્મણને બોલાવી વિધી કરાવતા હોય છે. પંરતુ મોટા ભાગના લોકો આ વિધી જમાઇ અથવા તો ફુવા દ્વારા જ કરાવતા હોય છે. જેમાં માંડવાની વચ્ચે ખુંટી રોપવામાં આવે છે અને તેને ફરતે ફેરા ફેરવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમાં આજેપણ 21 મી સદીમા઼ પગરણ માંડ્યા બાદ પણ લોકો તેમની વર્ષો જુની પરંપરાને વળગી રહ્યાં છે. જેના કારણે આજે પણ અાદિવસાી વિસ્તારોમાં જુની પરંપરાઓ અકબંધ જળવાઇ રહી છે. જેના કારણે આદિવસાીઓ આજે પણ રિતરિવાજો યથાવત છે. અલગ અલગ ગામોમાં અલગ અલગ લાગની રકમ લેવાય છે. જ્યારે છોકરા છોકરીની સગાઇ થાય ત્યારે વરપક્ષ છોકરીના પિતાને 11 હજારથી માંડીને 21 હજાર સુધીની રોકડ રકમ આપે છે. ત્યાર બાદ સગાઇ પાકી ગણાય છે. ત્યાર બાદ બે પક્ષમાંથી કોઇ પણ પક્ષ પલ્ટી જાય લગ્ન કરવાથી ફરી જાય તો સમાજના નિયમ પ્રમાણે દંડ કરવામાં આવે છે

Advertisements

Comments are closed.