ATUL N. CHOTAI

a Writer

દલિતવાસમાં જઈ ભોજન કરીને અનોખી રીતે આંબેડકર જયંતી ઉજવતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

Dalito Sathe Bhojan

Dalito Sathe Bhojan

૧૪મી એપ્રિલે ના દિવસે ભાજપ – કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગઠનો દલિતોના મસિહા ડો. આંબેડકરનો જન્મદિવસ તરીકે ઉજવી પુષ્પાંજલિ  ઉજવણી કરી પણ આ બધા વચ્ચે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ડો. આંબેડકરને જે રીતે અંજલિ અર્પે છે તે બાબત સૌને માટે ઉદાહરણીય અને અનુસરણીય છે. સામાજિક સમરસતા માત્ર સિદ્ધાંત કે સૂત્ર નહીં પણ એક જીવન વ્યવહાર બને ત્યારે આવો જીવન વ્યવહાર કોઇને માટે પણ પ્રેરક બને. ૧૪મી એપ્રિલ એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ એક અર્થમાં સામાજિક સમરસતાની ભાવનાને પ્રબળ બનાવવાનો દિવસ. રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા છેલ્લાં ૩૫ વર્ષથી દર આંબેડકર જયંતી ના દિવસે દલિતોની સાથે, દલિતોનાં ઘરે જઇ અનોખી રીતે ઊજવે છે. તેઓ તેમની સાથે સમરસતા ભોજન લે છે અને સાથોસાથ કુરિવાજો ડામવા જાગ્રતિ ફેલાવવાનું કામ પણ કરે છે. આ દિવસે સવારથી સાંજ સુધી તેઓ અંત્યજના ઘરે મળવા જાય છે તેમને ત્યાં જ ચા – નાસ્તો અને ભોજન-વાળુ કરે છે સ્વાભાવિક રીતે જ આ સ્નેહગોષ્ઠિ દરમિયાન રાજકીય – સામાજિક વાતો થાય અને તે સાથે સમાજમાં શિક્ષણ, સ્વચ્છતાનો સંદેશો પણ ફેલાય. જો કે ૧૯૮૦ ના વર્ષમાં જયારે આ અભિયાનનો પ્રારંભ કરેલો ત્યારે શરૂઆતના બે – ત્રણ વર્ષ તો ખૂબ મુશ્કેલી પડી હતી. છૂતાછૂતની વરવી સમસ્યા અને અનેક દૂષણોના કારણે દલિતો સાથે સામાજિક સમરસતા અને સંપર્ક સેતુ રચવામાં ખૂબ મુશ્કેલી પડેલ પણ તોયે પ્રયાસો સતત ચાલુ રાખતા ક્રમશઃ સફળતા મળી આજે પ્રતિવર્ષ આ એક સહજ કાર્યક્રમ બની ગયો છે. આંબેડકર જયંતી ઉપરાંત આવો ઉપક્રમ તેઓ દર નૂતનવર્ષ દરમિયાન પણ જાળવે છે અને આ સિલસિલો ૩૫ વર્ષથી તેમણે અખંડ જાળવી રાખ્યો છે. આજે રાજનેતાઓ ડો. આંબેડકરના આદર્શોને અનુસરવાની માત્ર ડાહી ડાહી વાતો કરે છે ત્યારે ભૂપેન્દ્રસિંહે આ બાબત ને આત્મસાત કરી બતાવી છે.

Advertisements

Comments are closed.