ATUL N. CHOTAI

a Writer

મેંદરડાનાં ગોરબાપાનું ઘર ચકલી માટેનું અભયારણ્ય બન્યું

Ishwarbhai Bhatt - Mendarda

Ishwarbhai Bhatt – Mendarda

મેંદરડા : મેંદરડાનાં ખડપીપળી ગામે ગોરબાપાનું ઘર ચકલીઓનું અભયારણ્ય બન્યું છે. ચકલીઓ ઘરમાં ગમે ત્યાં માળા બાંધે છે અને પરિવાર તેની વ્યવસ્થા સાથે પુરતી સંભાળ રાખે છે. ખડપીપળી ગામે રહેતા ગોરબાપા ઇશ્વરલાલ મનસુખલાલ ભટ્ટનું ઘર ચકલી બચાવની સમાજને પ્રેરણા આપી રહયું છે આ ઘરમાં ઠેર – ઠેર ચકલીઓ માળા બાંધી રહે છે અને તેની પુરતી સારસંભાળ રખાય છે  ઘર અને આંગણામાં 45 જેટલા માળામાં ચકલીઓ રહે છે. પરીવારની સવાર ચકલીઓના કલરવથી શરૂ થાય છે. ગોરબાપા ભાત નાંખે ત્યારે ચકલીઓ ઝુંડમાં આવી જાય છે. ગોરબાપા અને તેમના પરિવારને 20 વર્ષથી ચકલીઓ સાથે એવો લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે કે અગાઉ દાત્રાણા ગામે રહેતા ત્યારે પણ તેમનાં ઘરમાં ચકલીઓનાં માળા જોવા મળતા પરિવારની મહિલાઓ રસોડામાં રસોઇ બનાવવા લોટ બાંધતી હોય ત્યારે ચકલીઓ ત્યાં આવી ચીં..ચીં.. કરી મુકતી અને લોટની ગોળીઓ બનાવીને ન આપે ત્યાં સુધી ત્યાંથી જતી નહી ઘરમાં માળા હોવાથી ચકલીઓ ઘાયલ ન થાય તે માટે આ પરીવાર ઊનાળામાં પણ પંખા બંધ રાખે છે. આમ આ પરિવાર આજે લુપ્ત થઇ જઇ રહેલી ચકલીઓને બચાવવા સમાજને અનોખું ઉદાહરણ પુરૂ પાડી  આપણને પણ માનવતાનો સંદેશો આપે છે

Advertisements

Comments are closed.