ATUL N. CHOTAI

a Writer

વીશ્વનું એક માત્ર ગુજરાતનું આ મંદિર જ્યાં કોઈ દાન પેટી જ નથી..

Jalaram Bapa - Virpur

Jalaram Bapa – Virpur

આજે જયારે દેશના મદિરોમાં કરોડોની મિલકત મળી રહી છે તેવામાં આપણા ગુજરાતનું જ એક એવું મંદિર છે જ્યાં કોઈ દાનપેટી જ નથી રાખવામાં આવી અને કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા જ નથી આટલું ઓછું હોય તેમ સૌરાષ્ટ્રના આ મંદિરમાં દરરોજ મળતી ખીચડીના પ્રસાદનો સ્વાદ આપ ક્યારેય પણ ભૂલી શકશો નહી આમ તો તમને સહુને ખબર પડી જ ગઈ હશે પણ તેમ છતાં તમને જણાવી દઈએ કે એમ અહીં વાત કરી રહ્યા છે સૌરાષ્ટ્રના વીરપુર ગામના જલારામ મંદિરની…

ભક્ત જલારામના મંદિરો દેશભરમાં જોવા મળે છે વીરપુરમાં અન્નદાન દ્વારા મહાદાનનો મંત્ર ગુંજતો કરનારા ભક્ત જલારામ બાપાનો જન્મ તારીખ ૦૪ નવેમ્બર ૧૭૯૯ માં થયો હતો. વિક્રમ સંવત ૧૮૫૬ ના કારતક સુદ સાતમનાં દિવસે જન્મેલા જલારામ બાપાના લગ્ન કોટડાપીઠા ગામની પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈમાં સાથે થયા હતાં. લોકકથામાં સચવાયેલા ઈતિહાસ પ્રમાણે ભગવાન સાધુ સ્વરૃપે આવી ભક્ત જલારામને જે લાકડી અને જોળી આપી ગયા હતાં. તે આજે પણ વીરપુર મંદિરમાં સચવાયેલી છે.

અમરેલી નજીક આવેલા ફતેપુર ગામમાં રહેતાં ભોજલરામ બાપા પાસે ભક્ત જલારામે દિક્ષા લીધી હતી. સંવત ૧૮૭૪ માં ચાર ધામની યાત્રા કર્યા બાદ તેઓ એ તારીખ ૧૮ નવેમ્બર ૧૮૨૦ ને સોમવારથી વીરપુરમાં સદાવ્રતનો પ્રારંભ કર્યો. સંવત ૧૮૮૬ માં સાધુસ્વરૃપે તેઓને ભગવાન મળ્યા હોવાનો ઈતિહાસ છે. સદાવ્રતને ૧૯૭ જેટલા વર્ષ પુરા થયા છે. પુ. જલારામ બાપાના જ્યાં મંદિરો હશે ત્યાં અન્નક્ષેત્ર ચાલતુ જ હશે. વીરપુરમાં જલારામ બાપાના અન્નક્ષેત્રની માફક અન્નદાનનો મહિમા દેશ દેશાવરના તમામ જલારામ મંદિરોમાં આજે પણ સચવાયેલો જોવા મળે છે.  તારીખ ૧૮ નવેમ્બર ૧૮૭૮ માં વીરબાઈમાંનો વૈંકુઠવાસ થયા બાદ તારીખ ૨૩-૦૨-૧૯૮૧ માં ભજન ગાતા ગાતા ૮૧ માં વર્ષે જલારામ બાપાએ દેહ છોડી દીધો હતો. ભુખ્યાને ભોજનનો મંત્ર આપનારા જલારામ બાપાની અન્નદાનની પ્રવૃતિ આજે અનેક શહેરોમાં ધમધમતી રહી છે

વિરપુરના જલારામ બાપાનું આ મંદીર આખા જગતમાં તથા દેશ – વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. સાધુ વેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાનને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકા વીષે કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને આ ઝોળી અને ધોકો હાલ વિરપુરના જલારામ બાપાના મંદીરમાં હજુ પણ હયાત છે. ખરેખર ભગવાન ખરા ભક્તની કસોટી કરે જ. તેમ ઈશ્વરે પણ જલારામ બાપાની કસોટી કરી હતી તેઓ સાધુ વેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચી અને માતૃશ્રી વીરબાઇ માં ની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇ માં ને પણ દાનમાં આપી દીધા હતા આ મંદિરમાં એક ઘંટી પણ છે તે જ્યાં સુધી આ મંદિરમાં હશે ત્યાં સુધી આ મંદિરમાં કયારેય અન્નનો તોટો નહિ પડે આ મંદિરને આ ભગવાનનું વરદાન છે.

હકીકતમાં સૌ પહેલા વીરપુર એક સદાવ્રત હતું જે જલારામ બાપાએ જાતે ખોલ્યું હતું માત્ર ત્રીસ વર્ષની ઉમરે અનેક કસોટી વચ્ચે તેમને સદાવ્રત ચલાવ્યું પણ ખરું ત્યાં આવતા ગરીબોની આંતરડી તેનાથી ઠરતી અને આ પ્રથા આજે પણ ચાલુ છે આજે અનેક ભક્તજનોને મંદિર તરફથી જ કોઈપણ પ્રકારના પૈસા ચૂકવ્યા વગર મંદિરમાં બપોરે અને સાંજે જમવાનું પીરસવામાં આવે છે. વિશ્વનું આ એક માત્ર મંદિર હશે જ્યાં દાનપેટી નથી તેમ છતાં રોજના હજારો સાધુ – ભિક્ષુકો થતા યાત્રાળુઓ આ સદાવ્રતમાં પ્રેમથી ભોજન કરે છે. તો આપણે પણ જલારામ બાપાના સદાવ્રતનું ભોજન લઇ પાવન થઈએ. આજેય શ્રી જલારામ બાપા વીરપુરમાં વસે છે અને ભક્તોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી દર્શન આપે છે… જય જલારામ બાપા..

Advertisements

Comments are closed.