ATUL N. CHOTAI

a Writer

બૌધ્ધધર્મ શીખવતી વિશ્વની આ પાઠશાળા ચીનમાં આવેલી છે

Baudh Education Village

Baudh Education Village

દુનિયામાં અનેક પ્રકારના ધર્મ પાળવામાં આવે છે જેમાં બૌધ્ધધર્મીઓ પણ મોટી સંખ્યામાં છે સામ્યવાદી વિચારસરણી પર શાસન વ્યવસ્થા ચલાવતા ચીન દેશમાં આમ  તો કોઇ પણ ધર્મને રાજકિય શરણ કે પ્રોત્સાહન આપવામાં આવતું નથી પરંતુ નવાઇ લાગે તેવી વાત એ છે કે ચીનના એક ગામમાં 40 હજાર જેટલા સાધુ અને સાધ્વીઓ રહે છે  જેમને આ ગામમાં બૌધ્ધધર્મ તાલીમ આપીને શીખવવામાં આવે છે ચીનમાં આવેલું બૌધ્ધ સાધુ સાધ્વીઓનું ‘સરતાર’ નામનું આ ગામ ચેંગ્ડૂથી 600 કિમી દુર આવેલું છે. આ ગામમાં વિશ્વની સૌથી મોટી બૌદ્ધ પાઠશાળા અને લારુંગાર બૌદ્ધ એકેડેમી આવેલી છે. આ પાઠશાળાની સ્થાપના 1980 માં કરવામાં આવી હતી આજે આ ગામમાં 40,000 થી વધુ સાધુઓ અને સાધ્વીઓ વસે છે  જે બોદ્ધ ધર્મ શિખવા માટે દરોજ કઠિન આબોહવાનો સામનો કરી જીવન ગુજારે છે ચીનમાં આવેલા ચેંગ્ડૂ ગામથી ત્યાં પહોંચતા લગભગ 20 કલાકનો સમય લાગે છે એક વાર તમે આ જગ્યાએ પહોંચ્યા બાદ જીવનના બધાજ દુખ દર્દ ગાયબ થઇ ગયા હોય તેવા અહેસાસની અનુભૂતિ થાય છે. તિબેટીયન લોકો પણ પૂજા કરવા માટે ત્યાં મુલાકાત લે છે જયારે સાધુઓ અને સાધ્વીઓ શિક્ષણ માટે રહે છે. સાધુઓ અને સાધ્વીઓના નિવાસોમાં ટેલિવિઝન મંજૂરી આપવામાં આવતી નથી અને કોઈ પણ પ્રકારના શૌચાલયની પણ વ્યવસ્થા નથી આ ગામ તિબેટીયન લોકોનું છે. બૌધ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે આવતા સાધુઓ અને સાધ્વીઓ ગામના લોકોની જ સાથે રહે છે  આ ગામની ખાસિયત એ છે કે તેના બધાજ મકાનો લાલ રંગના છે અને દરેક લોકો બૌધ્ધ ધર્મની પ્રાર્થના સાથે સમર્પિત છે.

Advertisements

Comments are closed.