ATUL N. CHOTAI

a Writer

ભરૂચના આ બાળકની દિલદારી જોઇને તમને આંખમાં આંસુ આવી જશે..!!

Bharuch Child

Bharuch Child

ઘણા સમય પહેલા મળેલી વિગતો મુજબ ભરૂચ શહેરના બસ ડેપો નજીક આવેલી ઇન્દિરા નગર ઝૂપડપટ્ટીમાં એક કિશોર એવો રહે છે જે હદયના વાલ્વની બીમારીથી પીડાઈ રહ્યો છે. દારુણ ગરીબીમાં જીવતા આ પરિવારને હદયરોગની બીમારી શું છે..?  તેનો પણ તેને પણ ખ્યાલ નથી પણ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે તેને હદયની બીમારી છે પોતાની ગંભીર બીમારીથી અજાણ આ કિશોરનો શ્વાનપ્રેમ ગજબનો છે. આખો દિવસ પોતે ભીખ માંગી અને તેમાંથી એકઠા થતા નાણા માંથી તે બિસ્કીટના પેકેટ ખરીદે છે અને તે રખડું શ્વાનોને ખવડાવી દે છે. વર્ષોથી શ્વાન અને કિશોરની અનોખી દોસ્તી સમગ્ર વિસ્તારમાં જાણીતી છે. કિશોરના પગરવ સાંભળતાની સાથે શ્વાનો તેને ઘેરી વળે છે. પોતાની હદયની ગભીર બીમારીથી અજાણ કિશોરની શ્વાનોને બિસ્કીટ ખવડાવતી વેળા આત્મીયતાની અનોખી લાગણી સામે તેની બીમારી પણ નતમસ્તક બની જાય છે. આર્થિક દ્રષ્ટીએ ગરીબ આ કિશોર સાચા અર્થમાં સ્લમડોગ મિલિયોનર છે તેવી લાગણી સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે. હદયરોગથી પીડાતા ગરીબ બાળક માટે શ્વાનો જ તેના સાચા મિત્રો બની ગયા હોય તેમ બાળક અને શ્વાન વચ્ચેની મિત્રતા જોઈ તેઓ પણ અચંબામાં પડી જાય છે. નિર્દોષતા, વફાદારી અને માનવ તેમજ પ્રાણી વચ્ચેના આ પ્રેમથી આજના યુગમાં અન્ય માનવીઓએ પણ બોધપાઠ લેવા જેવો છે. કુદરતે તો આ ગરીબ બાળકને વૈભવી બીમારી આપી તેની હાસી ઉડાવી છે તેમ છતાં પણ આ બાળક હસતા વદને જિંદગીની દરેક ક્ષણને મારી રહ્યો છે…

Advertisements

Comments are closed.