નીચે ધરતી અને ઉપર આકાશની સ્થિતિમાં રહેનારા પરિવારની સંખ્યા પણ ગુજરાતમાં ઓછી નથી. જો કે તેમને છાપરા બાંધવામાં કે આડશ ઉભી કરવા માટે મિણીયા ખરીદવાની વાતે મોટો ખર્ચ કરવો પડતો નથી. છાશવારે યોજાતા વિવિધ સરકારી કાર્યક્રમો પૂર્ણ થયા પછી તેની જાહેરાત માટે છાપવામાં આવેલા ફ્લેક્સ બેનર સાવ નકામા બની જાય છે અને કચરામાં જાય છે. પછી તે ભલે તેમાં મુખ્યમંત્રીના ફોટો કેમ ના હોય આ બેનરના પ્લાસ્ટિક ઝુંપડાવાસી માટે તો દિવાલ કે પડદાની ગરજ સારે છે. આ પરિવારને પણ બેનર ગમે તેનું હોય તેનાથી કોઈપણ ફેર પડતો નથી, બસ તેમને છાંયડાથી મતલબ છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક વિસ્તારમાં આ પ્રકારની વાસ્તવિકતા નજરે ચડી હતી જેને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. (તસવીર : કલ્પેશ ભટ્ટ – ગાંધીનગર)