ગ્રામ પંચાયતના સચિવ કે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટે આપેલું સર્ટિફિકેટ જ્યાર સુધી એ વ્યક્તિનો ભારતીય નાગરિક સાથેનો સંબંધ સાબિત ન કરે ત્યાર સુધી એ નાગરિકત્વનું પ્રમાણપત્ર ન હોવાનો ચૂકાદો સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી વખતે આપ્યો હતો. જસ્ટિસ રંજન ગોગોઇ અને આર.એફ. નરિમાનની ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સચિવે આપેલું પ્રમાણપત્ર ફક્ત વિવાહીત મહિલાનું એક ગામથી બીજા ગામે સ્થળાંતર સાબિત કરે છે. એ પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિ પ્રમાણપત્રના આધારે પોતે ભારતનો નાગરિક હોવાનો દાવો ન કરી શકે. પોતાનો સંબંધ ભારતના નાગરિક સાથે સાબિત કરે ત્યારે જ દાવો કરનાર વ્યક્તિ (પ્રમાણપત્ર ધરાવનાર) એ પ્રમાણપત્ર રજૂ કરી શકે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુવાહાટીની હાઇ કોર્ટે આપેલા ગ્રામ પંચાયતના સચિવના પ્રમાણપત્રને ગેરકાનૂની ગણાવતો આદેશ બાજુએ રાખીને આદેશને પડકારતી અરજીઓ પર મર્યાદિત પ્રમાણમાં સુનાવણી માટે સહમત થઇ હતી.
નેશનલ રજિસ્ટર ઑફ સીટિઝન્સ (એનઆરસી) માં નામ દાખલ કરવા માટે હાઇકોર્ટે આપેલા ગ્રામ પંચાયતના પ્રમાણપત્રને ગેરકાનૂની ગણાવતા આદેશને અનેક વ્યક્તિઓ અને સંસ્થાએ પડકાર્યો હતો. કોર્ટે એ વાત સ્પષ્ટ કરી હતી કે જ્યારે આવું પ્રમાણપત્ર યોગ્ય તપાસ અને વેરિફિકેશન કર્યા બાદ આપવામાં આવ્યું હોય ત્યારે જ એ મર્યાદિત પ્રમાણમાં વૈધ ગણાશે. આવું પ્રમાણપત્ર ફક્ત નાગરિકતા સાબિત કરવા માટે રજૂ કરનારના અને ભારતીય નાગરિકના સંબંધ સાબિત કરવા માટેના ટેકાનું એક પ્રમાણપત્ર ગણાશે.. (પીટીઆઈ) supreme court judgement for citizenship in india certificate legal advice advocate lawyer citizen gram panchayat proof avidance