જામનગરના દેવાંશુભાઈ દવે દ્વારા http://www.dkdave.in નામની એક ખુબજ સરસ એજ્યુકેશનલ વેબસાઈટ તૈયાર કરવામાં આવેલી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે ઘણી ઉપયોગી બને છે અને આ સિવાય પ્રશ્નપત્રો, જનરલ નોલેજ સહીતની ઘણી બધી એજ્યુકેશનલ માહિતીની પીડીએફ ફાઈલ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. તો શિક્ષણક્ષેત્રના દરેક લોકોને આ એજ્યુકેશનલ વેબસાઈટ ઉપયોગી બની શકે છે.
પોરબંદર પાસે આવેલા બરડા ડુંગર વિષેની માહિતી આપતી એક નાની ઈ -બુક મેં સંકલીત કરી છે. જે તમારા સહુના વાંચન અને રેફરન્સ માટે છે જેને નીચેની લિન્ક દ્વારા નિઃશુલ્કડાઉન લોડ કરી શકાશે… આ બુક આપ સહુને જરૂર ઉપયોગી થશે એવી અપેક્ષા સહ…
ગુજરાતના નીહાર હિરાની નામના એક શિક્ષકે ધોરણ ૯ -૧૦ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ગણીત – વિજ્ઞાાન વિષયના વિદ્યાર્થીઓ માટે પોતાના ખર્ચે તમામ ચેપ્ટરની ડોક્યુમેન્ટ્રી બનાવી અને તેને ઓનલાઈન મુકી છે જેથી કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સમયે કોઈ પણ ચેપ્ટર નિઃશુલ્ક શિખી શકાશે ઘણા ક્રિએટીવ લોકો પોતાની ક્રિએટીવીટી પોતાના કામ માટે જ વાપરતા હોય છે પરંતુ સમાજમાં એક એવો પણ વર્ગ છે જેમનો કોઈ સ્વાર્થ નથી છતાં પણ લોકોને કંઈક નવું આપવના વિચાર સાથે પોતાની પોકેટમની માંથી કંઈક એવી રીતે સમાજસેવા કરતા હોય છે કે જે એક – બે નહીં પણ લાખો લોકોને કામે લાગતી હોય છે. અહીં આપણે વાત કરીએ છીએ નીહાર હિરાની નામના એક શિક્ષકની જેમણે એક – બે નહી પણ ૭૦૦ ડોક્યુમેન્ટ્રી બનાવી ધોરણ ૯ અને ૧૦ ના ગણીત વિજ્ઞાનના બધા ચેપ્ટરો કવર કરી યુટયુબ પર મુક્યા છે. આ અંગે વાત કરતા નિહાર હિરાની કહે છે કે ગમે તેમ ગણો તો પણ એક શિક્ષકનો સ્વાભવ એટલે કે વિદ્યા વધુને વધુ લોકો સુધી પહોંચે તેવો મારો હંમેશા પ્રયાસ રહ્યો છે. ખાસ કરીને ગામડામાં રહેતા કે ટયુશન કરવા ન માંગતા અથવા તો સ્કૂલે ગયા હોય પણ કોઈ ચેપ્ટર છુટી ગયું હોય અને ફરીથી સારી રીતે ભણવું હોય તેવા કોઈ પણ વિદ્યાર્થીને ઉપયોગી મે ગણીત – વિજ્ઞાાનના ધોરણ ૯ અને ૧૦ ના ૭૦૦ એજ્યુકેશનલ વિડીયો બનાવ્યા છે અને યુટયુબ પર મુક્યા છે. આ વિડિયો બનાવવો મે મારા પોતાનો ડિઝીટલ કેમેરો, સોફ્ટવેર અને અન્ય ચીજ વસ્તુઓ ખરીદી છે અને જ્યારે ટાઈમ મળે ત્યારે કોઈ પણ એક વિષયના એક ચેપ્ટર ને તૈયાર કરુ છું. અને બાળક સારી રીતે સમજી શક ેતે રીતે અપલોડ કરુ છું. અત્યાર સુધી ૭૦૦ વિડિયો અપલોડ થયા છે જેને નિઃશુલ્ક જોઈ શકાય છે અને ગુજરાતી તથા અંગ્રેજી બંન્ને માધ્યમમાં ભણી શકાય છે. નિઃશુલ્ક ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે નીચેની લિંક દ્વારા આ વિડિઓ જોઈ શકાશે
અમદાવાદ કે મુંબઈ સારવાર અર્થે આવતા લોહાણા સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે રહેવાની સગવડ મળે તેવી વ્યવસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદમાં રોકાવા માટે શ્રી ભવાનભાઈ કોટક મોં – ૯૮૨૫૨ ૩૩૩૨૭ તથા શ્રી જીતેન્દ્રભાઈ કારિયા મોં – ૯૭૨૨૯ ૦૦૯૦૦ અને મુંબઈમાં શ્રી ડો સુરેશભાઈ પોપટ મોં – ૦૯૩૨૦૨ ૨૪૦૧૯ તથા શ્રી શંભુભાઈ હરીયાણી મોં ૦૯૮૯૨૨ ૫૬૪૪૯ નો સંપર્ક કરવા શ્રી લોહાણા મહાપરિષદના હોદેદારો દ્વારા જણાવવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પીટલમાં તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલું જ નહિ દવા અને દર્દીના સગા સંબંધીઓને નિવાસ ભોજનની વિનામુલ્યે વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી કાર્યરત આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. બધા મળીને કુલ ૯૫૦૦ સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમજ ૨૭૦૦ થી વધુ પ્રસુતીઓ કરવામાં આવી હતી.
હોસ્પીટલમાં વિવિધ રોગના ૧૮ દાકતરો સેવા આપે છે. ઉપરાંત ૧૫ તજજ્ઞા દાકતરો વિઝીટર ડોકટર તરીકે સેવા આપે છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પીટલ ખાતે રોજ ૬૦૦ જેટલા દર્દીઓ તેમના સગા સંબંધીઓ ઉત્તમ પ્રકારનું નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. ઉનાળાના સમયમાં આસપાસના લોકો માટે ટ્રસ્ટ દ્વારા મફત છાશ કેન્દ્ર શરૃ કરવામાં આવે છે. એટલું જ નહિં અમેરિકા સ્થિત અને ભારતના ૩૦ હજાર ડોકટરનું પ્રતિનિધીત્વ કરતી સોસાયટી અમેરિકન એસોસીએશન ઓફ ફિઝીશનય ઓફ ઈન્ડિયા યુ.એસ.એ. ના પ્રમુખ ડો. જહાંગીરે આ હોસ્પીટલની મુલાકાત લઈને ચાલતા સેવાયજ્ઞથી પ્રભાવિત થયા હતા.
પરોપકાર જીવન જીવવાના પ્રખર હિમાયતી અને જીવમાત્રના હિતચિંતક પૂ. સ્વામી નિર્દોષાનંદની પ્રેરણા અને આશીર્વાદથી તેમજ દાતાઓના સહયોગથી છેલ્લા ચાર વરસથી આ હોસ્પીટલ એક આરોગ્ય મંદિર બની ગઈ છે. આ હોસ્પીટલમાં કુલ ૭૫ કર્મચારીઓ ફરજ બજાવે છે. આ હોસ્પીટલ નું સરનામું નીચે મુજબ છે.
આ બ્લોગના લેખક દ્વારા દરેક લોકો ને ઉપયોગી થાય તેવી માહીતીસભર એક ઓનલાઈન લાઈબ્રેરી બનાવેલ છે. જેના માધ્યમ ઘણી ઉપયોગી માહિતી તથા પુસ્તકો નીચે આપેલ લીન્ક ઉપર કલીક કરવાથી વિનામૂલ્યે મેળવી શકાશે.
Note :Our valued users, any information or articles published by different individual persons, this Blog does not agrees or disagrees with any of this. information or Details published here are not checked by us. So before sending money or buying a product you should contact some trustworthy person. We will not be responsible for any type of complains. Content of the website might be under copy rights of owner.
coralcdn.org – વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
Note : Our valued users, any information or articles published by different individual persons, this Blog does not agrees or disagrees with any of this. information or Details published here are not checked by us. So before sending money or buying a product you should contact some trustworthy person. We will not be responsible for any type of complains. Content of the website might be under copy rights of owner.
પુસ્તકો આંગળીનાં ટેરવે નહી પણ હવે આંખના પલકારે વંચાશે. પ્રિય પુસ્તકો વાંચવા માટે લાઇબ્રેરી સુધી ધક્કા ખાવાની કે રીન્યુ કરવાની અથવા તો લેઇટ ભરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. કારણ કે હવે યુગ છે ઇ-બૂકનો સુરતમાં આ ઇ-લાઇબ્રેરીમાં વિશ્વનાં મહાન સર્જકો દ્વારા લખાયેલા ૭૦ થી ૨૦૦ વર્ષ જુના દુર્લભ પૂસ્તકો વિના મૂલ્યો વાંચવા મળશે.
આ ઇ-લાઇબ્રેરીનો વિચાર કરનાર નરેશ કાપડિયાએ કહ્યુ કે આજની યુવાપેઢી જેને આ દુર્લભ પુસ્તકો કદાચ હાર્ડકોપી રૃપે નસીબ થાય તેમ નથી. તેમના સુધી આ જ્ઞાાનખજાનો પહોંચાડવામાં એકમાત્ર આશય સાથે આ ઇ-લાઇબ્રેરી શરૃ કરાઇ છે. પ્રાર્થનાસંઘ ભદ્રાશ્રમ લાઇબ્રેરી સાથે ઇ-લાઇબ્રેરી સંયુક્ત રીતે જોડાશે. આ લાઇબ્રેરીમાં એરીસ્ટોટલ, પ્લેટો, શેક્સપીયર, જ્યોર્જ બર્નાડ શો, માર્ક ટવેઇન, ટીજી વુડ હાઉસ, ટોલ્સટોય, હેનરીક ઇબસન, એમર્સન, શૈલી, કીટચ, રવિન્દ્રનાથ ટેગોર, ગાંધીજી તથા ભારતના રામાયણ અને મહાભારત પણ મળશે. આ એવા પુસ્તકો છે જેમાંથી ૮૦% થી વધારે બૂક ટેક્સબૂક બની છે. જેને વાંચીને, ભણીને લોકો મોટા થયા છે. જ્ઞાનસભર બન્યા છે.
આ પુસ્તકો અને સર્જકોની પ્રેરણાથી નવુ લખવા પ્રેરાઇ છે. ઇ-લાઇબ્રેરીના પુસ્તકોમાના કેટલાક પુસ્તકો હાર્ડ કોપીમાં મળવા શક્ય નથી તેવા પણ છે. યુવાપેઢીને તેમની વિચારધારાને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું પરબ બાંધવામાં આવ્યુ છે. જેનો દરેક વ્યકિત નિઃશુલ્ક લાભ લઇ શકશે. ૧૮ મી અને ૧૯ મી સદીના પુસ્તકો અહીથી પ્રાપ્ત થશે. હાલ ઇ બૂકનો જમાનો છે બધુ જ નેટ દ્વારા થાય છે. ત્યારે ઇ-લાઇબ્રેરીથી ફાયદોએ થશે કે કાગળ બચશે. આ પુસ્તકોને વિદેશથી લાવવા માટેનો ખર્ચ પણ બચશે. ગમે ત્યારે વાંચો અને ન ગમે તો એક ક્લીક કરો એટલે ડિલિટ અને મોટાભાગના પુસ્તકો ઓછી સ્પેસના છે એટલે સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. વળી કોપી રાઇટ ફ્રી છે તેથી કાનુની ચિંતા પણ નથી. મોટી બેગમાં ૧૦૦૦ પુસ્તકો ભરવાની જરૃર નથી. સીડી કે પેન ડ્રાઇવ અથવા મોબાઇલમાં પણ આ જ્ઞાન ખજાનો તમે રાખી શકો છો. સુરતની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થા અને લાઇબ્રેરીમાં આ ૧૦૦૦ પુસ્તકો ભેટ આપવામાં આવશે તથા તેનો પ્રચાર થાય તેવા પ્રયાસો કરાશે.
આ રીતે મેળવી શકશો પુસ્તક
– prarthnasangh.elib@gmail.com એડ્રેસ પર સાદો મેઇલ મોકલો – તમારી પાસે ૧૦૦૦ બૂકનું લીસ્ટ આપશે. – બૂકનું સિલેકશન કરી ફરી એજ એડ્રેસ પર મેઇલ કરો. – ૪૮ કલાકમાં પુસ્તક તમારી પાસે હશે