ATUL N. CHOTAI

a Writer


બાળક મુળશંકરમાં થી મહર્ષિ દયાનંદ સરસ્વતી બનાવનારી પવિત્ર તપોભૂમિ એટલે મોરબી જિલ્લાનું ટંકારા ગામ

: સંકલન : :
જગદીશ ડી. ત્રિવેદી- સહાયક માહિતી નિયામક
પ્રાદેશિક માહિતી કચેરી, જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

Dayanand Sarashvati House - Tanakara

Dayanand Sarashvati House – Tanakara

મુળશંકર નામના તેજસ્વી યુવાનને મહર્ષિ દયાનંદ સરસ્વૂતી બનાવનારી ટંકારાની પવિત્ર તપોભુમિ આજે સમગ્ર વિશ્વને વેદો અને આર્યધર્મનો સંદેશો આપી રહી છે. એક સમયે જે સ્થળે રાજા અને રાણીના આનંદ પ્રમોદના સ્થળો હતા ત્યાંઆ આજે વિદ્યાર્થીઓ વેદોનું ગાન કરે છે. જયાં રાજવીના મનોરંજન માટેના નૃત્યો  થતા ત્યાં આજે હવનની પવિત્ર જવાળાઓ વચ્ચે મંત્રોચ્ચારનો ધ્વની ગુંજે છે.  ટંકારા સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ માત્ર સ્વાંમીજીના જન્મસ્થ્ળની સ્મૃતિઓ સાચવીને જ નથી બેઠું પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીની વેદો તરફ પાછા વળવાના સંદેશ, અધ્યાત્મ અને સેવાની સુવાસને વિશ્વભરમાં પ્રસરાવી રહ્યું છે. વેદોની પરંપરાની જાળવણી આજે સેવાના સ્વરૂપે વિશ્વભરમાં આ સંસ્થાના માધ્યમથી વિસ્તરી રહી છે. મોરબીથી ૨૨ કિ.મી અને રાજકોટથી માત્ર ૪૫ કિ.મી દુર આવેલું આ પવિત્ર સ્થળ ડેમી નદીના તટે સાત એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૧૯૫૯માં થઇ હતી. પોરબંદરના સખાવતી શેઠ નાનજી કાલીદાસ મહેતાએ ૧.પ0 લાખ રૂપિયાનું દાન આપ્યું અને મોરબી સ્ટેટ પાસેથી રાજા – રાણીનો આવાસ અને અન્ય પરિસર ખરીદાયા અને મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ બનાવ્યુ રાજાનું નિવાસસ્થાન આજે ડીસ્પેન્સરી અને ૧૦ હજારથી વધુ પુસ્તકો ધરાવતી વેદદર્શન, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, સ્મૃતિઓ, સંસ્કૃત સાહિત્ય , સંસ્કૃત વ્યાકરણના પુસ્તકોથી સમૃધ્ધ પુસ્તકાલયમાં તબદીલ થયું છે. અગાઉના રાણીવાસમાં હવે વિદ્યાર્થીઓનું છાત્રાલય છે જયારે નૃત્યશાળામાં યજ્ઞશાળા બનાવાઇ હતી જેના ચારે પ્રવેશદ્વારોને ચારે વેદોના નામો અપાયા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વરતી સ્માયક ટ્રસ્ટની મહાવિદ્યાલયમાં ધોરણ ૭ થી એમ.એ સુધીનો અભ્યાસક્રમ ચલાવાય છે. જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હાલમાં અહી ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વેદ આધારિત શિક્ષણ અને ૧૬ સંસ્કા્રોનું જ્ઞાન વિદ્યાર્થીઓને અપાય છે. યજ્ઞવિધિ,મંત્રોનું જ્ઞાન એ વિદ્યાર્થી જીવનનું અહી અભિન્ન અંગ છે. અહીંથી શિક્ષણ લઇને બહાર પડતો વિદ્યાર્થી અનુસ્નાતક કક્ષાની આચાર્યની પદવી પ્રાપ્ત  કરે છે. આ માટેની પરીક્ષા મહર્ષિ દયાનંદ વિશ્વ વિદ્યાલય રોહતક (હરિયાણા) દ્વારા લેવાય છે.  આ વિદ્યાલયમાં ગુજરાત સહિતના આશરે ૧૩ રાજયો, નેપાળ તથા મોરેશ્યસના બાળકો વેદજ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે. ગત વર્ષે મોરેશ્યસના બે વિદ્યાર્થીઓએ અહી પદવી પ્રાપ્ત કરી હતી. અહી પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે પણ સમૃધ્ધ પુસ્તકાલય હોવાથી વિદ્યાર્થીઓ આવે છે. આ વિદ્યાલયમાં ચોમાસા સિવાયના સમયમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિના સાન્નિ યે વૃક્ષો નીચે બેસી ગુરૂકુળ પરંપરાથી વેદોનું જ્ઞાન મેળવે છે.

આ સંસ્થાનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. આ પરિસરમાં ૧૦૦ જેટલા યાત્રિકોને એક સાથે સમાવી શકે તેવું સુંદર અતિથિગૃહ વિવિધ દાતાઓના સહયોગથી બનાવાયું છે જેમાં કેટલાક ઓરડાઓમાં રસોડાની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિશાળ ભોજનાલયમાં યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ થઇ શકે છે. ટ્રસ્ટના પરિસરથી નજીક આવેલું છે મહર્ષિ દયાનંદ સરસ્વાતીનું જન્માસ્થળ, મુળશંકરનો જન્મ થયો તે ઘર હવે ટ્રસ્ટના હસ્તક છે. જેને આધુનિક બનાવી ત્યાં મહર્ષિના જન્મ સ્થાન પર યજ્ઞવેદી અને વાસણોને સ્મૃરતિરૂપ રાખવામાં આવ્યા છે. આ ઘરમાં હાલ ટ્રસ્ટ  દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના ટંકારામા જન્મ થી માંડીને તેમની સમગ્ર જીવનયાત્રા અને મહાનિર્વાણ સુધીના સમયગાળાને સુંદર ચિત્રો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. અહી સ્વામીજી દ્વારા આર્ય ધર્મ અને વેદોના પ્રચાર અર્થે સમગ્ર આર્યવર્તમાં કરાયેલી યાત્રાનો સુંદર નકશો પ્રદર્શિત કરાયો છે. જબલપુરમાં ૧૮૭૪ ના વર્ષમાં આસી. કમિશ્નરશ્રી કૃષ્ણકુમારના ઘરે લેવાયેલી મહર્ષિની મૂળ તસવીર જેવી અલભ્ય તસવીર સહિતની સાત તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન ખંડમાં ચારે વેદોનો એક જ ગ્રંથમાં સમાવેશ થયો હોય તેવું પુસ્તક તથા મહર્ષિ દયાનંદ સરસ્વ્તીના હસ્તલિખિત પત્રોની પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરાયા છે.

મુળશંકરને જે શિવાલયમાં શિવલીંગ પર ઉંદરડા ફરતા જોઇ બોધ થયો હતો તે બોધશિવરાત્રી શિવમંદિર આજે પણ દર્શનાર્થે ખુલ્લુ઼ છે. આ મંદિર તેમના પિતાશ્રી કરસનભાઇએ બનાવ્યું  હતું. શ્રી કુબેરનાથ મહાદેવના આ મંદિરમાં નિયમીત પુજા અર્ચન થાય છે અને આ પવિત્ર સ્થળ બોધ શિવરાત્રી શિવમંદિર પરિસર તરીકે સુખ્યાત છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ટંકારામાં બોધમંદિર નજીક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓ માટે વિદ્યાલય પણ ચલાવાઇ રહ્યું છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રી સમયે ઋષિ બોધોત્સવ ઉજવાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ટંકારાને સમગ્ર વિશ્વમાં આર્યધર્મ અને વેદોનો પ્રચાર પ્રસાર કરી પવિત્ર તિર્થધામ બનાવનારા મહર્ષિ દયાનંદ સરસ્વતી, પૂર્વાશ્રમના મુળશંકર (મુળજી) નો જન્મ શ્રી કરસનભાઇ ત્રિવેદીના ઘરે માતા અમૃતબાઇની કુખે તા. ૨૪ – ૦૨- ૧૮૨૪ના રોજ થયો હતો. બાળપણથી જ આધ્યાત્મિિક સંસ્કારો ધરાવતા મૂળશંકરે ૨૧ વર્ષની વયે ટંકારા છોડયા બાદ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને વેદોનું જ્ઞાન મેળવી સત્યાર્થપ્રકાશ મહાગ્રંથની રચના કરી અને વિશ્વને વેદો તરફ વળવાનો સંદેશો આપ્યોે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું તા.૩૦ – ૧૦ – ૧૮૮૩ ના રોજ દિવાળીના સમયે દેહાવસાન થયું હતું

Advertisements


અમરેલીના સલડી ગામના યુવકે ૫૨૦ જેટલા પક્ષીઓનાં અવાજ રેકોર્ડ કર્યા છે

Viral Joshi - Amreli

Viral Joshi – Amreli

અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. પોતાના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ – ૨૦૧૫ થી સન્માન કરાયુ છે. નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા તેમ છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક સાવ સસ્તું ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું છે  વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ ૨૦૧૫’ મા ભારતમા સૌથી નાની ઉંમરના ૨૨ વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને યંગ નેચરાલીસ્ટ એવોર્ડ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે. ભારતમા અત્યાર સુધીમાં આશરે ૧૨૦૦ જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.


Sensei Rajesh Thakkar – THE MAN

Rajesh Thakkar - Chief Instructor - Rajesh Thakkar’s Karate Academy

Rajesh Thakkar – Chief Instructor – Rajesh Thakkar’s Karate Academy

Kyoshi Sensei Rajesh Thakkar was born to Santokben & Laljibhai Thakkar on 14th July 1959. Rajesh Thakkar is a person for whom it can be said that Karate is his life. He has dedicated his complete being to Karate. The mission of his existence is to spread the right values of life through teaching Karate-Do.

He began his Karate training at the age of 13 years under the able guidance of Shihan Pervez Mistry, the father of modern Karate in India. Rajesh Thakkar achieved his Black Belt from Sensei Mistry in 1979.

In 1984, he was awarded 4th Degree Black belt by Hanshi Sensei Meitoku Yagi, 10th Degree Black Belt and founder of OMGKA (Okinawan Meibukan Goju-Ryu Karate-Do Association) in Japan. He was also appointed the Chief Instructor and President of that style in India. He got his 5th Dan in 1990, 6th Dan in 1996 & 7th Dan in 2009 from Japan. He was also awarded the title KYOSHI in 2009 by Hanshi Sensei Meitatsu Yagi & Hanshi Sensei Meitetsu Yagi.

Rajesh Thakkar was a champion Karateka and was the National Champion in 1980. He has also participated and represented India at 3 World Tournaments. Since the past several years he has also been accompanying the Indian national teams to various International championships as a coach – cum – manager.

He has written two books on Karate in English (Dynamic Goju-Ryu in 1982 and The Art and Science of Karate-Do in 1993 with a second edition in 1997) and the latter has also been translated to Gujarati.

He has about 20 branch classes in addition to the main class where he himself teaches at Grant Road. He is one of those rare teachers who practice what they teach. He is also the type of teacher who studies deeply into his subject and always tries out new methods of teaching.

Sensei Rajesh Thakkar is a simple man who has kept a low profile despite a list of extraordinary achievements. What makes him great is not just his prowess in Karate, but also his noble character, his sublime approach towards life and the SPIRITUAL VALUES that he has been imbuing in his thousands of students since over 35 years as a teacher.

:: Contact ::
Shree Rajesh L. Thakkar –  Chief Instructor 

Rajesh Thakkar’s Karate Academy
A – 1, Sneha Sadan, 10 – N, Gamadia Road,
Breach Candy – Mumbai – 400 026

e – mail : rajeshthakkar14@gmail.com
Web : www.rajeshthakkarkarate.com


1 Comment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ..

Narendra Modi Interview News paper

Narendra Modi Interview News paper

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય અગાઉ  સેશલ્સમાં પોતાના ટૂંકા પ્રવાસ દરમિયાન ત્યાંના એક ન્યૂઝપેપર ‘ટુ ડે’ ને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેયર કરી હતી તે ન્યૂઝપેપર માં છપાયેલા આ ઈન્ટરવ્યૂમાં મોદીને તેમના ગુસ્સા, બીક, શોખ જેવા સવાલો પણ પૂછાયા હતા  તો  ચાલો જાણીએ આ સવાલોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું જવાબ આપ્યા…??   ઇન્ટરવ્યુ રસપ્રદ માહીતી આપણા સહુ વાચક મીત્રો માટે અહી રજુ  કરવામાં આવેલ છે

 

સવાલ નં-૧ : રજાઓ ગાળવા માટે તમારી સૌથી પસંદગીની જગ્યા કઈ છે..?

જવાબ : પ્રશ્ન પૂછવા માટે આભાર. હકિકતમાં આ પ્રશ્નથી ઘણી બધી યાદો તાજી થઈ જાય છે. મારા જીવનમાં ૪૦થી વધુ વર્ષો સુધી, જયાં સુધી મેં કાર્યકારી પદ સંભાળ્યું ન હતું, હું સંગઠનાત્મક કામોમાં સામેલ હતો, જેના કારણે મને સંપૂર્ણ ભારતનો પ્રવાસ કરવાની તક મળી. દરેક જગ્યા પોત-પોતાની રીતે વિશિષ્ટ છે, નવા-નવા અનુભવ મળે છે અને આનંદ પ્રાપ્ત થાય છે.

સવાલ નં-૨ : એવા પુસ્તકો જેનાથી તમારા જીવનમાં પરિવર્તન આવ્યું હોય..?

જવાબ : જીવનના ઘણા તબક્કા છે. માત્ર એક તબક્કો બદલવાથી સમગ્ર જીવન નથી બદલાતું. જીવનની યાત્રા વિકાસની એક પ્રક્રિયા છે, તે સ્વાભાવતઃ માત્ર પરિવર્તન નથી, તેનાથી પણ વધારે કંઈક છે. અમારી સંસ્કૃતિમાં અમને શીખવાડાયું છે કે, અમે બધા ક્ષેત્રોના સર્વશ્રેષ્ઠ વિચારોને આત્મસાત કરીએ, વિભિન્ન ગ્રંથો, શાષાો, સન્માનિત સંતો અને અન્ય જાણકાર પુરુષો અને મહિલાઓ પાસેથી શીખીએ. હું ભાગ્યશાળી રહ્યો કે, મને આ અનુભવ મળ્યો, લોકોના વિવિધ વિચારોને સાંભળવાની તક મળી. મને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ છે. તેનાથી મને સકારાત્મક અને નવા વિચાર મળે છે અને સાથે-સાથે જ પ્રેરણાદાયક સંદેશ જે મારા મનને પ્રભાવિત કરે છે.

સવાલ નં-૩ : તમે તમારી જાતને આરામ કેવી રીતે આપો છો..?

જવાબ : કામ નિર્ધારિત સમયમાં સંપન્ન થાય અને પૂરી રીતે સંપન્ન થાય- તેનાથી મને સૌથી વધુ શાંતિ અને આરામ મળે છે. હું જાણું છું કે, પોતાની આસપાસનું વાતાવરણ બદલવું કે તેના માટે પ્રયત્ન કરવો આરામ કરવાની એક સામાન્ય રીત છે – પોતાના કામથી કેટલોક સમય વિરામ લેવો કે કામ કરવાના વાતાવરણને બદલવું. ઘણા લોકો એવું કરવાનું પણ પસંદ કરે છે. પોતાના અનુભવથી શીખે છે, હું ‘યોગ : કર્મસુ કૌશલં’માં વિશ્વાસ કરું છું. કામમાં ઉત્કૃષ્ટતા જ યોગ છે, આ લોકનીતિને આત્મસાત કરવાથી મને સંતોષ મળે છે. કાર્યથી સંતોષ મળે છે અને આ સંતોષથી ઘણો આરામ તેમજ શાંતિ મળે છે.

સવાલ નં-૪ : શું તમે જમવાનું બનાવી શકો છો..?

જવાબ : મારો મોટાભાગનો સમય કઠણાઈઓથી ભર્યો રહ્યો છે, એક જગ્યાએ ક્યારેય સ્થિર નથી રહ્યો અને મારી મરજી મુજબ મારું જીવન જીવ્યો છું. તેને લીધે મારે ખાવાનું બનાવવાનું શીખવું પડ્યું અને ધીરે-ધીરે તે એક આદત બની ગઈ. સ્વભાવતઃ હું કોઈ વસ્તુને સારી રીતે કરવાનું પસંદ કરું છું અને આ જ પ્રયાસ હું ખાવાનું બનાવતી વખતે પણ કરું છું! પરંતુ હવે ૧૫-૨૦ વર્ષ થઈ ગયા છે. તો પણ મેં એક વખત બનાવ્યું હતું, જયારે હું મારા ગૃહ રાજયનો મુખ્યમંત્રી હતો.

સવાલ નં-૫ : તમારા મુજબ તમારા મુખ્ય ગુણ કયા-કયા છે..?

જવાબ : અમારી સંસ્કૃતિમાં અને અમારા પવિત્ર ગ્રંથો મુજબ એમ માનવામાં આવે છે કે, પોતાની અંદરનું જાણવું અને તેની શોધ કરવા કરતાં બહારની દુનિયાને જાણવી અને તેની શોધ કરવી અપેક્ષાકૃત સરળ છે અને એક વખત જો વ્યક્તિ પોતાના અંગત વ્યક્તિત્વ (સેલ્ફ) શોધી લે છે, તો તે પછી તેના માટે શીખવાનું કંઈ બચતું નથી અને તેના માટે તે જરૂરી પણ રહી જતું નથી કે તે પોતે એ બાબતો માટે આત્મપ્રશંસા કરે જે બધુ આ પ્રક્રિયામાં શીખ્યું છે. આજે પણ હું મારા અંગત વ્યક્તિત્વ (સેલ્ફ)ને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને પોતાના દોસ્તો અને શુભચિંતકોના માધ્યમથી તેને શોધતો રહું છું.

સવાલ નં-૬ : શું તમારો કોઈ શોખ છે..?

જવાબ : મને લોકોને મળવાનું પસંદ છે, અલગ-અલગ પ્રકારના લોકોને મળવું અને તેમના અનુભવોથી શીખવું પસંદ છે. મને એકાંતમાં પણ સમય વીતાવવાનું પસંદ છે.

સવાલ નં-૭ : ભારતમાં તમારી મનપસંદ જગ્યા કઈ છે..?

જવાબ : હિમાલય

સવાલ નં-૮ : તમારા સૌથી પસંદગીના રાજનીતિજ્ઞ કોણ છે..?

જવાબ : ભારતની એકીકૃત કરવા અને તેની એકજૂથતાના તેમના પ્રયાસો માટે મને સરદાર વલ્લભભાઈ પટેલ ઘણા પસંદ છે. મને ભગત સિંહ જેવા વીર લોકો ઘણા પસંદ છે, જેમણે આટલી નાની ઉંમરમાં દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. લોકોની ચેતના જગાવવા અને સ્વતંત્રતાના સંઘર્ષમાં તેમણે એકીકૃત કરવા માટે મહાત્મા ગાંધી મારા આદરણીય છે. એવા ઘણા અન્ય મહાપુરુષ તેમજ વીરાંગનાઓ છે જેમનો મારા જીવનમાં ઉંડો પ્રભાવ પડ્યો છે. આ દુનિયાને ઉત્તમ બનાવવાની પોતાની શોધમાં આપણે એ લોકો પાસેથી શીખવું જોઈએ.

સવાલ નં-૯ : તમારી સૌથી જૂની યાદ કઈ છે..?

જવાબ : મારી યાદો મારા ગૃહ રાજયના એક નાના શહેરમાં મારા પાલન-પોષણની છે, જયારે અમારો દેશ સ્વતંત્ર થયો હતો. હું ઘણા પૈસાદાર પરિવારનો ન હતો, એવા લોકોને પોતાના શરૂઆતના દિવસોની કઠણાઈઓ કાયમ યાદ રહે છે અને અન્ય યાદોમાં મને મારો એ સમય યાદ રહે છે, જયારે હું સ્થાનિક રેલવે સ્ટેશન પર મારા પિતાની ચાની દુકાન પર ચા વેચતો હતો. હું એ સમય પણ યાદ કરું છું, જયારે અમારો દેશ યુદ્ધ લડી રહ્યો હતો અને હું મુસાફરી દરમિયાન સૈનિકોને ચા પીવડાવતો હતો. એક યાદ એ પણ છે કે, મેં અને મારા મિત્રોએ એક ફૂડ સ્ટોલ સ્થાપિત કર્યો હતો અને તેનાથી થયેલી આવક અમે સ્થાનિક પૂર પીડિત લોકોની સહાયતા માટે દાનમાં આપી દીધી હતી.

સવાલ નં-૧૦ : તમારી સૌથી મોટી શક્તિ કઈ છે..?

જવાબ : શું મને સુપર પાવર વિશે વિચાર કરવો જોઈએ કે સુપ્રીમ પાવર વિશે..? મને લાગે છે કે આપણા બધા પર એ સર્વોચ્ચ શક્તિની કૃપા છે, આપણે બધા તેની અંદર છે. વો સર્વોચ્ચ શક્તિ શું છે…ના હું જાણું છું અને ના હું તમને તેનું વર્ણન કરી શકું છું.

સવાલ નં-૧૧ : જીવનમાં તમે સૌથી મહત્વપૂર્ણ પાઠ કયો શીખ્યો છે..?

જવાબ : મારી કઠણાઈઓમાંથી મેં શીખ્યું, મનથી કામ કરવું અને તેને પૂર્ણતઃ સંપન્ન કરવું.

સવાલ નં-૧૨ : તમારી સૌથી મોટી બીક કઈ છે..?

જવાબ : મારું જીવન એવું રહ્યું છે કે, ડર માટે મારા જીવનમાં કોઈ ખાસ જગ્યા નથી રહી. પરંતુ મારા મગજમાં એ હંમેશા ચાલતું રહ્યું છે કે મારા અંતિમ સમય સુધી હું કોઈની માટે બોજ ન બનું. મને એ શક્યતાઓથી બીક લાગે છે. (હું કોઈની ઉપર બોજ ન બની જાઉં.)

સવાલ નં-૧૩ : લોકોની કઈ આદતથી તમને સૌથી વધુ ગુસ્સો આવે છે..?

જવાબ : સ્વભાવતઃ મને ગુસ્સો નથી આવતો. ગુસ્સો કરવો મારી શૈલી નથી. પરંતુ હા, જેવું કે મેં પહેલા કહ્યું, જયારે કોઈ વ્યક્તિ પોતાનું સર્વશ્રેષ્ઠ નથી આપતો તો મને તે બાબત પસંદ નથી આવતી. અસફળતાથી ડરવું જોઈએ નહીં, પોતાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. બેવડા માપદંડ રાખનારા લોકો પણ મને પસંદ નથી. તમે જે છો, તે રહો તે ઘણું મહત્વપૂર્ણ છે.

સવાલ નં-૧૪ : જયારે તમે મોટા થઈ રહ્યા હતા ત્યારે તમે શું બનાવાના સપનાં જોયા હતા..?

જવાબ : હું એક એવા વાતાવરણમાં જન્મ્યો અને મોટો થયો જેમાં ગરીબ સપનાં પણ જોઈ શકતા ન હતા. એ જ સમયે મેં મારા અંતર્મનમાં અનુભવ કર્યો કે, દરેકે માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજા માટે પણ જીવવું જોઈએ. જોકે, મને મારા આગળના પથ વિશે જાણ ન હતી, જેના પર ચાલીને હું મારા અંદરના વિચારને સાકાર કરી શકતો હતો. હું એ જ પથ પર ચાલતો રહ્યો, જે પથ પર મારું ભાગ્ય મને લઈ જતું રહ્યું. જોકે, એક વાત જે નિરંતર બની રહી, તે એ કે બીજાની સેવા માટે જીવન જીવવાનું છે.

સવાલ નં-૧૫ : તમારી સૌથી પસંદગીની ફિલ્મ કઈ છે અને કેમ..?

જવાબ : સમાન્ય રીતે મને ફિલ્મો તરફ આકર્ષણ નથી રહ્યું. પરંતુ હું મારી યુવાનીમાં ફિલ્મો જોતો હતો, જિજ્ઞાસાથી, એવી જિજ્ઞાસા જે માત્ર યુવાવસ્થામાં થાય છે. તો પણ માત્ર મનોરંજન માટે ફિલ્મો જોવી મારો સ્વભાવ ક્યારેય નથી રહ્યો. તેને બદલે, હું ફિલ્મોમાં બતાવાયેલી વાર્તાથી જીવન માટે શીખ શોધતો હતો. યાદ છે, એક વખત હું મારા શિક્ષકો અને કેટલાક મિત્રો સાથે આરકે નારાયણના પુસ્તક પર આધારિત જાણીતી હિંદી ફિલ્મ ગાઈડ જોવા ગયો હતો અને ફિલ્મ જોવા પછી મારી મિત્રો સાથે આ ફિલ્મ વિશે ઉંડી ચર્ચા થઈ હતી. મારો તર્ક હતો કે, આ ફિલ્મમાં મુખ્ય બાબત એ દર્શાવાઈ છે કે, અંતમાં દરેક પોતાની અંતરાત્માથી જ નિર્દેશિત થાય છે. પરંતુ ત્યારે હું ઘણો નાનો હતો, મારા મિત્રોએ મારી વાતને ગંભીરતાથી ન લીધી!

સવાલ નં-૧૬ : તમારા પોતાના જીવન પર બનેલી ફિલ્મમાં તમે કોને ઈચ્છશો જે તમારી ભૂમિકા નિભાવે..?

જવાબ : દરેકનો પોત-પોતાનો વિચાર હોય છે. આપણે એ વાતની ઈચ્છા શા માટે કરીએ કે મરી ગયા પછી લોકો મને યાદ રાખે? જો તેમને કંઈ યાદ રાખવાનું પણ હશે તો આપણા કામો, બીજા માટે અપાયેલું આપણું યોગદાન રાખવું જોઈએ. જો તમે તમારા જીવનમાં યોગ્ય કામ કર્યું છે તો જે એ કાર્યને આગળ લઈ જશે તે જ મારા જીવનની ભૂમિકા નિભાવી રહ્યો હશે અને પોતાના જીવનની પણ!

સવાલ નં-૧૭ : જો તમે ભૂતકાળમાં જઈ શકો તો ક્યાં જવા ઈચ્છશો..?

જવાબ : આ ઘણો જ જૂનો સવાલ છે. દરેકને પોતાનું બાળપણ સૌથી વધુ પસંદ હોય છે, દરેક એ જ સમય યાદ કરે છે; એ ભોળપણ, એ મુક્ત જીવન, તળાવમાં તરવું, ગલીમાં રમવું!

સવાલ નં-૧૮ : જો તમારા ઘરમાં આગ લાગી હોય તો એ કઈ એક વસ્તુ છે જેને તમે બચાવવા માંગશો..?

જવાબ : મારી સ્વાભાવિક પ્રતિક્રિયા એ જોવાની હશે કે આગ આસપાસના ક્ષેત્રમાં ક્યાં સુધી ફેલાઈ છે. મને લાગે છે કે જો હું એવું કરવામાં સક્ષમ થઈ ગયો તો પોતાની રીતે જ ઘણી બધી વસ્તુઓ બળતી બચી જશે.

સવાલ નં-૧૯ : જો તમારા રાતના ભોજન પર ત્રણ વ્યક્તિ, મૃત કે જીવિત, ને આમંત્રિત કરવાના હોય તો એ કોણ-કોણ હશે..?

જવાબ : સ્વભાવથી, હું એક એવો વ્યક્તિ છું જે આધ્યાત્મિક પ્રયોજનો માટે ઉપવાસ રાખું છું. અતઃ આ પ્રવાસમાં, જો હું આ પ્રવાસમાં આ પ્રકારના કોઈ વ્યક્તિને મળું છું, મારી પહેલી પસંદ હશે, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ અને મહર્ષિ રમણ જેવા મહાન વ્યક્તિત્વવાળા. આ બધા પરમ આત્માવાળા મહાપુરુષો છે, જેમને રાતના ભોજનની જરૂર નથી

સવાલ નં-૨૦ : તમારું પસંદગીનું સુવાક્ય..?

જવાબ : મારું પસંદગીનું સુવાક્ય છે – ‘સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે. (Courtesy : Akila Daily)


સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પ.પુ. શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) સાથે અતુલભાઈ ચોટાઈની ખાસ મુલાકાત

Meet Atul Chotai With Rameshbhai Oza

Meet Atul Chotai With Rameshbhai Oza ( Pujya Bhaishree)

ભણતર એટલે જીવન ઘડતર આ ઉક્તિને ખરા અર્થમાં સાકાર કરવા માટે આપણે એક સારા શિક્ષક અને સારા શિક્ષણની જરૂર પડે છે. આજના શિક્ષણનાં જમાનામાં સારું અને જરૂરી શિક્ષણ આપતી સંસ્થા બહુ જ જવલ્લે  હોય છે. આવી જ એક સંસ્થાનું નામ છે  સાંદીપની વિદ્યા નિકેતન મહાત્મા ગાંધી અને કૃષ્ણના પરમમિત્ર સુદામા તથા અરબી સમુદ્રના રળીયામણે કિનારે વસેલું ગામ એટલે પોરબંદર અને આ ગામની ભાગોળે આ સંસ્થા આવેલી છે અને  સુદામા જે  ભગવાન કૃષ્ણના નિકટ મિત્ર  હતા તેમણેં તથા કૃષ્ણ સાંદિપની ઋષિ પાસેથી શિક્ષણ મેળવેલ હતું એટલે જ  કદાચ આ સંસ્થાનું નામ સાંદિપની વિદ્યા નિકેતન  રાખેલ હશે એવું માની શકાય..

સાંદિપની  વિદ્યા નિકેતન ની શરૂઆત તારીખ ૬ ફેબ્રુઆરી ૧૯૯૨ ના રોજ કરવામાં આવી હતી.ભારતમાં શેક્ષણિક, આધ્યાત્મિક અને માનવીય પ્રવૃતિઓને આધાર આપવા એક સુવ્યવસ્થિત હેતુથી સાંદિપની વિદ્યા નિકેતન ની સ્થાપના કરવામાં આવી છે. પૂ. ભાઈશ્રી એ વ્યકતિગત રસ લઈને આ સંસ્થાનો વિકાસ કર્યો છે. ‘જ્ઞાનાથઁ પ્રવેશ, સેવાર્થ પ્રસ્થાન’ એ આ વિદ્યા નિકેતન નું મૂળસુત્ર છે. વિદ્યા નિકેતન એ ઋષિકુળ ની પરંપરા અનુસાર ચાલે છે. જેના વિદ્યાર્થીઓ ઋષિકુમાર તરીકે ઓળખાય છે. સાંદિપની વિદ્યા નિકેતન ની મુખ્ય ઓફીસ પોરબંદર છે. આ સીવાય મુંબઈ અને દેશ – વિદેશમાં પણ આ સંસ્થા કાર્યરત છે. ૧૯૯૧ માં ગુજરાત સરકાર દ્ધારા સાંદિપની  વિદ્યા નિકેતનને  ૧૫ એકર જેટલી જમીન પણ ફાળવવામાં આવેલ છે.

આ સાંદિપની  વિદ્યા નિકેતન  પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા જે પૂ. ભાઈશ્રીના નામે ઓળખાય છે તેઓ ચલાવે છે અને પૂ. ભાઈશ્રી સૌરાષ્ટ્ર ના દેવકા ગામના વતની છે. જેઓએ પ્રાથમિક શિક્ષણ રાજુલામાં લઈ ત્યારપછીનું શિક્ષણ તથા કોલેજ મુંબઈમાં પૂર્ણ કરેલ છે અને પૂ. ભાઈશ્રીના કાકા શ્રી જીવરાજભાઈ ઓઝા ખુબ જ પ્રખર વ્યાખાનકાર હતા તેમણે ભાઈશ્રીના વ્યકિતત્વમાં આધ્યાત્મિક બુદ્ધિમતાનો ચમકારો જોયો અને ભાઈશ્રીને પ્રોત્સાહિત કર્યા.૧૩ વર્ષની  નાની ઉમરે ભાઈશ્રીએ પ્રથમ વખત ભગવત કથા નું ગાન કર્યું અને તે પછી ૧૮ વર્ષ ની ઉમરે મુંબઈમાં અને તે પછી ભાઈશ્રીએ યુ.એસ.એસ., યુ.કે., કેનેડા, પોર્ટુગલ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ સહિત દેશ – વિદેશમાં ભાગવત આખ્યાનો કરી ભાગવતાચાર્ય તરીકે લોકહદયમાં સ્થાન મેળવ્યું છે.

પૂ. ભાઈશ્રી શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી રામચરિત માનસ, શ્રીમદ ભગવત ગીતા અન્ય ભક્તિભાવપૂર્ણ કાવ્યો અને આધ્યાત્મિક લખાણો જેવા કે ઉપનિષદો  અને સુભાષિતોમાંથી ઉદાહરણો ટાંકીને પોતાની આગવી શૈલીમાં એક આદર્શ જીવન કેમ જીવવું..? ની સાથે આધ્યાત્મિક કાયદાઓની સમજણ આપીને સત્ય અને ધર્મનો માર્ગ ચિંધે છે. પૂ. ભાઈશ્રી પોતાના વ્યાખ્યાનમાં દ્વેત – દ્વૈતાદ્વૈત અને અદ્ધૈતની વિવિધ શાળાઓના તત્વજ્ઞાનની સાથે શ્રીમદ વલ્લભાચાર્ય અને આદિ શંકરાચાર્યજી ના શબ્દોને  ટાંકીને ખુબ જ સરળતાથી લોકોને સમજાવે છે.

સાંદિપની વિદ્યા નિકેતનની  આધ્યાત્મિક ભૂમિમાં એક ખુબ જ સરસ હરિમંદિર આવેલું છે. જ્યાં દરરોજ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૧ વાગ્યે તેમજ સાંજે ૭ વાગ્યે એમ દરરોજ ત્રણ વખત આરતી થાય છે અને મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે બપોરે પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. દર વર્ષે નવરાત્રીમાં અહીં રામચરિત માનસ પઠન અનુષ્ઠાન થાય છે.અને આ પ્રસંગે ભાઈશ્રી ખુદ અહીં હાજર રહી આ અનુષ્ઠાન તથા રામચરિત માનસનું પઠન કરે છે

રાજકોટ ના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ એ  વર્ષ  – ૨૦૧૧ ના દીપાવલી પર્વ નિમિતે  સુપ્રસિદ્ધ ભાગવતચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) ને રૂબરૂ મળી પ્રગતી તથા સફળતા માટે પૂ. ભાઈશ્રી ના આશીવર્ચન મેળવ્યા હતા પૂ. ભાઈશ્રી એ અતુલભાઈ ચોટાઈની  કાર્યપદ્ધતિ ને બિરદાવી અને પ્રગતી કરવા માટે આશીવર્ચન આપેલ હતા આ ઉમદા ક્ષણોને અમારા મીડિયા પરિવારના ફોટોગ્રાફર વિપુલભાઈ પડાળિયાએ પોતાના કચકડે કંડારી લીધી હતી.તથા આ મુલાકાત બાબતે સાંદિપની આશ્રમના શ્રી મનોજભાઈ મોઢા તથા આશાપુરા ડીવાઈન શોપના શ્રી હસમુખભાઈ થાનકીનો સંપૂર્ણ  સહયોગ અમને મળેલ હતો. સાંદિપની વિદ્યા નિકેતન વિષે વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

સંપર્ક :  પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી), 
સાંદિપની વિદ્યા નિકેતન, મહર્ષિ સાંદિપની માર્ગ, 
પોરબંદર એરપોર્ટની સામે, છાંયા – પોરબંદર – ૩૬૦ ૫૭૮
ફોન : ૦૨૮૬ – ૨૨૨૧૬૯૮  ઇ – મેઈલ : bsstpbr@sandipani.org
વેબસાઈટ  : www.sandipani.org


ધ્વનીના ધણી શ્રી હરીશભાઈ ભીમાણીની સાથે એક યાદગાર મુલાકાત

Harish Bhimani - Voice of Samay

Harish Bhimani – Voice of Samay

સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ મહાભારત માં સમય નો સુર આપી અવાજની દુનીયામાં દેશ વીદેશના લોકહૃદયમાં અનેરું સ્થાન મેળવનાર મૂળ કચ્છના અને આપણા ગુજરાતી અને ધ્વનીના ધણીની જેને ઓળખ મળી છે તેવા શ્રી હરીશભાઈ ભીમાણીની રાજ્યસભા ટીવી માં મુલાકાત લેવામાં આવી હતી તે મુલાકાતનો વીડિઓ નીચેની લીન્ક દ્વારા જોઈ શકાશે

 

 

 

Part – 1

https://www.youtube.com/watch?v=Th_qBlweG2U

Part – 2
https://www.youtube.com/watch?v=cJwdaaxQNj0

Part – 3

https://www.youtube.com/watch?v=BHYLx-MQLbI


ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એક ખાસ મુલાકાત

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

શબ્દની સાધના અને ચિંતનની આરાધના થકી સ્વરસિધ્ધિ પ્રાપ્ત કરીને લોકપ્રિયતાના ડુંગરા સર કરનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને વર્ષ ૨૦૧૩ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક નાની એવી શુભેચ્છા મુલાકાત લેવાની ઉત્તમ તક મળી હતી.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી વિષે આપણે આછેરો પરિચય મેળવીએ તો તેમનો જન્મ જૂનાગઢ જીલ્લાના કુતિયાણા તાલુકાના ખીજ્દળ ગામે તા.૧૯-૦૯-૧૯૪૮ ના રોજ થયો અને તેમનુ મૂળ વતન જૂનાગઢ જીલ્લાના કેશોદ પાસેનું માણેકવાડા ગામ છે અને તેઓએ અભ્યાસમાં ઓલ્ડ એસ. એસ. સી પાસ કરેલ છે. તેઓ ખેતી કરવાનું પણ જાણે છે અને સાથે સાથે રેડીયો – ટીવી તેમજ જાહેર પ્રોગ્રામો દ્રારા ગુજરાતી લોકોના હદયના તેમણે એક અનેરૂં સ્થાન મેળવ્યું છે.

ભીખુદાનભાઈના જાહેર પ્રોગ્રામોની આજ સુધી ૪૫૦ જેટલી ઓડિયો સીડી તથા ગુજરાતી લોકસાહિત્યની તથા ગ્રામ્ય સંસ્કારનું જતન કરતી ઘણી વિડીયો કેસેટો પણ બહાર પાડેલ છે અને ભીખુદાનભાઈએ દુબઇ, અબુઘાબી, શારજહા, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઈન્ડોનેશીયા, મોરેશીયસ સહિતના ઘણા દેશોમાં તથા ભારતભરમાં મુંબઈ, દીલ્હી, કલકતા, ચેન્નઈ અને બેંગ્લોર જેવા મહાનગરોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા લોકપ્રીયતા મેળવી છે.

ભીખુદાનભાઈ એ સમાજ અને રાષ્ટ્ર માટે પણ ઘણા નિ:શુલ્ક કાર્યક્રમો કર્યા છે. વૈભવથી ઝગમગતા અમેરિકા જેવા દેશો  સુધી પોતાની ૪૩ વર્ષની સફરમાં દસેક હજાર જેટલા કાર્યક્રમો દ્ધારા ગુજરાતી લોક સાહિત્યની સુવાસ ભીખુદાનભાઈએ ફેલાવી છે. ભીખુદાનભાઈને લોકસાહિત્યની આ શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતીના હસ્તે વર્ષ – ૨૦૧૦માં સંગીત નાટક અકાદમી એવોર્ડ થી સન્માનીત પણ કરેલ છે. આ સિવાય ભારત સરકાર – ગુજરાત અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્ધારા પણ તેમને માન સન્માન અને એવોર્ડ મળેલા છે. ભીખુદાનભાઈ નિરાંતના સમયમાં પોતાના ફાર્મહાઉસ  ભરતવન ખાતે સમય પસાર કરે છે. સવાર સાંજે  નિયમિત પુજા કરે છે અને  વાંચન પણ કરે છે. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ તેઓ ખુબ જ સરળ અને નિખાલસ છે.

તેઓએ અમારી તથા અમારા મિડિયા પરીવાર ના સભ્યો સાથે ખુબજ સરળતાથી ઘણી બધી વાતો કરી હતી અને સારું વાંચીને, સારું સંભાળીને, સારા લોકોનો સંગ કરીને સમાજ કઈક સારું આપવું જોઈએ. જો કે આમ કરવાથી તેની સારી અસરો મોડી જરૂર થશે પણ ઈશ્વર દરેક માણસની તેની સાચી મહેનત અને નિષ્ઠાનો બદલો જરૂર આપે છે તેવું જણાવેલ હતું તથા મીડિયા ક્ષેત્રની આ કામગીરીમાં પણ સાચી જવાબદારી નિભાવવી લોકોને સાચા અને સારા સમાચારો આપી સમાજ અને દેશ માટે નિષ્ઠાથી કામ કરવાની શીખ પણ આપી હતી અને અમારા મિડિયા પરીવાર ના તમામ સભ્યને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથેની શુભેચ્છા મુલાકાતમાં અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટના ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાળીયા અને શિક્ષણક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર શિક્ષણ વિભાગના વહીવટી કર્મચારી શ્રી બ્રીજેનભાઈ પાંઊ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો પત્ર વ્યવહારથી નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી, બી – ૪૪,  રાધાકૃષ્ણ નગર,
મોતીબાગ પાસે, જૂનાગઢ – ૩૬૨ ૦૦૧


વડોદરાના ગિરીશભાઈ ભટ્ટને ચાર હજાર થી પણ વધુ લોકોની બર્થ ડે યાદ છે

Girish Bhatt - Vadodra

Girish Bhatt – Vadodra

પોતાના ફેમિલી મેમ્બર્સના બર્થ ડે યાદ રાખવા અને તેમને વીશ કરવાની ઇચ્છા ઘણા લોકો કાયમ પૂરી શકતા નથી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય ગિરિશભાઇ  ભટ્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ તો ઠીક પણ એકવાર મળ્યાં હોય તેવા લોકોની બર્થ ડે પણ આસાનીથી યાદ રાખી શકે છે. તેઓ અત્યાર સુધી ૪૦૦૦  થી વધુ વ્યક્તિના બર્થ ડે યાદ રાખી શક્યા છે.

પોતાની આ ખાસિયત માટે તેમને ઘણા યુવાનો તારીખવાળા ભટ્ટકાકાના નામે જ ઓળખે છે. ગિરિશભાઇ ઘર બહાર નિકળે અને રસ્તામાં મળનાર જાણીતી વ્યક્તિની બર્થ ડે હોય તો તેને વીશ કરવાનું ચૂક્તા નથી અને સાથે જ આગામી દિવસોમાં જાણ હોય તો તેના પરિવારજનોની બર્થડે નો પણ ઉલ્લેખ કરવાનું ચૂક્તા નથી. તેમની બીજી ખાસિયત મહાનુભાવોના બર્થ ડે યાદ રાખવાની પણ છે. ફિલ્મોનો શોખ વધુ હોવાથી તેઓ બોલિવૂડના અનેક એક્ટર-એક્ટ્રેસની બર્થ ડે પણ તેમને મોઢે છે. તેથી ખૂબ નાના બાળકો મળે તો તેમની બર્થ ડે ની સાથે સંબંધિત બોલિવૂડ હસ્તીનું નામ પણ કહે છે.

બર્થ ડે જ નહીં તેઅો ઘટનાઓની તારીખો પણ આસાનીથી યાદ રાખે છે. દેશ, રાજ્ય અને વડોદરામાં બનતી ઘણી ઘટનાઓ તેમને યાદ છે. તેઓ કહે છે કે  ૧૯૯૧ થી મારી આ ક્ષમતા વિશેની સભાનતા આવી આ ખાસિયતને લીધે લોકો મને હંમેશાં યાદ કરતાં રહેતા તેથી હું વધુને વધુ યાદ રાખતો થયો હતો. જો કે આ ખાસિયતનો કોઇ આર્થિક ઉપયોગ ન થયો તેનો કોઇ અફસોસ નથી. તે કહે છે કે  ભગવાને ખાસિયત આપી છે પણ સાથે કિસ્મત પણ આપી છે. આપણું કામ કામ કરવાનું છે.. બાકી ઉપરવાળા પર છોડવું જોઇએ


ગુજરાતી કલાજગતના દિગ્ગજ હાસ્ય કલાકાર શ્રી શાહબુદીનભાઈ રાઠોડ સાથે ખાસ મુલાકાત

Meet Atul Chotai With Shahbudin Rathod

Meet Atul Chotai With Shahbudin Rathod

શ્રી શાહબુદીન રાઠોડ આ આઠ અક્ષરોનું નામ સાંભળતા જ સૌના ચહેરા પર હાસ્ય ફરી વળે. કેમ કે સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે શાહબુદીનભાઈ રાઠોડને ઓળખતો નહીં હોય પોતાની જીંદગી દરમ્યાન તેમણે સગવડો અને તકલીફોમાં પણ સંઘર્ષ કરી હાસ્યની ટોચ ઉપર છેલ્લા તેતાલીસ વર્ષથી પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું શુદ્ધ,સાત્વિક અને સુરુચીભર નિર્દોષ હાસ્ય આપનાર શાહબુદીનભાઈ રાઠોડ સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ની વર્ષ ૨૦૧૨ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક ખાસ મુલાકાત ગોઠવાઈ હતી.

તારીખ ૦૯-૧૨-૧૯૩૭ ને ગુરુવારના રોજ સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે તેઓનો જન્મ થયો અને માઘ્યમિક શિક્ષણ તેઓએ થાનગઢમાં જ લીધું. અને જે શાળામાં ભણ્યા ત્યાં જ શિક્ષક થયા, ત્યાં જ પ્રિન્સીપાલ થયા અને ત્યાંજ નિવૃત થયા. તેઓ જે સ્કુલમાં આચાર્ય હતાં ત્યારે સ્કુલમાં ૧૦૦૦૦ થી વધુ પુસ્તકો હતા. તેના વાંચનના શોખના કારણે તેઓ વાંચતા વાંચતા તેઓ લેખક પણ થઇ ગયા. તેઓએ અત્યાર સુધીમાં દસેક જેટલા પુસ્તકો પણ લખ્યા છે. આ બધી વ્યસ્તતા વચ્ચે તેઓ આજની તારીખમાં પણ રામનવમીના દિવસે તેના દરેક મિત્રો અને સંબંધીઓને નિયમિત મળે છે. આ ક્રમ ૧૯૫૪થી ચાલ્યો આવે છે. તેઓએ  ૩૫ વર્ષ નવરાત્રીનું સુંદર સંચાલન કરેલ છે  તથા ૩૦ વર્ષથી વોલીબોલ ટુર્નામેન્ટ પણ યોજે છે અને થાનગઢ માં યોજાતા ગણપતી મહોત્સવ માં સુંદર સહયોગ પણ આપે છે.

શાહબુદીનભાઈ રાઠોડ ગામના દરેક પ્રસંગે પોતે હાજરી આપતાં અને તેની રમુજ વૃત્તિના લીધે લોકો તેને બોલવાનું કહેતા આ રીતે નાના નાના કાર્યક્રમો આપતાં આપતાં તેઓ આજે વિશ્વ કક્ષાના હાસ્ય કલાકાર થઇ ગયા છે  તેમનો સૌ પ્રથમ કાર્યક્રમ ૧૪-૧૧- ૧૯૬૯ ના રોજ લીમડી ખાતે યોજાયો હતો અને તેની જિંદગીનો ૧૭૫ રૂપીયા નો પ્રથમ પુરસ્કાર તેમને ત્યારે મળ્યો હતો. તેઓએ જણાવેલ કે હાસ્ય એટલે કરુણતાની ચરમસીમા ગણાય અને શાહબુદીનભાઈ ભવિષ્યમાં પણ જીવનના સાદા સત્યને હળવાશ તરીકે રજુ કરવાની ઈચ્છા ધરાવે છે.

તેઓની આ હાસ્ય યાત્રા દરમ્યાન તેમને સબીરાબેન જેવા ધર્મપત્નિ અને સ્વ.રમેશ મહેતા જેવા ઉમદા મિત્રોનો હમેશા સાથ મળ્યો છે. શાહબુદીનભાઈ રાઠોડના દામ્પત્ય જીવનમાં તેઓને બે પુત્રો અને બે પુત્રીઓ છે. તેઓ ફુરસદના સમયમાં ચિત્રોનો શોખ હોવાથી તે સારા ચિત્રો પણ દોરે છે. એ જમાનામાં ગીત  સંગીત અને લોકસાહિત્યનું મહત્વ હાસ્યરસ જેટલુ નહોતું. એ સમયે શાહબુદીનભાઈ રાઠોડે ડાયરાઓમાં પડેલી હાસ્યની ખાલી જગ્યા પોતાના  કાર્યક્રમોથી ભરી દીધી અને ત્યાર પછી લોકો મનભરીને માણી શકે તેવા હાસ્ય દરબારોનો સિલસિલો ચાલુ થયો અને હાસ્ય કલાકારોને લોકો માનથી જોતા થયા.

હાસ્ય જગતની આ સફળતા પાછળ શાહબુદીનભાઈ રાઠોડ જેવા હાસ્યના ભીષ્મ પિતામહનો અથાગ પરિશ્રમ પડેલો છે. આજે શાહબુદીનભાઈ રાઠોડ નામથી જ દેશ વિદેશના શો હાઉસફૂલ થઈ જાય છે અને તેની રજુઆતની વિશિષ્ટ્તાથી તેઓ આબાલ વૃદ્ધ, ગરીબ, અમિર, શિક્ષિત કે અભણ તમામ પ્રકાર વર્ગને સમાન અસરથી રાજી કરતા હોવાથી આજે ભારતનાં વિશ્વ વંદનીય સંતો, મોટા ગજાના નેતાઓ, ઉદ્યોગપતિઓથી લઈ અધિકારીઓ અને નાનામાં નાના માણસ તેને આદરથી સાંભળે છે જે તેના વક્તવ્યનો જાદુ છે. તેઓની ૪૩ વર્ષની આ હાસ્યયાત્રા દરમ્યાન તેમની ૨૦૦૬માં વિશ્વ ગુજરાતી કોન્ફરન્સમાં પસંદગી પણ થઈ હતી અને નાના મોટા ઘણા એવોર્ડ અને સન્માન પણ મેળવેલ છે. પણ આ બધાથી સહુથી મોટી બાબત તેમને મળી છે જે છે તેનો મોટો ચાહકવર્ગ….

શ્રી શાહબુદીનભાઈ  રાઠોડે તેના વાંચનના ઉત્તમ જ્ઞાનને વાંચવા સાથે સમજ્યું પણ છે. તેથી તેના કાર્યકર્મોમાં તેઓ ક્યારેય મર્યાદા ઓળંગતા નથી જે  તેનું જમાપાસું છે. તેમના પ્રત્યે પ્રસંગોમાં હાસ્યની સાથે જિંદગીની ઘણી બાબતો શીખવા અને સમજવા પણ મળે છે. જેમને સંભાળવા એ તો મોટી તક ગણાય જ, પણ તેમને મળવું તેનાથી પણ વઘુ મોટી તક ગણાય જે  અતુલભાઈ ચોટાઈને મળી હતી.

દિપાવલી તેમજ નૂતન વર્ષના પર્વ નિમિત્તે શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડ સાથે અમારા મિડિયા પરીવારને પણ આ ખાસ મુલાકાતમાં હાજર રહેવાનો અનેરો અવસર મળ્યો હતો. આ મુલાકાત દરમીયાન શાહ્બુદીનભાઈએ અમારા સહુ સાથે ખૂબ જ નિખાલસતા પૂર્વક વાતો કરી હતી અને અમારી પ્રગતિ માટે આશીર્વાદ પણ આપ્યા હતા. શાહ્બુદીનભાઈ રાઠોડ સાથેની આ મુલાકાતમાં શ્રી અલખગીરીબાપુ (થાનગઢ) તથા શ્રી કિશોરભાઈ પઢારિયા (અલખ ફાઉન્ડેશન-થાનગઢ) અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટ ના જાણીતાં વેબ ડીઝાઈનર શ્રી અલ્પેશભાઈ સાપરિયા અને પ્રેસ ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાલીયા હાજર રહ્યા હતા. શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડનો શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડ, “આશીયાના”, મંગલદીપ સોસાયટી, થાનગઢ-૩૬૩ ૫૩૦ (જી – સુરેન્દ્રનગર) ના સરનામે પત્ર વ્યવહારથી સંપર્ક કરી શકાય છે.


ભારતની બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં પરીમલભાઈ નથવાણી એક આગવું સ્થાન ઘરાવે છે

Parimal Nathwani - Reliance

Parimal Nathwani – Reliance

રિલાયન્સ જૂથના ગ્રુપ પ્રેસીડન્ટ અને રાજ્ય સભાના સાંસદ શ્રી પરીમલભાઈ નથવાણી આપણા ગુજરાતી છે. જે આપણા સહુ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ઇન પોસીબલ કેન બી મેડ પોસીબલ.. અશક્ય પણ બની શકે છે તેનો જીવન મંત્ર અપનાવનાર પરિમલભાઈનો જન્મ ૧ લી ફેબ્રુઆરી ૧૯૫૬ ના રોજ થયો હતો તેમના  પિતાનું નામ ધીરજલાલ નથવાણી અને માતાનું નામ શ્રીમતી પુષ્પાબેન છે ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યા બાદ પ્રોફેશનલ ડોક્ટરેટ ઈન મેનેજમેન્ટ નો કોર્ષ અમદાવાદની નેશનલ માં પૂર્ણ કર્યો.

દેવભૂમી દ્વારકા જીલ્લાના જામખંભાળીયા જેવા ખોબા જેવડા ગામડાથી તેમણે કારકિર્દી ની સફર શરૂ કરેલી પરિમલભાઈની કારર્કીદીની શરૂઆત ઘણી સંઘર્ષભરી રહી તેમણે એક કંપનીમાં નોકરી કરી, સાબુની એજન્સી લીધી, મેન્યુફેક્ચરિંગ શરુ કર્યું,  સ્ટોક માર્કેટમાં ઝંપલાવ્યું પરંતુ ક્યાય ખાસ જામ્યું નહિ પરંતુ ૧૯૯૫નું વર્ષ પરિમલભાઈ માટે જીવનના વળાંક સમાન બની રહ્યું. તેઓ ધીરુભાઈ અંબાણીને મળ્યા અને મુકેશ અંબાણી ત્યારે રિલાયન્સ જામનગરના મોટી ખાવડીમાં દેશની સૌથી મોટી રીફાઈનરી નાખવાના પ્લાનીગમાં હતા  બસ પરિમલભાઈને પોતાની કાર્યક્ષમતા પુરવાર કરવાનો સોનેરી મોકો મળી ગયો તેમણે મોટી ખાવડીમાં આ રીફાઈનરી શરુ કરવા માટે તનતોડ મહેનત શરુ કરી ઘડીયાળના કાંટાને જોયા વગર ૨૪ કલાક સખત મહેનત કરી પોતાની કુનેહ અને આવડતથી મોટી ખાવડીના અનેક ખેડૂતોને સમજાવી રિલાયન્સના સ્વપ્નસમી આ રીફાઈનરીમાટે ૧૦૦૦૦ એકર જેટલી જમીન એકઠી કરી લીધી આટલુ જ નહી અનેક વીટબંણાઓ મુશ્કેલીઓમાંથી પણ પરીમલભાઈએ રસ્તો કાઢી ખુબજ ઓછા સમયમાં રીફાઈનરી શરુ કરાવી રિલાયન્સમાં પોતાનું એક આગવું સ્થાન ઉભું કર્યું બસ પછી તો જોવું જ શું હતું..

મુકેશભાઈએ પણ સાચા હીરાની કિંમત કરી અને વધુ ને વધુ જવાબદારી પરીમલભાઈને સોંપતા ગયા ત્યારબાદ ૧૯૯૭માંપરિમલભાઈ અમદાવાદ આવ્યા અને અહીંથી કંપનીના રાહબર બન્યા કામ કઢાવવામાં અને કામ કરાવવામાં માહેર પરિમલભાઈ સંબધોમાં વધુ વિશ્વાસ કરે છે. ગામડાનો ગરીબ હોય કે હોય શહેરનો મોટી લીડર કંપનીનો કલાર્ક હોય કે વહીવટી તંત્રનો ઉચ્ચ અધિકારી હોય તેઓ દરેક પાસેથી સારી રીતે કામ લઇ શકતા આ રીતે પરિમલભાઈ જોતજોતામાં તો મુકેશભાઈ અંબાણીના ટ્રબલ  શુટર તરીકે પણ ઓળખવા લાગ્યા. રિલાયન્સની કોઈ પણ વહીવટી ગુચ હોય કે કોઈ કાનૂની અડચણ હોય પરિમલભાઈ તેને સુપેરે પાર પાડી શક્તા..

પરિમલ નથવાણી વિષે એમ પણ કહેવાયું છે કે જામનગર પાસે મોટી ખાવડીમાં રિલાયન્સની રિફાઈનરી નું કામકાજ શરૂ  થયું તે પહેલાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવાના કામમાં પરિમલભાઈએ મહત્ત્વની ભુમિકા ભજવી હતી. તે વખતે તેઓ વડોદરામાં શેર બજારનું કામકાજ  કરતા હતા. ત્યારે ધીરુભાઈએ પરિમલભાઈને રિલાયન્સમાં જોડાઈ જવાની ઓફર આપતા કહ્યું હતું કે ભાઈ આ સ્ટોક એક્સચેન્જ છોડ એમાં કંઈ નહીં વળે. પરિમલભાઈએ તે સમયે ધીરુભાઈને કહયું હતું કે પણ મારે નોકરી નથી કરવી. આ મિટીંગ વખતે મુકેશ અંબાણી પણ ત્યાં હાજર હતા તેમણે પણ કહયું કે આમાં નોકરીની ક્યાં વાત આવી..?? હવેથી તું મારો શેઠ…  હું તને પરિમલ શેઠ કરીને બોલાવીશ બસ.. ધીરુભાઈ કહ્યું કે તું હવેથી રિલાયન્સ પરિવારનો એક મેમ્બર છો માટે જામનગરમાં ઓફિસરોને રહેવા માટે મકાન, ફ્લેટ, વાહનો જોઇશે તો  આ બધું કોણ કરશે…?? તે તારે જ  કરવાનું છે. આ પછી પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) બન્યા.

પરિમલભાઈનું માનવું છે કે માણસ જેમ મોટો થાતો જાય તેમ તેના સંબધો પણ લાંબા થતા હોય છે. પરિમલભાઈની પારિવારિક જીવનની થોડી વાત કરીએ તો ૨૫મી એપ્રીલ ૧૯૮૪ના રોજ તેઓ વર્ષાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અત્રે એ કહેવું અતિ આવશ્યક છે કે પરિમલભાઈની અધધ પ્રગતિમાં વર્ષાબેનનો પણ સિંહ ફાળો રહ્યો છે. મુકેશભાઈ ના સંકટમોચક બન્યા બાદ એપ્રિલ ૨૦૦૮ માં ઝારખંડમાં તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે રાજય સભાના સભ્ય બન્યા પણ નેતા જ નહી પરંતુ ત્યાં પોતાની ઓફિસ  ખોલી ત્યાની પ્રજાના પ્રશ્નોને વાચા આપી ખરા અર્થ માં નેતા પણ રહ્યા છે. ધીરુભાઈ અંબાણી ને પોતાના જીવનના રોલ મોડલ માનનાર પરિમલભાઈએ રશિયા, સ્વીઝરલેન્ડ, સાઉથ કોરિયા, જાપાન, યુગાન્ડા, કેન્યા સહિતના અનેક દેશોમાં પ્રવાસ ખેડ્યો છે. એટલુ જ નહી ગુજરાત સરકારના ડેલિગેશનના ભાગરૂપે ફ્રાન્સ, યુએસએ, યુંએઈ અને થાઈલેન્ડ સહિતના દેશોમાં પણ વ્યાપારિક પ્રવાસ ખેડ્યો છે.

પરિમલભાઈ ઝારખંડના રાજ્યસભાના સભ્ય ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ રિલાયન્સ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન તેમજ કેન્દ્ર સરકારની કેટલીક કમિટીઓમાં સભ્ય ઉપરાંત તેઓ દ્ધારકાધીશ  મંદિરના ઉપાધ્યક્ષ, નાથદ્ધારા ટેમ્પલ ટ્રસ્ટના સભ્ય તેમજ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના ચાન્સલર સહિતના અનેક મહત્વના પદો ઉપર તેઓ જવાબદારી સંભાળી રહયા છે  જામનગરથી ઝારખંડ કે પછી દ્ધારકા થી દિલ્હી સુધીનો કોઇપણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા પરિમલભાઈ નથવાણી હમેશા તત્પર જ હોય.ઘણા લોકોએ તો પરિમલભાઈ માટે ત્યાં સુધી  કહ્યું છે કે સંબંધો બાંધવામાં બાદશાહ અને સંબધો જાળવવામાં પરીમલ ભાઈ શહેનશાહ છે. તો આવા નમ્ર અને પ્રેમાળ એવા પરિમલભાઈ આપણા ગુજરાતી છે તે આપણા ગુજરાત અને ગુજરાતીઓ નું ગૌરવ જરૂર થી કહેવાય… પરીમલ ભાઈનો નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી પરીમલભાઈ  નથવાણી – ગ્રુપ પ્રેસિડેન્ટ  (કોર્પોરેટ અફેર્સ),
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ,  ૧૦૧ – વ્હાઈટ હાઉસ, બેડી રોડ,
જામનગર –  ૩૬૧ ૦૦૮, ફોન  : ૦૨૮૮ – ૨૬૬૫૪૦૪
વેબસાઈટ :  www.parimalnathwani.com