ATUL N. CHOTAI

a Writer


સૌરાષ્ટ્રના પિખોર જેવા નાનકડા ગામના ૪૫ જેટલા યુવાનો સશસ્ત્ર દળમાં ફરજ બજાવી માં ભોમની રક્ષા કરી રહયા છે

army soldier - pikhor

army soldier – pikhor

સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાથી અંદાજે પંદર કિલોમીટર દુર માંડ ૧૮૦૦ જેટલી વસ્તી ધરાવતા નાનકડા એવા પીખોર ગામમાંથી આજે ૪૫ જેટલા યુવાનો આર્મીમાં ફરજ બજાવી દેશસેવા કરી રહ્યા છે. ગુજરાતી યુવાનો ફૌજ, બી.એસ.એફ સહિતના સુરક્ષા દળમાં ઓછા હોવાનું મહેણુ મારવામાં આવે છે પરંતુ પિખોર ગામના આ યુવાનોએ આ મહેણુ ભાંગ્યું છે. નાનકડા ગામમાંથી આટલી મોટી સંખ્યામાં આર્મીમાં ફરજ બજાવતા યુવાનો માટે ગામલોકો ગર્વ લે છે. પીખોર ગામમાંથી જેટલા યુવાનો આર્મીમાં જોડાયેલા છે તે પૈકી સૌથી વધારે મયા દરબાર સમાજના યુવાનો છે. આ ગામમાંથી મયા દરબાર સમાજ, દલિત સમાજ, રબારી સમાજ, બાવાજી સમાજ, પાટીદાર સમાજ, વાણંદ અને કુંભાર સમાજમાં થી યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે અને આમાંથી ઘણા આર્મીમાંથી ફરજ બજાવી નિવૃત પણ થઇ ચુક્યા છે. અને આ નિવૃત થયેલા જવાનો ગામના યુવાનો ફૌજ  બી.એસ.એફ માં જોડાય તે માટે તાલીમ આપે છે આ ગામના આગેવાનોના જણાવ્યા મુજબ આ ગામમાં ઘરે ઘરેથી એક એક યુવાનને મા ભોમની રક્ષા કાજે તૈયાર કરવામાં આવે છે. અને આગામી પાંચ વર્ષમાં વધુ ને વધુ યુવાનોને આર્મીમાં મોકલવાના છે. પિખોર ગામના લોકોની દેશ ભાવના આપણા સહુ માટે પ્રેરણાદાયી છે.


રાજકોટની ૧૫ મહિલા બૂટલેગર કારીગરો બની

આર્થિક મજબૂરીના કારણે દારૂનું વેચાણ કરતી મહિલાઓને થોરાળા પોલીસે  નૈતિક મનોબળ આપી, પગભર બનાવી સમાજમાં પુનઃસ્થાપિત કરી

Rajkot Ladies in Business

Rajkot Ladies in Business

આલેખન – દર્શન ત્રિવેદી    ::: પ્રાદેશીક  માહિતી  કચેરી :::
જયુબેલી બાગ ની  અંદર  – રાજકોટ

રાજકોટ શહેરના શ્રમજીવી બાહુલ્ય ધરાવતા કુબલિયાપરા વિસ્તારમાં એક દિવસ શહેર પોલીસની ટીમે રેડ પાડી. દેશી દારૂના વેચાણ કરતી એક મહિલાના ઝૂંપડા જેવા ઘરમાં પોલીસે તપાસ કરી તો મળી આવ્યો રૂ. ૨૦૦નો દારૂ. પણ, એ ઘરની સ્થિતિ જોઇ કોઇ પણ ઋજુ હ્રદયના માનવી પીગળી જાય ! એ ઘરમાં મહિલાના ચાર બાળકો ખાવા માટે રડતા હતા, ગંભીર બિમારીથી પીડાતો મહિલાનો પતિ કણસતો ખાટલામાં પડ્યો હતો. સ્થિતિ એવી હતી કે દારૂના વેચાણમાંથી થતી આવકથી આ છ માણસનું ઘર ચાલતું હતું. આ પૂર્વેની રેડમાં પણ આ મહિલા બૂટલેગર પાસેથી રૂ.૨૦૦ – ૫૦૦ નો જ દેશી દારૂ પકડતો હતો. પોલીસ તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી. પોલીસની કસ્ટડી દરમિયાન મહિલાના પરિવારની હાલત અતિ દારુણ બની જતી હતી. આસીસ્ટન્ટ પોલીસ કમિશનર સુશ્રી બન્નો જોશીના ધ્યાને એક વાત આવી કે આ સમસ્યાનું મૂળ ગુનેગાર નથી, એમની આર્થિક સ્થિતિ છે. એટલે, તેમણે સુરક્ષા સેતુ અને ગતિશીલ ગુજરાત અંતર્ગત નવતર કાર્યક્રમ શરૂ કર્યો…. તેમણે મહિલા  બૂટલેગરોને  આર્થિક પગભર બનાવી દારુ  વેચાણની પ્રવૃત્તિ છોડાવવાનો નિર્ધાર કર્યો.

થોરાળા પોલીસ સ્ટેશનના ગુના શોધક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી હેમેન્દ્ર ધાધલ તથા કોન્‍સ્ટેબલ શ્રી નરેન્દ્રભાઇ હૂદડે પ્રથમ તો એક સર્વે કર્યો. જેમાં કેટલાક તથ્યો મળી આવ્યા. તેના પોલીસ થાણા વિસ્તારમાં જ મોટા ભાગની મહિલા  બૂટલેગરો  કાર્યરત  હતી. તે પૈકીની કેટલીક મહિલાઓ સામે તો દસથી વધુ નશાબંધીના ગુના નોંધાઇ ચૂક્યા હતા. પણ, એમની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ જ કરુણ હતી. કેટલીક મહિલાઓને તેના પતિએ તરછોડી દીધી હતી તો કેટલાકના પતિ ગંભીર પ્રકારના ફોજદારી ગુનામાં જેલમાં હતા. કોઇના પતિ બિમાર, નિઠલ્લા અને આળસુ પ્રકૃત્તિના અને કામચોર અને બેરોજગાર હતા. એટલે, પરિવારના લાલનપાલનની જવાબદારી મહિલાના શીરે હતી. તે સમાજથી વિમુખ થઇ ગઇ હતી. પોલીસ સામે મોટો પડકાર હતો કે અશિક્ષિત અને દારૂ ગાળવા સિવાયની કોઇ આવડત ન ધરાવતી આ મહિલાઓને પગભર બનાવી સમાજમાં કેવી રીતે પુનઃસ્થાપિત કરવી ? પ્રથમ તો આ મહિલાઓને સમજાવવાનું કપરૂ કાર્ય હાથ ધરવામાં આવ્યું. પોલીસ કમિશનર શ્રી મોહન ઝા અને એસીપી શ્રી જોશી દ્વારા આ કામ પણ બખૂબી પાર પાડવામાં આવ્યું. મહિલાઓના ઘરે જઇ રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તેમના મનમાં રહેલી ભયવૃત્તિને દૂર કરવામાં આવી. દારૂના દુષણથી સમાજ અને તેના પરિવારને થતી પ્રતિકૂળ અસર મનોવૈજ્ઞાનિક ઢબે તેને સમજાવવામાં આવી. આ મહિલાઓને નોકરી-વ્યવસાય અપાવી આર્થિક સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું. પ્રત્યેક મહિલા બૂટલેગર સાથે ત્રણ-ચાર બેઠકો બાદ તેઓ આ ગુનાઇત પ્રવૃત્તિ છોડવા માટે રાજી થઇ.

હવે પ્રશ્ન એ હતો કે તેમને આર્થિક સક્ષમ કેવી રીતે બનાવવી ? પહેલા તો કારખાનામાં કામે રાખવાનું વિચારવામાં આવ્યું. પણ, મહિલાઓ પાસે વિશેષ આવડત અને કારખાનેદારોમાં વિશ્વાસના અભાવનું વિઘ્ન આવ્યું. એથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને સીલાઇ મશીન આપી દરજી કામ શીખવાડવાનું આયોજન કર્યું. પણ, એની તાલીમ લાંબી હોવાથી શક્ય નહોતું. એટલે પોલીસે એક અનુકુળ રસ્તો શોધી લીધો. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરીના ઘણા કારખાના કાર્યરત છે, ત્યાંથી મહિલાઓ ઘરે કાચો માલ લાવે અને તૈયાર કરી પરત દઇ આવે. તેમાં માત્ર એકાદ અઠવાડિયાની તાલીમની જરૂર હતી. પોલીસે પોતાના વાહનો દોડાવી આ ૧૫ બૂટલેગર મહિલાઓને ઘરેણા બનાવવાની તાલીમ આપી. વિશ્વાસ સંપાદનના ભાગરૂપે શરૂઆતના તબક્કે કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇએ કાચા અને તૈયાર માલની હેરાફેરી કરાવી. આમ થોડાક જ મહિનાઓમાં આ મહિલાઓ ૬થી ૯ હજાર રૂપિયા પ્રતિ માસ કમાતી થઇ ગઇ. આર્થિક જરૂરિયાત સંતોષાતા જૂની પ્રવૃત્તિ ભૂલાઇ ગઇ ! મોરલ પોલીસિંગ કામ કરી ગયું…!! દારૂબંધી ભંગના અગિયાર કેસનો સામનો કરી રહેલા આ પૈકીના એક મહિલા જીલુબેન કુરેશી કહે છે, હું ક્યારેય દારૂ વેચવા માંગતી નહોતી. પણ, મારા પતિએ મને બળજબરીપૂર્વક આ ધંધામાં ધકેલી દીધી હતી. મે ઘણા સામાજિક અનિષ્ટોનો સામનો કર્યો. પણ, પોલીસના નૈતિક સહયોગથી  હું હવે એ પ્રવૃત્તિ છોડી શકી છું. ઓછા પૈસા કમાઉ છું પણ, પરિવાર અને સમાજમાં ફરી આવી શકી છું. આવા જ એક મહિલા સતિબેન બોહકિયા કહે છે, મહેનતો રોટલો ખાઇ અમે ખુશ છીએ. પોલીસનો ડર દૂર થયો છે અને કાયદાકીય ઝંઝટથી મુક્તિ મળી છે. અમને પોલીસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ  નિયમિત પણે આ મહિલાઓની મુલાકાત લે છે અને કોઇ સમસ્યા હોય તો ઉકલી પણ આવે છે. મહિલા સશક્તિકરણની દિશામાં રાજકોટ શહેર પોલીસનો આ પ્રયાસ ખરા અર્થમાં  અભિનંદનને  પાત્ર છે.


આફત સમયે વાતચીતનું એકમાત્ર કિરણ એટલે હેમ રેડિયો

Hem Radio People

Hem Radio People

અમદાવાદ  : ૨૧ મી સદીમાં અમુક મિનીટ સુધી ફોનનું નેટવર્ક ના પકડાય કે ઇન્ટરનેટ કનેક્શન ન મળે કે કોઇ સાઇટ ક્રેશ થઇ જાય તો ભલભલાને પરસેવો છૂટી જાય છે અને એક જ વિચાર લાવી દે છે કે  હવે શું કરવું..? ટેકનોલોજીના આ યુગમાં જયારે – જયારે કુદરત રુઠયું છે અને ભૂકંપ, સુનામી કે કોઈપણ મોટી હોનારત સર્જાય છે ત્યારે કમ્યુનિકેશનના આધારસ્તંભ એવા આધુનિક ઉપગ્રહો ઠપ થતાની સાથે જ મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ કામમાં આવતા નથી. આ સમયે શું કરવું પ્રશ્નનો એકમાત્ર જવાબ છે, હેમ રેડિયો.. હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો તરીકે જાણીતા વાયરલેસ સાધનની વિશિષ્ટતા એ છે કે માનવજીવન બચાવવા, એક સ્થળેથી બીજા સ્થળે ચોક્કસ માહિતીની આપલે કરવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ સાબિત થાય છે. હેમ રેડિયોના માધ્યમથી ઈન્ટરનેટ કનેક્શન વિના વિશ્વભરમાં ફકત વાતચીત જ નહીં ઇ-મેઇલ થકી જરૃરી ફાઈલો પણ ટ્રાન્સફર કરી શકાય છે.

હેમ રેડિયો વિષે  સીધી અને સરળ ભાષામાં સમજીએ તો હેમ રેડિયો એક વાયરલેસ સાધન છે જેના થકી વિશ્વના કોઈપણ ખૂણામાં વાત કરી અને મેસેજ મોકલી શકાય છે. આ માટે એક ખાસ પ્રકારનો હાઈ ફ્રિકવન્સી અથવા હાઈ ફ્રિકવન્સી રેડિયો, એન્ટેના અને એક બલ્બના પાવર બરાબર એટલે કે ૧૨  વોલ્ટની બેટરીની જરૃર પડે છે. ભૂકંપ, સુનામી, વાવાઝોડું, પુર જેવી કુદરતી આફતો સમયે સમગ્ર દેશમાં હેમ કમ્યુનિટી ભારે મદદરૃપ બને છે. ભૂતકાળમાં ગુજરાત જયારે ભૂકંપથી ધ્રુજી  ઉઠેલું, મોરબીમાં મચ્છુ હોનારત સર્જાયેલી કે પોરબંદરમાં વાવાઝોડું ત્રાટકેલું ત્યારે ગુજરાત સહિત દેશભરની હેમ કમ્યુનિટી એક ટીમ બનીને મદદ માટે ખડેપગે હાજર થઇ ગઈ હતી. ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગ રૃપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ રાજ્યમાં સ્ટેશનો ઉભા કરી અને ટીમો મોકલીને લેવામાં આવે છે. કહેવાને હેમ રેડિયો એક હોબી છે પણ ખરા અર્થમાં રોમાંચક પુરવાર થઇ શકે તેવું કમ્યુનિકેશનું અનોખું સાધન છે.

હેમ રેડીઓનું  લાઈસન્સ લેવા ડીગ્રી જરૃરી નથી. કોઈપણ વ્યક્તિ હેમ લાઈસન્સ પરીક્ષામાં બેસી શકે છે. હેમ રેડિયોએ એક અનોખી ટેક્નોલોજી સંલગ્ન હોબી છે. વિજ્ઞાન પ્રત્યે લોકોનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો રસ કેળવાય તે  હેતુથી સરકારના કેટલાક નિયમો હેઠળ આ વાયરલેસ માધ્યમ કામ કરે છે. હેમ રેડિયોના ઉપયોગ માટે મુખ્યત્વે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક ૧૦૦ ગુણની પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. જેમાં ૪૦ ગુણ સાથે લાઈસન્સ પ્રાપ્ત થઇ શકે છે. ગુજરાતમાં ૪૦૦ થી વધારે કાર્યરત હેમ રેડિયો લાઈસન્સ ધરાવતા લોકો અમદાવાદ – ગાંધીનગર – રાજકોટ માં છે. હેમ રેડિયોની વધુ જાણકારી જીઆઈએઆર ડોટ ઓઆરજી પર મળી શકે છે.  હેમ રેડીયોના ડેવલપમેન્ટ અને કમ્યુનિટી માટે કાર્યરત મુખ્ય હેમ રેડિયો સ્ટેશન અમદાવાદમાં છે. હોનારત સમયે અહીંથી જુદી-જુદી જગ્યાએ પહોચવા ૬ વિશેષ કીટ સાથેની તૈયારીઓ અહી છે. ઈન્ટરનેટના યુગમાં જયારે ઇન્ટરનેટની સુવિધા બંધ પડી જાય ત્યારે વગર કોઈ મોટા સાધન હેમ રેડિયો દ્વારા ટેક્સટ મેસેજિંગ શક્ય બન્યું છે. આ ઉપરાંત હેમસ્પિયર નામના સોફ્ટવેર કે ઉપલબ્ધ એન્ડ્રોઇડ એપ્લિકેશન સાથે હેમ લાઈસન્સ મેળવ્યા બાદ કોઈ મોંઘાદાટ સાધનની પણ જરૃર પડતી નથી, જાણે તમે મોબાઈલમાં ઈન્ટરનેટ અને ડેટા કનેક્શન વિના દુનિયાના કોઈપણ છેડે વાત કરતા હોય તે રીતે હેમ રેડિયો આધુનિક સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.


મૂછે હો તો.. મનસુખભાઈ આહીર જૈસી

Mansukhbhai Chavda - Rajkot

Mansukhbhai Chavda – Rajkot

૩૧ ઇંચની લાંબી મૂછ ધરાવતા અને ૧૮૯ વખત રક્તદાન કરીને શેરદિલ ગુજરાત એવોર્ડથી સન્માનિત મનસુખભાઈ ચાવડા રાજકોટ પોલીસના કર્મચારી છે.

‘મૂછ’નું નામ સાંભળતા પુરુષ સમાજ પોતાના પૌરુસ્ત્વ નો અનુભવ કરવા લાગે છે. ‘મૂછ’ વિના મરદ અધુરો લાગે. એટલે જ તો દરેક પુરુષ પોતાની વિશીષ્ટ ઓળખ માટે મૂછો નો વિશિષ્ટ આકાર પણ જાળવતો જોવામળે છે.સામાન્ય આકાર અને બે થી ત્રણ ઇંચ લંબાઈથી માંડીને અણીદાર મૂછો પુરુષો રાખતા હોય છે અને કેટલાક તો આ મૂછોને શોખથી સાથે સાથે લાં…બી પણ કરે જ છે ને. પણ લાંબી કરીને કેટલી કરે..? વિચારો આપણા રાજકોટ શહેરના પોલીસમેન મનસુખભાઈ ચાવડાની મૂછો બે ઇંચ નહીં ખાસ્સી  ૩૧ ઇંચ લાં… બી છે. એને જોતા જ બોલી જવાય કે, ‘મૂછો હો તો નથુલાલ જૈસી નહી પર મનસુખભાઈ  જૈસી…વર્ના…’  હાલ અઢી ફૂટ  જેટલી લાંબી અને તેર વર્ષ  જેટલી આયુષ્ય ધરાવતી આ મનસુખભાઈ ની મૂછો પાછળ અનેક રહસ્યમયી વાતો રહેલી છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામના વતની મનસુખભાઈએ બાળપણમાં દાદા અને પિતાની લાંબી – લાંબી મૂછો જોયેલી અને વાર્તા સાંભળી કે ‘એક મૂછધારી યુવાન પાસે ગિરવે મુકવા કશું જ નહીં ત્યારે મુછના એક વાળ પર તેને ધિરાણ મળેલું.’ સાત-આઠ વર્ષની ઉમરે આહીર બાળકે સાંભળેલી આ વાર્તા પછી તો તેમને મૂછો વધારવાનું ઘેલું લાગ્યું ને પછી તો તાવડીની મેશ અને પેન્સિલની મૂછો બનાવવાનું શરુ થયું ને ૧૭ વર્ષે યુવાનની મૂછનો દોરો ફૂંટતા મૂંછ વધારવાનું સ્વપ્ન સાકાર થયું. ૨૨ વર્ષ પહેલા પત્ની વનીતાબેનને ઘેર ગયા ત્યારે પણ મૂંછો લાંબી એટલે દાદાજી સાસુએ તો પહેલા રિજેક્ટ કરેલા ને બે દાયકા પછી હમણા મોટી પુત્રીને જોવા આવેલા, વેવાઈ પણ મનસુખભાઈની મૂંછો જોઇને ઘડીભર તો હેબતાઈ ગયેલા આમ અનેક ખટ્ટ – મીઠા અનુભવ કરાવેલ મૂંછો વિષે મનસુખભાઈનાં પત્ની કહે છે કે, ‘એમની મૂંછો અમારી ઓળખાણ છે .’ ગમે ત્યાં જઈએ તુરંત મુંછવાળા મનસુખભાઈનાં ઘરના તરીકે માન મળે છે. આજથી નવ વર્ષ પહેલા એમના કાકાના દીકરા દેવ થયા ત્યારે મૂંછો કઢાવેલી, ઘરે આવ્યા ત્યારે હું કે મારા છોકરા, છોકરીઓ ઘડીભર ઓળખી શક્યા નહોતા એની મુછ તો અમારો વટ છે.. અમારી શાખ છે.

નિત્ય એક કલાક જેટલો સમય મૂંછની સારસંભાળ લેતા મનસુખભાઈ મૂંછની જાળવણી ખાસ ક્રીમ દ્વારા કરે છે અને નેટમાં બાંધીને જતન કરે છે. મૂંછને ‘બહાદુરી’ નું પ્રતિક માનતા મનસુખભાઈ ચાવડાને પોલીસ ખાતા તરફથી પણ મૂંછને લીધે વિશિષ્ટ માન – સન્માન મળે છે. પોતાના અધિકારીઓ  તરફથી ખાસ મૂંછો માટે ઇનામ પણ મળ્યા છે અને મુંછને લીધે ગુજરાતી ફિલ્મોમાં ચમકવાની તક પણ મળી છે. રાજુ ભટ્ટ નિર્મિત ‘માં બાપને ભૂલશો નહિ’ અને બાલાભાઈ પટેલ નિર્મિત ‘ખોડીયાર છે જોગમાયા’ નામની ફિલ્મોમાં મૂંછો માટે તેમની ખાસ પસંદગી થઇ છે. એ ઉપરાંત નાટક ‘જનની જોડ’ જેવી ગુજરાતી સીરીયલ અને આઠ જેટલી પ્રાઇવેટ સીડીમાં પણ તેઓ મુંછોને લીધે અભિનય કરી ચુક્યા છે. વિશિષ્ટ શોખ ધરાવતા લાંબી મુંછોવાલા મનસુખભાઈની કરડાકીવાળી મુંછોની પાછળ એક માનવસેવાનું અનોખું ઝરણું પણ વહે છે. ધન નહિ પણ અમુલ્ય રક્તદાતા મનસુખભાઈને ૧૭ વર્ષની ઉમરે ઉપલેટાથી રાજકોટ આવીને એક વ્યક્તિને રક્તદાન કર્યું. ને હાલ સુધીમાં તેઓએ ૧૮૯ વખત રક્તદાન કર્યું છે. સગા પિતાએ લોહી આપવાની નાં પાડેલ દીકરીને આ મનસુખભાઈએ મામા બનીને આઠ વર્ષ પહેલા લોહી આપેલું તેની યાદમાં આ દીકરીના માતા ફાતમાબેન એક પણ રક્ષાબંધન ચુક્યા વિના મનસુખભાઈને રક્ષા બાંધ્યા વિના રહ્યા નથી. આવા મનસુખભાઈ નું સન્માન કરવાનું શહેરની એક પણ સંસ્થા ચુકી નથી.

મનસુખભાઈ નાની વયથી જ ગામડામાં ખેત મજુરીએ લાગી ગયા હતા તે અરસામા  તેમને રાજકોટ આવવાનું થયું ત્યારે સાધનોની ખરીદી કરતી વખતે એક ભાઈ આવ્યા કે ઓ – પોઝીટીવ લોહી મળી જાય તો મારા પત્નીની જિંદગી બચી જાય. આમ કહીતે ભાઈ રડવા લાગ્યા હું તો ભાઈ સાથે હોસ્પિટલ પહોચી ગયો અને રક્તદાન કર્યું ત્યારે એમ થયું કે થોડા લોહીથી કોઈનું જીવન બચતું હોય તો આ કામ ચાલુ જ રાખીશ. અત્યાર સુધીમાં  ૧૮૯ વખત રક્તદાન કર્યું છે પરંતુ હજુ સુધી મને નબળાઈ લાગી નથી દર ત્રણ મહીને રક્દાન કરું છુ. કોઈવાર ઈમરજન્સીમાં અઢી મહીને પણ કરું છુ. કોઈની જીંદગી સામે નીતિનિયમો ન જોવાય.  શરૂઆતમાં બીડી પીતો ત્યારે ડોક્ટર રક્તદાન પહેલા અને અને પછી બે કલાક વ્યસન ન કરવાનું કહ્યું. હતું  આજે પણ તે શરતનું પાલન કરું છુ. મારા ફોન નંબર ખાનગી બ્લડ બેંક અને સીવીલ હોસ્પીટલના લોકો પાસે હોય છે  ફોન આવે ત્યારે હું  ઓન ડ્યુટી હોઉં તો પણ નીકળ  જાઉં છું  આ કાર્યમાં ક્યારેય સીનીયર પોલીસ અધિકારીઓ મને કોઈ દિવસ નાં નથી પાડતા. આવો સહકાર આપવા બદલ હું આખા પોલીસખાતાનો આભાર માનું છું. હું હજુ પણ આ કામ ચાલુ રાખીશ અને તેમાં બેવડી સદી ફટકારવી છે

વિશ્વ રક્તદાન દિને અમદાવાદ ખાતે તા. ૧૪/૬/૧૧નાં રોજ ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત સ્ટેટ કાઉન્સીલર ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન તેમજ ગુજરાત એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી અને રેડ ક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના રક્તદાન પ્રવૃત્તિનાં ૫૦ માં વર્ષની ઉજવણી નિમિતે ગુજરાતના ૧૨૫ એટલા સેન્ચ્યુરી રક્તદાતાઓને શેર દિલ ગુજરાત એવોર્ડનાં સન્માન કાર્યક્રમ નિમિતે રાજકોટ શહેર પોલીસના શ્રી મનસુખભાઈ નાથાલાલ આહિરે ૧૬૯ વખત રક્તદાન કરવા બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ડો.કમલાજી ના હસ્તે તથા ગુજરાત રાજ્યના માં. મુ. મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ તથા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી વાસણભાઈ આહીર તથા પરબતભાઈ પટેલ સહિતનાઓ ની હાજરીમાં શેર દિલ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો  લાંબી મૂછોને, માનવતારુપી મીણનું હૈયું ધરાવનાર મનસુખભાઈને મૂછો માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધવાનું સ્વપ્ન છે. અને ઈ.સ. ૧૯૫૦ મી. શોધાયેલ લોહીનું અનોખું  ગ્રુપ ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ વિષે પુરતી જાણકારી મેળવીને લોકો સુધી પહોચાડવાની તેમની તમન્ના છે. રાજકોટના ખરા મુછધારી મનસુખભાઈ આપની સર્વે તમન્ના પૂરી થાય એવી અમારા સૌની શુભેચ્છા…. મનસુખભાઈ  આહીરનો  તેમના મોબાઈલ ઉપર સંપર્ક કરી શકાય છે. મોબાઈલ : ૯૨૨૮૧ ૮૪૨૨૦

 


Shri Hitesh K. Zala (Left Handers Association of Gujarat)

Hitesh Kamalkant Zala - Bhuj - Kutchh

Hitesh Kamalkant Zala – Bhuj – Kutchh

Some people feel that the Left-handers are more intelligent. Right-handers might disprove but there are theories which indicate that the hand you use determines your intelligence too. The brain is divided into two halves, right and left. When the left hemisphere of the brain is dominant the person becomes right handed, and vice versa for the right hand. The dominant hemisphere perceives the perceptions of the opposite side of the body. That means when there is pain in the right hand it is perceived in the left hemisphere and similar reaction happens in the right hemisphere. In right-handed people an area called the Wernicke’s area, which lies on the left side of the brain, is highly developed. In case of a left-handed person, it develops on right side of the brain. Wernicke’s area can actually be called “interpretive area”. This area is also known as general interpretive area, the Gnostic area, the knowing area, and so on. However, it is best known as Wernicke’s area in honor of the neurologist who first described its special significance in intellectual process. In about 95% of all individuals the left hemisphere is dominant one. The reason is, in more than one half of the babies Wernicke’s area of the brain is as much as 50% larger in the left hemisphere than in right. Being larger at one side it develops further. The part of Wernicke’s area present on the right side becomes inactive and becomes recessive. Most of the times, right from the time of birth the interpretive area is in left hemisphere it explains why more than half of the population is right handed. In strongly left-handed and strongly right-handed persons the Wernicke’s area becomes recessive. However, in ambidextrous (using both the hands) the Wernicke’s area in both the hemisphere is active. The capability of performing complex functions depends on the Wernick’s area, as it plays vital role in interpretive functions. As a result, ambidextrous people possess more intellectual capacities. Therefore the reason left-handers are intelligent is because in a world which is geared towards right-handers, left-handers tend to become ambidextrous. Since they use all kinds of products and utilities made for right handers. So the keyword is — If you wish to be more intelligent you would have to remove the block for left and use both the hands. Written by Dr. Ashutosh Pradhan (Mumbai Co-Ordinator and web admin.)

INTRODUCTION OF HITESH ZALA

Shri Hiteshbhai Zala is originally a Naagar Gentleman of Porbandar, who is serving in the Police Force at Kutchh since many years. As a Left hander himself, he can understand difficulties of left handers himself and he arranges seminars, lectures for the awareness of the problems of the left handers. He is the co-ordinator of the association of left handers India. He is fond of writing. His articles about left handers are published in many newspapers of Gujarat. He is related as a family member with us. So, to know more about left handers or their activities anyone can contact Hiteshbhai at this address.

Mr. Hitesh Kamalkant Zala

39-city police lines single Quarter, Behind City Police station,
Bhuj (KUTCH) 370001 (GUJARAT) INDIA. Mobile: 98254 61616 email: hiteshkamal@rediffmail.com


Shri N. N. ZALA (Police Inspector)

N N Zala - Police Inspector

N. N.  Zala – Police Inspector

Shri N.N.ZALA of Rajkot is serving in Gujarat State Police since 1/1/1980. He is holding HAM Radio Licence, call sign is VU3SYB. He is a General secretary of Navanagar Amateur Radio Club of Jamnagar. He had made communication available during Cyclone in the year 1982-83 at Rajkot. He rendered such type of services at Jamnagar from 1994 to 2002 during Cyclone, Heavy Rainfall, Earth Quake. Since 2003 he performs duty as PSI in various offices of the police dept. & handling the Administrative as well as Technical duties for about 100 computer systems with peripheral and network in Rajkot Rural, District Police. He was promoted as a police inspector, when he was working in Rajkot rural area. Now a days he works as a head of Cyber Crime investigation cell at the office of the police commissioner of  Rajkot City


Shri Dilip J. Shahi (Police Inspector)

Shree Dilip J. Shahi - Police Inspector - Gujarat

Shree Dilip J. Shahi – Police Inspector – Gujarat

Shree Dilip J. Shahi has been working as a Police Sub Inspector (Wireless) in Gujarat Police since 1983. He took the training of Diploma in Hardware in Computer from private institute. Because of additional skill and experience he has to perform his duty in the computer sections of the Police Department. He performed his duties in Police Department – Gandhinagar . Now-a-days he performs his remarkable duty in various offices of the police dept. He helps to solve the technical problems of the department. At last he retired from SCRB Gandhinagar in December 2016 as a police inspector. Now he is retire and associated with many Social, Educational and Technical activities


Shri SanjayKumar Shrivastav (IPS)

Shri SanjayKumar Shrivastav -  IPS

Shree SanjayKumar Shrivastav – IPS

Shri SanjayKumar Shrivastav is an I.P.S. Officer. He is having good knowledge of Information Technology And Electronics field. Before this he has done his duty as a S.P. and Commissioner of Police and got wide experience. He has given the benefit of his technical skill and experience to the Police Department.He is respected by the Police Department and the Ministers. He has written a book on Cyber Crime for the Police Department. He is on the Post of a sub-editor of the magazine which is Published by the Police Department. A zealous and hard-working officer like him is a pride of Gujarat.