ATUL N. CHOTAI

a Writer


આંખના અંધારાને દૂર કરવાનું અનોખું અભિયાન

Gautambhai Upadhyay - ahemdabad

Gautambhai Upadhyay – ahemdabad

આજે ચશ્માના માર્કેટમાં એટલી બધી વેરાઇટી છે કે આપણે જોતા જોતા થાકી જઈએ છીએ બજારમાં સો રૃપિયાથી માંડીને ૧૫ હજાર સુધીના ચશ્મા મળે છે પરંતુ અમદાવાદમાં રહેતા ગૌતમભાઇ ઉપાધ્યાય છેલ્લા ૪૦ વર્ષથી અનોખી સેવા કરી રહ્યા છે તેમણે છેલ્લા સાત વર્ષમાં બાવીસ હજાર જેટલા જરૃરિયાતમંદ વ્યક્તિઓને ૧૦ થી ૫૦ રૃપિયાની કિંમતે ચશ્મા આપ્યા છે. આ કામ ગૌતમભાઇ વિવિધ સંસ્થાઓના સહકારથી કરી રહ્યા છે. મૂળ ચશ્માની દુકાન ધરાવતા ૫૪ વર્ષીય ગૌતમભાઇ ગુજરાતમાં ધાર્મિક સંગઠનો, ધર્માદા સંસ્થાઓ, ચેરિટેબલ હોસ્પિટલો અને નાના મોટા ગામડાઓમાં જઇને લોકોના આંખોના નંબર ચેક કરીને નજીવી કિંમત અથવા મફતમાં ચશ્મા બનાવી આવે છે. ગૌતમભાઈનું અનેક સંસ્થાઓ તરફથી સન્માન પણ થયું છે અને તેઓ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ બહારના જિલ્લાઓ અને ગામડાઓમાં પણ સેવા આપે છે. આજે ચશ્મામાં એટલી બધી વેરાઇટીઓ આવી ગઇ છે કે સામાન્ય માણસને વર્ષમાં બે જોડી ચશ્મા બનાવવા પણ મોંઘા પડે છે ત્યારે જરૃરિયામંદ વ્યક્તિઓ માટે ગૌતમભાઈ કામ કરી રહ્યા છે આજે સમાજમાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિની ખૂબ જરૃરિયાત જણાઇ રહી છે.

Advertisements


સેવાની ભાવના સાથે ચાલતુ અમદાવાદનું સેવા કાફે

Seva Restaurant

Seva Restaurant

ધંધામાં હરિફાઈ અને મોંઘવારીના આ યુગમાં અમદાવાદનું એક એવું કાફે જ્યા તમે પ્રેમથી ભરપેટ જમીને પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો છે. જો તમે પૈસા ના આપો તો પણ કોઈ તમને કાંઈ પણ ના કહે. શહેરનું આ કાફે ખરા અર્થમાં અતિથિ દેવો ભવની ઉક્તિને સાર્થક કરે છે.

અહીં તમને એક ગ્રાહક નહીં પરંતુ મહેમાન કે પરિવારનો સભ્ય જેવો આવકાર આપવામાં આવે છે. સેવા કાફેમાં જે લોકો પાસેથી પૈસા તેમના માટે નહીં પરંતુ તેમના પછી આવનારા લોકો માટે હોવાની ભાવના સાથે લેવાય છે. જેથી આજના પૈસાથી આવતીકાલે અતિથિ દેવો ભવના ભાવ સાથે લોકોને જમાડી શકાય. અહીં રોજે રોજ લોકો દ્વારા અપાતા પૈસાનો કોઈપણ જાતના નફાની લાલચ વિના પુરેપુરો આજ રીતે સમાજ સેવામાં કરી દેવાયા છે.

સવારે જ ખુલી જતા સેવા કાફેમાં સાંજે ભોજનનો ટાઈમ હોય છે. મંગળવારથી રવિવાર સુધી ચાલતા સેવા કાફેમાં રોજ નક્કી કરેલી સંખ્યામાં જ લોકોને એન્ટ્રી અપાય છે. તો શનિ અને રવિવારે આ સંખ્યામાં થોડી વધારે હોય છે. ભોજનમાં રોજ નક્કી કરેલી વાનગી પીરસાય છે, પ્રેમની ભોજન કર્યા બાદ ગ્રાહકે બંધ કવરમાં આપવા હોય તેટલા પૈસા આપવાના રહે છે. કોઈપણ જાતની અન્ય મદદવિના હોટેલમાં કામ કરતા આટલા લોકો અને રોજનો ખર્ચ કઈ રીતે પુરો થતો હશે તે સ્વાભિક પ્રશ્ન થાય. જો કે સેવાકાફેના સંચાલકો તેને હોટેલ નથી કહેતા, અહીં કામ કરતા લોકો કોઈ કર્મચારીઓ નથી તેઓ તો સ્વયંસેવકો છે. તેઓ રોજ સેવાના ભાવ સાથે પોતાની સેવા આપે છે. આ સ્વયંસેવકો એક દિવસ પહેલા જ પોતાનું નામ નોંધાવી દે છે. કેટલીક ગૃહિણીઓ, વૃદ્ધો અને યુવાનો તો અહીંના નિયમિત સેવકો છે. સેવા કાફે માત્ર ભોજન જ નહીં બીજી પણ સેવા કરે છે. અહીં એક લાઈબ્રેરી પણ સવારથી સાંજ સુધી કોઈપણ વ્યક્તિ સમય પસાર કરી શકે છે. જેને વાંચવું ના હોય તે ચિત્રો દોરી શકે તેની વ્યવસ્થા છે, તો જેને તબલાંનો શોખ હોય તે અહીં તબલાં પર પણ પોતાનો હાથ અજમાવી શકે છે. જેનું સરનામું છે સેવા કાફે, શોપર્સ પ્લાઝા, ચોથો માળ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી. જી. રોડ, અમદાવાદ