ATUL N. CHOTAI

a writer – since 2014


રાજકોટની યેશા રૂઘાણી અભિનય ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહી છે..

muskan tv serial

muskan tv serial

ઝી ટીવીમાં આવેલી જીત ગઇ તો પિયા મોરે નામની ટીવી સીરીયલથી અભિનયની દુનીયામાં પગ માંડનાર ગુજરાતી ટીવી અભિનેત્રી યેશા રૂઘાણીએ આજે દર્શકોમાં લોકપ્રીય થઈને પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. યેશા રૂઘાણીનું બાળપણ રાજકોટ શહેરમાં વિત્યુ છે અને રાજકોટની એસએનકે સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ સીમ બાયોસીઝ-પુના ખાતેથી બેચલર ઓફ ડીઝાઇન (ફેશન કોમ્યુનીકેશન) નો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ફેશન જગતનું પેરીસ ગણાતા મુંબઇ ખાતે તેમણે ફીલાન્સીંગ ડીઝાઇનીંગ કન્સલટન્ટ ક્ષેત્રે પણ કામ કર્યું છે. યેશા પોતાના અભિનય માટે સતત ૧૪ – ૧૪ કલાક કામ કરે છે. તેનો અભિનય માત્ર ભારતમાં જ નહી પણ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ લોકપ્રીય બનેલ છે.

લોહાણા સમાજમાંથી આવતી યેશા રૂઘાણી રાજકોટના શ્રી કેતનભાઇ રૂઘાણી અને શ્રીમતી ફાલ્ગુનીબેન રૂઘાણીની એકમાત્ર દિકરી છે. શ્રી કેતનભાઇનાં જણાવ્યા મુજબ યેશા બાળપણથી જ તેજસ્વી હતી. અભ્યાસની બાબત હોય કે આપણા ભાતીગળ ગરબા હોય, યેશા હરહંમેશ અવ્વલ જ રહેતી હતી. ઘરનાં સભ્યોનાં પૂર્ણ સહકારથીજ આજે યેશાએ આજે અભિનય ક્ષેત્રે સફળતા મેળવી છે અને હજી પણ આવનારા દિવસોમાં યેશા પોતાની આગવી એક ઓળખ ઉભી કરશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી.

રાજકોટમાં ઢેબર રોડ વન-વેમાં ૧૯૭૦ થી કેતુ ઝેરોક્ષના નામથી ખુબ જાણીતા રઘુવંશી વેપારી અગ્રણીશ્રી કેતનભાઇ રૂઘાણીની સુપુત્રી યેશા રૂઘાણીએ ઝી ટીવીની જીત ગઇ તો પિયા મોરે સીરીયલમાં ખુબજ સારો દેખાવ કર્યાં બાદ અત્યારે યેશાની નવી સીરીયલ મુસ્કાન માં મહત્વના રોલમાં તે અભિનય કરી રહી છે. જે સીરીયલ સ્ટાર ભારત ચેનલ ઉપર સોમવાર થી શનિવાર દરરોજ રાત્રે ૦૯:૩૦ થી ૧૦:૦૦ દરમિયાન જોઈ શકાશે. યેશા રૂઘાણીની આ સફળતા બદલ તેમના પિતા કેતનભાઇ રૂઘાણીને મિત્રો, સ્નેહીઓ, સ્વજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

yesha rughani television actor actress zee tv show jeet gayi toh piya more serial biography from rajkot gujarat india mumbai bachelors of design and fashion communication from symbiosis  pune which ketan rughani falguni ketu zerox dhebar road one way parents lohana raghuvanshi TV serial Muskaan.

Advertisements


ગુજરાતી ચલચિત્રના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું એક યાદગાર સંભારણું

Upendra Trivedi With Diwaliben Bhill

Upendra Trivedi With Diwaliben Bhill

ગુજરાતી સિને જગતના અભિનેતા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું લાંબી માંદગી બાદ થોડા સમય પહેલાં અવસાન થયું..  ગુજરાતી સિનેમાના મહાનાયક ઉપેન્દ્ર ત્રિવેદી થોડા સમય પહેલાં  જૂનાગઢમાં ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને મળવા ગયા હતા.

ગુજરાતી ફિલ્મનો સૂર્ય જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારે જેસલ તોરલ ફિલ્મ સુપર હિટ ગઇ હતી. વર્ષો પછી આ ફિલ્મનાં અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી જૂનાગઢમાં પગ મૂકતાંની સાથેજ એ ફિલ્મમાં તારી બેડલીને બૂડવા નહીં દઉં.. ગીતના ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને મળવા ગયા હતા. જ્યાં અભિનય સમ્રાટ અને સૂર સામ્રાજ્ઞીનાં મિલન વખતે બંનેની આંખોમાં આંસુ છલકાયા હતા. એ વખતે ઉપેન્દ્રભાઇએ દિવાળીબેનને કહ્યું, તમે મારા અભિનય માટે તારી બેડલીને બૂડવા નહીં દઉં.. ગીત ગાયું હતું. પણ હવે હું તમને કહું છું, તારી બેડલીને બૂડવા નહીં દઉં… આ મુલાકાત વખતે તેમની સાથે ઢોલકનું ધીંગાણું હાજી રમકડું પણ ઉપસ્થિત રહ્યા હતા.


બે હાથ વડે સ્ટંટ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરતો વિકલાંગ ડાન્સર

Kamlesh Patel

Kamlesh Patel

પોતાના જીવનમાં જન્મજાત અથવા આકસ્મીક રીતે શરીરના અંગો ગૂમાવી વિકલાંગ બનેલો માણસ માનસિક રીતે પડી ભાંગે છે. ત્યારે તેનું જીવન તેના માટે બોજરૂપ બની જાય છે પરંતુ વિકલાંગતા આવવા છતાં આત્મ વિશ્વાસથી અને હિંમતભેર તેનો સામનો કરવાથી જીવનમાં જરૂર સફળતા મળે છે. આવું જ કંઈ કમલેશ પટેલના જીવનમાં થતા તેણે પોતાની વિકલાંગતાને જીવનનો પ્લસપોઈન્ટ બનાવી દેશનો નં ૧ વિકલાંગ ડાન્સર બનવાનું બિરદ મેળવ્યું છે. બંને પગે વિકલાંગ આ યુવાન સમાજના વિકલાંગો માટે મોટું ઉદાહરણ છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો રહેવાસી કમલેશ પટેલ એ પોતાની પાંચ વર્ષની નાની વયે બંને પગે લકવાનો શીકાર બનતાં તેના બંને પગ હંમેશા માટે કામ કરતાં બંધ થઈ ગયા હતાં. ત્યારે પોતાના પગોથી વિકલાંગ બનેલો કમલેશ પટેલ તેના જીવનમાં પોતાનો પરિવાર, સમાજ અને દેશ માટે કંઈક  કરવાનું વિચારી તેણે પોતાના શરીર પર આવી પડેલી ખામીને સ્વીકારી લઈ વિકલાંગતાને જીવનનો પ્લસ પોઈન્ટ બનાવી એક મહાન ડાન્સર બનવા માટે તેણે પોતાના જીવનમાં તમામ મહેતનતો કરી છે. ઓલપાડ તાલુકા ખાતે એક પ્રસંગમાં સ્ટેજ શો કરવા આવેલ કમલેશ પટેલે દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં તેણે પોતાની સફળતા વિશે આપેલી કેટલીક જીવનમાં નોંધવા જેવી બાબત મુજબ નથીંગ ઈસ ઈન પોસીબલ એન્ડ એવરીથીંગ ઈસ પોસીબલને તેણે પોતાનો જીવનમંત્રી બનાવી જિંદગી પર આવતી તમામ મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કર્યો છે.

એક ડાન્સરને ડાન્સ કરવા માટે પગ બંને પગ જોઈએ  છે પણ કમલેશ પટેલ પાસે તો પગ જ નથી. તો શું થયું ભગવાને તેને મનુષ્ય જન્મ આપી મોટો ઉપકાર કર્યા બદલનું ભગવાનનો ઋણી હોવાનું માની તેણે જીવનમાં આગળને આગળ વધવા મહેનત કરી છે.  કમલેશે આત્મવિશ્વાસ થકી આજે જીવનમાં કંઈક બની ચૂક્યો છે. અત્યાર સુધીમાં તે ૨૦૦૦ થી વધુ ડાન્સના પ્રોગ્રામ કરી ચૂક્યો છે. વિકલાંગ ડાન્સર તરીકે ભારત અને વિદેશમાં પોતાનો ડાન્સ થકી તેણે મોટી નામના કમાવવા સાથે તેને રાષ્ટ્રપતિ ચંદ્રક અને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનીત કરાયો છે.


ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની માહિતી દર્શાવતો અનોખો આંબો દિપકભાઈએ તૈયાર કર્યો છે

Dipakbhai Visavadiya

Dipakbhai Visavadiya

પોરબંદરના સીમર ગામની હાઈસ્કુલમાં ફરજ બજાવતા અને ભાણવડનાં રણજીતપરામાં પ્રકાશનગર ખાતે રહેતા દિપક રવજીભાઈ વિસાવાડીયાએ ભારતીય સીનેમાની ૧૦૦ વર્ષની માહિતી આપતો આંબો તૈયાર કર્યો છે. ૧૧ બાય ૨૩ ફૂટના આ આંબામાં ૭૫૫ જેટલી ફિલ્મો તથા કલાકારો સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ કરાયો છે. આ આંબો ૧૪ માસમાં તૈયાર કરાયો છે.

ઈ.સ. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકેએ ભારતની પ્રથમ મુંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી નવા યુગની શરૃઆત કરી હતી. ત્યાર પછીના ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પગથિયાઓ આ આંબામાં રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લે રામલીલા ફિલ્મ સુધીની વાતો આવરી લેવામાં આવી છે. ભારતીય સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર અભિનેતા, અભિનેત્રી, નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર વિગેરેના ફોટોગ્રાફસ પણ મુકવામાં આવ્યા છે. આંબામાં દર્શાવાયેલી તમામ માહિતી માટે વર્તમાન પત્રો અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ માહિતી હિન્દી, અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે. દિપક વિસવાડીયાએ વેદમૂર્તિ બ્રહ્માજીની સૃષ્ટિ પણ ૭ બાય ૧૩ ફૂટનાં આંબા સ્વરૃપે રજૂ કરી છે. તેમણે અત્યાર સુધીમાં અનેક વંસવૃક્ષો બનાવ્યા છે. અમિતાભ બચ્ચન, જમશેદજી ટાટાના આંબા બનાવવાની કામગીરી શરૃ કરી છે.