કશ્યપભાઈ જોષી રાજકોટ જીલ્લાના જેતલસર ગામના વતની છે અને હાલ રાજકોટને પોતાની કર્મભુમી બનાવી છે. પત્રકારીત્વ ક્ષેત્રનો તેઓ ૨૫ વર્ષનો અનુભવ ધરાવે છે. સૌરાષ્ટ્રના નામાંકીત અખબારો સાથે તેઓ સંકળાયેલા છે. તો સાંપ્રત સમાજની ઘટનાઓ, પોલીસ ન્યુઝ, સેવાભાવી સંસ્થાઓની સેવાની સુવાસ ઉપરાંત બિઝનેસ, કોમોડિટીના સમાચારો જેવા કોઈપણ ફિલ્ડના રિપોર્ટિંગ ને લગતા કામકાજ માટે શ્રી કશ્યપભાઈ જે. જોશી (પત્રકાર) રાજકોટ મોબાઈલ ૯૧ ૫૭ ૮૧૨ ૮૧૨ તથા ઇમેઇલ kkumarjoshi@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.
Tag Archives: cyber crime
સાયબર લો ઉપર ગુજરાતીમાં પુસ્તક લખનાર આપણા આઈ.પી.એસ. શ્રી સંજય શ્રીવાસ્તવ
પોલીસ શબ્દ સંભાળતા જ આપણને હાથમાં ડંડો લઈ ઉભેલા હોય, મૂછો હોય, ગરમ સ્વભાવ હોય તેવી વ્યક્તિની એક છાપ ઊભી થાય છે જો કે આ તો એક વિચારવાની વાત છે અને ખરેખર પોલીસ પણ પોતાની ફરજો સિવાય આપણી જેમ એક સામાન્ય વ્યક્તિ જ હોય છે. આવા જ એક સરસ અને સરળ સ્વભાવના અને ગુજરાતના પોલીસ વિભાગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપનાર આપણા આઈ.પી.એસ. શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબને ચાલો આપણે મળીએ.
શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ હાલમાં ગુજરાત સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો – ગાંધીનગર ખાતે એડીશનલ ડી. જી. ના હોદા ઉપર ફરજ બજાવે છે તારીખ ૨૦ – ૦૪ – ૧૯૬૩ ના રોજ જન્મેલ સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ ૧૯૮૭ની સાલમાં આઈ.પી.એસ. બન્યા છે તેઓ એક જાંબાઝ અને કાર્યદક્ષ ઓફિસર છે અને તેમણે બી.ઈ (ઇલેક્ટ્રિક) ની ડીગ્રી લીધેલ છે તથા સુરતકલ – કર્ણાટક ખાતે કોમ્પ્યુટર અંગેનો અભ્યાસ કર્યો છે તેઓએ “સાયબર લો” ઉપર ગુજરાતીમાં આખું પુસ્તક પણ લખ્યું છે જેમાં સાયબર લોની કલમો, જોગવાઇઓ તથા સજાઓની જાણકારી વીગતવાર આપી છે. આ પુસ્તક ગુજરાતના પોલીસ અધિકારીઓને સરળતાથી સાયબર લો સમજાય તે માટે લખેલ છે તથા ગુજરાત પોલીસની અમલી થતી ઘણી બધી આઈ.ટી. કમીટીમાં તેઓ સક્રિય સભ્ય તથા અલગ – અલગ હોદાઓ ઉપર પણ ફરજ બજાવી રહયા છે. શ્રીવાસ્તવ સાહેબે સુરતમાં જોઈન્ટ પોલીસ કમિશનર, અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ગાંધીનગર અને કચ્છમાં એસ પી. તરીકે, ડી.જી. ઓફિસમાં આઈ.જી. તરીકે તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે કાબીલેદાદ કામગીરી કરી છે. રાજકોટના પોલીસ પરિવારો અને પ્રજાજનો આજે પણ તેઓએ માનભેર યાદ કરે છે. તેઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી – વડોદરા (યુવીએનએલ) ના આઈ.જી.પી. તરીકે પણ પ્રશંશનીય સેવા આપી વીજચોરી કરનારોઓ ની શાન ઠેકાણે લાવી દેવા માટે જાણીતા બન્યા હતા. તેમણે દરેક જગ્યાએ પોલીસ વિભાગના કોમ્પ્યુટરાઈઝેશન તથા ટેકનીકલ બાબતોને મહત્વ આપી અપગ્રેડ કર્યું છે. પોલીસ વિભાગમાં તેઓએ નવી – નવી ટેકનોલોજી અને સોફ્ટવેર લાવી પોલીસ સ્ટાફને જરૂરી તાલીમો પણ આપી છે. જેથી ટેકનીકલ બાબતોમાં કામ ઝડપી થઇ શકે
હાલમાં પોલીસ વિભાગમાં ઘણી બધી આધુનીક્તાનો ઉપયોગ થાય છે જેમ કે વેબસાઈટ દ્વારા માહિતી, સોફ્ટવેર દ્વારા વહીવટી કામો સરળતા, સી.સી.ટી.વી. કેમેરા, જી. પી. એસ જેવી ઘણી ટેકનીકલ બાબતોને શ્રીવાસ્તવ સાહેબે જે તે વખતે પોલીસતંત્રમાં ઉપયોગ કરેલી છે. શ્રીવાસ્તવ સાહેબ જયારે ગુજરાતમાં ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં હતા ત્યારે તેણે ટેકનીકલ મદદ અને પોતાના અનુભવ દ્વારા સર્કીટ દ્વારા થતી વીજચોરી પકડી હતી અને સરકારનું બુધ્ધીપૂર્વક નુકશાન કરતા લોકોને સમાજમાં ખુલ્લા પાડ્યા હતા તેઓએ સુરતમાં પણ હોટેલ, સાયબર કાફે જેવા સ્થળોની એન્ટ્રી ઓટોમેટીક પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે સીધી જોડાઈ જાય તેવીપણ વ્યવસ્થા કરી છે. સાયબર ક્રાઈમના ઇન્વેસ્ટીગેશનમાં ઘણીવાર વિલંબ થવાના કારણ બાબતે તેઓએ જણાવેલ કે કોઇપણ ગુનાની કાયદાકીય જોગવાઈના રેફરન્સ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે લેવાતા હોય છે પણ સાઈબર ક્રાઈમના કેસોમાં આવા રેફરન્સ હાલમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી આવા કેસોમાં તકલીફ થાય છે જેથી વિલંબ થાય છે.
ગુજરાત આઈ.ટી. યુઝરો માટે તેઓએ સંદેશ આપ્યો હતો કે આપણું આઈ.ટી. ક્ષેત્ર ખુબ જ વિશાળ છે તેનો મહત્તમ અને પોઝીટીવ ઊપયોગ કરીને આપણી કામગીરી સરળ બનાવી જોઈએ અને જાણતા કે અજાણતા સાઈબર ક્રાઈમના ભોગ બની ના જવાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબને રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ સાથે એક પારીવારીક અને આત્મીયતા નાતો હોવાને લીધે તેમણે પોતાના વ્યસ્ત સમયમાં પણ અતુલભાઈ ચોટાઈ ને એક ખાસ મુલાકાત આપી હતી અને પોલીસની કામગીરી અંગેની સમજણ આપી હતી. શ્રીવાસ્તવ સાહેબ સાથેની આ મુલાકાતમાં શ્રી દિલીપભાઈ જે શાહી (પોલીસ ઇન્સ્પેકટર) – ગાંધીનગરનો પણ વિશેષ સહયોગ અને માર્ગદર્શન અમને મળેલ હતું. શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ જેવા અધીકારી આપણા ગુજરાતના પોલીસ વીભાગ માટે ગૌરવ સમાન છે માટે તેઓ પણ પોતાના જીવનના આગામી વર્ષોમાં અપાર સફળતા અને લોકચાહના મેળવતા રહે તેવી અંતકરણપૂર્વક ની શુભેચ્છાઓ..