ATUL N. CHOTAI

a writer – since 2014


ચાલો લોકશિક્ષક શ્રીકૃષ્ણ સાચા અર્થમાં સમજીએ..

Shree Krisna

Shree Krisna

– ડો. દિનકર જોશી

કેલિડોસ્કોપ નામના રમકડામાં આંખ ઠેરવીને કાચના ટુકડાઓના અદ્ભુત વૈવિધ્યને મન ભરીને માણ્યાં ન હોય એવો કોઇ માણસ શોધ્યોય નહીં જડે. પ્રતિક્ષણ આ કાચના ટુકડાઓ એટલા બધા આકર્ષક વૈવિધ્યને આપણી આંખ સામે સજીવન કરે છે કે આપણે મુગ્ધ થઇ જઇએ. શ્રીકૃષ્ણ ખરેખર થયા હશે કે નહીં અને થયા હશે તો કેટલાં વરસ પહેલાં થયા હશે એની શોધખોળ કરવાને બદલે જો એમને ખરેખર માણવા કે સમજવા હોય તો આ કેલિડોસ્કોપિય સૌંદર્ય જ કામ લાગે એમ છે. પ્રતિક્ષણ બદલાય અને પ્રત્યેક બદલાયેલું રૂપ મનમાન્યો અહેસાસ કરાવે એવા આ શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં એક શબ્દ પ્રયોજ્યો છે. લોકસંગ્રહ અર્જુન માટે આ શબ્દ બરાબર હતો પણ આપણા માટે આ શબ્દનો અર્થ સમાજસેવા થાય છે. સ્વાર્થનું સદંતર વિગલન કરીને અન્યો માટે આપણે જે કંઇ કરીએ અને જેના થકી સમાજ ઊજળો થાય એવી સમાજસેવા એટલે લોકસંગ્રહ..

આવા કોઇપણ પ્રકારના લોકસંગ્રહના પાયામાં શિક્ષણ રહેલું હોય છે. આ શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકો દ્વારા પ્રાપ્ત થતાં વિદ્યાપીઠોનાં સર્ટિફિકેટો નહીં. શરીરમાં વહેતા લોહીમાં સહજ થઇ જતી સંસ્કાર ભૂમિકા એટલે શિક્ષણ. કૃષ્ણે પોતાના આયુ કાળમાં આજીવન આવું શિક્ષણ એમના તત્કાલીન યુગને આપ્યું છે. ભાંખોડિયા ભરતા લાલાથી માંડીને યોગેશ્વર સુધીનાં એમનાં સંખ્યાબંધ રૂપોમાં એમનું શિક્ષક તરીકેનું એક રૂપ પણ જોવા જેવું છે. આર્યાવર્ત ત્યારે ગણતંત્રો દ્વારા પ્રજાકીય શાસન ભોગવતા સમૂહોનો પ્રદેશ હતો. વ્રજભૂમિ પણ સ્વતંત્ર અને મથુરા પણ સ્વતંત્ર. મથુરાના કંસે જોહુકમીથી વ્રજને ખંડણી ભરવા ફરજ પાડી. વ્રજની ગાયોનું ઘી, માખણ, દહીં ઇત્યાદિ ગોકુળની ગોપિકાઓ મથુરાના સીમાડે અર્પણ કરવા જતી. આ ગોરસ એ જ તો ધનસંપત્તિ હતા.

જેઓ ધનસંપત્તિ પરિશ્રમ કરીને પ્રાપ્ત કરે છે તેમની એ સંપત્તિ જેઓ પરિશ્રમ કરતા નથી તેઓ શી રીતે લઇ જઇ શકે..?? કૃષ્ણે પોતાના બાલસખાઓ સાથે મથુરાના માર્ગે જતું આ ગોરસ રોક્યું, લૂટ્યું, સ્વયં ખાધું અને સહુ કોઇને ખવડાવ્યું. પણ લોકજાગૃતિના આ કામમાં જો વસતિનો અર્ધો ભાગ એટલે કે સ્ત્રીઓ સાથ અને સહકાર ન આપે તો આ જાગૃતિનો પાઠ ફળદાયી ન નીવડે. સ્ત્રીઓ તો બાળઉછેર અને ગૃહ વ્યવસ્થામાં વ્યસ્ત હોય એટલું જ નહીં, શરમાળ પણ હોય. એને બહાર શી રીતે લાવવી..?? કૃષ્ણે વ્રજભૂમિ ઉપર રાસનાં આયોજનો કર્યાં. આ રાસ નિમિત્તે ગોપકન્યાઓ બહાર આવી. કૃષ્ણે એમને લોકસંગ્રહનો પાઠ શીખવ્યો. જે સમાજમાં સ્ત્રી અને પુરુષ સહભાગી થઇને કામ કરે છે એ સમાજ પછાત કે પરતંત્ર રહેતો નથી.

યમુના નદીના પ્રચંડ જળરાશિમાં કાલિય નાગના નામે કોઇ સત્તાધીશ હોય અને પોતાની સત્તાની આણથી પાણીને વિષયુક્ત બનાવીને એનો ઉપભોગ કરતા તટપ્રદેશના લોકોને રોકે એ કેમ સહન થાય..?? જળરાશિ તો પ્રકૃતિદત્ત છે. એના ઉપર કોઇનું સ્વામીત્વ ન હોય. કૃષ્ણે આ જળરાશિ મુક્ત કરાવ્યો અને લોકોને સમજાવ્યું કે પ્રકૃતિદત્ત જળ સહુ કોઇની જરૂરિયાત પૂરી કરવા માટે છે. કોઇના સ્વામીત્વ માટે નહીં.. (આજે આપણી નર્મદા કે કાવેરી નદીઓનાં જળ માટે ઝઘડતાં રાજ્યો આ જાણતાં હશે ખરાં..??) ધર્મનું અનુશીલન હંમેશાં થવું જોઇએ પણ જ્યારે વહેવારિક જીવનમાં ધર્મસંકટ પેદા થાય, બે ધર્મો વચ્ચે સંઘર્ષ પેદા થાય ત્યારે શું કરવું..?? જીવનમાં આવું અવાર નવાર બને છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છતાં ભીષ્મના વધ માટે કૃષ્ણે પ્રતિજ્ઞાભંગ કર્યો. પોતાની પ્રતિજ્ઞા અને ભીષ્મનો વધ આ બે પૈકી ધર્મના શાસનને કાયમી કરવા માટે ભીષ્મનો વધ મોટો ધર્મ હતો. વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. કૃષ્ણે વ્યક્તિ તરીકે પોતાની પ્રતિજ્ઞાનો ભોગ આપીને સમષ્ટિના કલ્યાણને પસંદ કર્યું. અઢાર અક્ષૌહિણીને તો ઠીક પણ ભાવિ પેઢીઓને સુદ્ધાં એમણે શીખવ્યું કે વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. ધર્મને ઓળખતાં શીખો. નાના ધર્મના ભોગે મોટા ધર્મનું રક્ષણ કરો.

પ્રાગજ્યોતિષપુરના ભૌમાસુરના અંત:પુરમાં બળજબરીથી રોકવામાં આવેલી સોળ હજાર સ્ત્રીઓને કૃષ્ણે મુક્ત કરી. મુક્તિ પામેલી આ સ્ત્રીઓ સમાજની દૃષ્ટિએ દૂષિત હતી. હકીકતે તેઓ નિર્દોષ હતી. ભૌમાસુરે એમના પતિઓને પરાસ્ત કરીને એક વિજેતા તરીકે એમની ખંડણી મેળવી હતી. આ સ્ત્રીઓનો હવે સામાજિક દરજ્જો શો હોઇ શકે..?? એ તિરસ્કૃત અને અનાથ બની જાય. કૃષ્ણે આ તમામ અપહ્યુતાઓને દ્વારકાના પોતાના મહેલમાં આશ્રય આપીને રાજવધૂનો દરજ્જો આપ્યો. જે સમાજ નિર્દોષ સ્ત્રીઓનું સ્થાન કે સન્માન જાળવી શકતો નથી એ સમાજ પોતાને સંસ્કૃતિનો સંરક્ષક કહી શકતો નથી. કૃષ્ણે સંસ્કૃતિ સંરક્ષકનો આ પાઠ એક લોકશિક્ષક તરીકે પોતાની તત્કાલીન પેઢીને શીખવ્યો.

યુદ્ધથી કોઇ પ્રશ્ન કાયમ માટે કદી ઊકેલતો નથી છતાં આસુરી તત્ત્વો યુદ્ધ અનિવાર્ય બનાવી મૂકે ત્યારે મહાવિનાશના ભોગે પણ એમને વશ કરવા જોઇએ. આ આસુરી તત્ત્વ પોતાના પરિવારના જ હોય તો પણ લાગણીઓથી ઉપર ઊઠીને અધર્મનો નાશ કરવો જ જોઇએ. અધર્મનો આવો નાશ કરતી વખતે કશું મેળવવા માટે નહીં પણ આવી પડેલા કર્મને આસક્તિ મુક્ત થઇને નીભાવવું એ જ ધર્મ છે એવો શાશ્વત ઉપદેશ કૃષ્ણે જગદગુરુ બનીને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યો. લોકશિક્ષક તરીકેની કૃષ્ણની આ અમીટ સિદ્ધિ છે. કૃષ્ણે એમના જીવનકાળ દરમિયાન એમના તત્કાલીનોને જે શીખવ્યું છે એ પેઢીઓ પછી આપણા સહુ માટે એવું ને એવું જ તરોતાજા છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર )

shree krishnam vande jagad gurum message for all religious indian people gujarat mathura vrundavan dwarkadhish temple yogeshwar shree krishna gujarat india religious gopi arujun mahabharat


દ્વારકામાં માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન કરાવાય છે..

દ્વારકામાં રઘુવંશી સોશિયલ ગ્રૂપ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા હરહંમેશ કરાતી સમાજ ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આશરે પાંચેક વર્ષ પહેલા કાળઝાળ મોંઘવારીમાં માતા પિતાને દિકરી બોજ ન લાગે તે હેતુથી સંસ્થા દ્વારા શરૂ કરાયેલી માતુ વિરબાઇમાં આદર્શ લગ્નવિધિ જેમાં માત્ર એક જ રૂપિયામાં લગ્ન કરવામાં આવે છે. જે ખૂબ જ પ્રશંસનીય સેવાકાર્ય છે. જેમાં કન્યાની અનુકુળ તારીખે લગ્ન કરી આપે છે અને સાથે ગોર મહારાજ, મંડપ ખર્ચ, દીકરીને ચૌદ હજાર રુપીયા જેટલો કરિયાવર તેમજ બંને પક્ષોના થઇ કુલ ૭૦ માણસોને બે મિષ્ટાન અને ભોજન ખર્ચ સંસ્થા દ્વારા આપે છે. જ્યારે કન્યા પક્ષ પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે માત્ર એક રૂપિયો ટોકન લેવાય છે. social activits and matrimonial and marriage activities for lohana samaj by raghuvanshi in gujarat rajkot porbandar dwarka


Shri Mansukhbhai Barai – Okha

Masukhbhai Barai

Masukhbhai Barai

Shri Mansukhbhai Barai, a native of Okha, has been living in Mithapur since 35 years and doing social activities since last thirty five years. His personality is always socially and politically ahead. He has accepted the motto. A service to man is a service to God. As a Sarpanch of Okha Gram Panchayat during 1995 to 2000 he did many things to develop the village. He made roads of cement, establihsed an English Medium School and made all the in formations about Gram Panchayat available on Internet. He is President of All India Barai Family, , Ex-President of Chamber of Commerce – Okha , Dwarka Taluka BJP and Okha Gram Panchayat and Vice President – Narendra Modi Vichar Manch

He is having many responsibllities like President of Okha Lohana Mahajan (Gau-Shala), Committee Member of Shri Lohana Maha Parishad , Akhil Gujarati Lohana Samaj, Member of Working Journalist association, Indian Red Cross Society, Managing Trustee of Jeevan Deep Charitable Trust – Dwarka, and Pujya Shri Jalaram Bapa Vrudh Ashram. In spite of all these social activities, he is very progressive in his business, too. He is involved in the business of Automobiles, Truck and Transport. We must learn lessons from his fitness, activities and social services. His social services are spread from Dwarka, Okha, Suraj Karaadi and Mithapur to Talukas, District and till Rajkot. His Contact at Okha is as below.

Contact Information

G. N. Barai & Co.
Main Bazaar,  Okha – 361 350
Dist  – Devbhumi Dwarka
Mobile :  98242 18241

email : bmbarai@hotmail.com
 Website: www.barai.org


રાજકોટના ડો. રમેશચંદ્ર ભાયાણી શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે દરેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે

Dr. Rameshchandra Bhayani

Dr. Rameshchandra Bhayani

જન્મ પછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા – પિતાએ સાર સંભાળ લઇને ઉછેર કર્યો. ઘરમાં પૂજા પાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું ન હતું. ઘરે સાધુ સંતોને બોલાવી સત્સંગ થતો પણ પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે મહારાજ યે લડકા પઢેગા યા નહીં..?? સાધુએ બાળકની હથેળી ઊંધી ચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે માતાજી યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા..!! સાધુના આ શબ્દો સાંભળ્યા પછી એ બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસ.એસ.સી, બી.એસ.સી, ડબલ એમ.એસ.સી (પ્રથમવર્ગ લાયકાત સાથે), રસાયણ શાસ્ત્રમાં પી.એચ.ડી, ડી.એસ.ઇ., ડીઇ.આર.આઇ. અને ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમનું નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ દ્વારકાના લોહાણા પરીવારમાં જન્મેલા રમેશભાઈ ના પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો તથા પરિવાર ઉપર બોજ ન આવે એ માટે સ્કોલરશિપ સાથે એમ.એસ.સી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા રાતે નોકરી દિવસે અભ્યાસ કર્યો અને રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક મેળવી જો કે પોતાની અભ્યાસયાત્રા ચાલુ જ રાખી જેમની વિશેષ સિદ્ધીઓમાં જોઈએ તો તેમણે ૩૪ જેટલા પુસ્તક લખ્યા છે અને સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. છેલ્લે પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. ઉપરાંત રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત ૫ સંપાદન અને ૪ પાઠ્ય પુસ્તક પણ લખેલા છે. તેમના ૭ થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા છે તેઓએ દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી છે. ભાયાણી સાહેબની આ મહેનત બદલ ૨૦0૧ માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના હસ્તે સન્માન પણ થયેલ છે હાલમાં ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં માનદસેવા આપી નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે.

ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા ૧૯૮૩ થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ ૨૦૦૫ થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ  માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે ૭૫ વર્ષની ઉંમરે  પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે.  ડો. રમેશચંદ્ર ભાયાણી (નિયામકશ્રી) પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ ની અંદર, રાજકોટ – ૩૬૦ ૦૦૧ ફોન : ૦૨૮૧ – ૨૪૪૯૯૪૦ (સમય સવારે ૧૧ થી ૧) ઉપર તેમનો સંપર્ક કરી શકાય છે.


કૃષ્‍ણથી બીજો મોટો શિક્ષક કોણ..?

Shree Krishna

Shree Krishna

– પરિમલ નથવાણી
(ગ્રુપ પ્રેસિડેન્‍ટ (કોર્પોરેટ અફેર્સ) રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ)

આ વર્ષે ભગવાન દ્વારકાધીશનો જન્‍મદિવસ જન્‍માષ્‍ટમી યોગાનુયોગ રીતે પાંચમી સપ્‍ટેમ્‍બર એટલે કે શિક્ષક દિને હતો  વૃંદાવનના નટખટ કનૈયા અને દ્વારકાના કુશળ રાજનીતિજ્ઞ, ભગવાન શ્રી કૃષ્‍ણ યોગ, જ્ઞાન, ધર્મ, કર્મ વગેરે વિષયોમાં દ્વાપરયુગથી માંડીને કલિયુગમાં પણ મનુષ્‍યોનું પથદર્શન કરનારા જગદગુરૂ પણ ખરા. કૃષ્‍ણ વંદે જગદ ગુરૂમ્‌ અમસ્‍તુ કહેવાતુ હશે..? શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા સમગ્ર વિશ્વનો અજોડ ધર્મગ્રંથ છે, જેણે માનવજાતને જીવન જીવતા શિખવ્‍યું છે. મહાનાયક શ્રીકૃષ્‍ણની ઉતમ શિક્ષક (ગુરૂ) તરીકેની લાક્ષણિકતાનો પૂર્ણ સ્‍વરૂપે પ્રકટ થતી દેખાય છે. ગીતાજીના ૧૮ અધ્‍યાયમાં જે જ્ઞાન પીરસવામાં આવ્‍યું છે અને જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે તે વિશ્વના ભાગ્‍યે જ કોઇ ગ્રંથમાં જોવા મળે છે. મેકોલેના રંગે રંગાઇને ઘડાયેલી આપણી શિક્ષણ પદ્વિતિમાં ઉછરેલા અને  મટિરિયલ્‍સ કે મેનેજમેન્‍ટ જ નહિ પરંતુ માહિતી અને જ્ઞાન માટે પણ પશ્ચિમને જ આદર્શ માનનારા આપણા દેશી સાહેબોને ય મોડે મોડે એવુ જ્ઞાન લાધ્‍યું છે કે મોડર્ન મેનેજમેન્‍ટ, કમ્‍યુનિકેશન, રણ કૌશલ અને વ્‍યુહરચના જેવા નિતાંત અર્વાચીન સિદ્ધાંતોને ભગવદ્‌ ગીતામાં જગદ્‌ગુરૂ શ્રીકૃષ્‍ણએ નિરૂપિત કર્યા છે.

ડિપ્રેશનમાં હજારો રૂપિયા ખર્ચીને ગોળીઓ ખાઇ ખાઇને જીવતા દર્દીઓને અર્જુનનું ડિપ્રેશન (વિષાદયોગ) કેટલો ગંભીર હશે તે એ બાબત પરથી ખ્‍યાલ આવવો જોઇએ કે એક બીજાનાં માથાં વાઢી લેવા તત્‍પર થયેલી ૧૮ અક્ષૌહિણી સેનાની વચ્‍ચે કુરૂક્ષેત્રમાં ધનુર્ધર અર્જુન ગાંડીવ મુકીને ભાંગી પડયો હતો એ ડિપ્રેશનમાંથી પ્રશ્નો અને જવાબો વિગેરે મળીને માત્ર ૭૦૦ સંવાદો વડે અર્જુનને ઉગારી લેવાનું કામ તો આ ગુરૂએ કર્યુ જ પરંતુ પાંચ હજાર વર્ષ પછી પણ એ ૭૦૦ શ્‍લોકો આજે ય રોજે રોજ હજારો લોકોને ઉગારે છે. શ્રી દ્વારકાધીશના જીવનમાં ક્‍યારેક પણ કોઇ વસ્‍તુ છોડવાની કે ત્‍યાગ કરવાની નહી પરંતુ ઉપનિષદ્રના સુભાષિત તેન ત્‍યકેન ભુજ્‍જીથા નું પ્રતિપાદન થતું જોવા મળે છે. શ્રીકૃષ્‍ણ એ કહેલી ગીતા પણ બ્રહ્મવિદ્યા અને ઉપનિષદ્‌ જ છે ક્‍યારેય તેઓ વૈશ્વિક સુખને વળગી નથી રહ્યા તેઓ સતત સાંસારિક બાબતો, રાજ – કાજ વગેરેની વચ્‍ચે રહેવા છતાં જળ કમળ વત રહ્યા અને કર્મ યોગનું નિદર્શન કર્યું.

ભગવાન શ્રીકૃષ્‍ણએ કોઇપણ જાતના હર્ષ કે શોક  વગર અર્જુનનો વિષાદ સાંભળ્‍યો અને તેને પોતાના કર્મનું પાલન કરવા પ્રેરિત કર્યો. ભગવાન શ્રીકૃષ્‍ણએ ભક્‍તોને સંપૂર્ણ  પ્રભુમય બની અને સમર્પણ ભાવ રાખવા માટે જણાવ્‍યું છે. પરંતુ કુરૂક્ષેત્રમાં અર્જુન દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલના  જવાબ તર્કબદ્ધ રીતે આપ્‍યા છે. આ ઉપરાંત શિક્ષક કે ગુરૂ વિદ્યાર્થી કે શિષ્‍યને ખાતરી પણ આપતા હોય છે કે તેમને દર્શાવેલા રસ્‍તા પર ચાલવાથી તેનું ભવિષ્‍ય ઉજળું બનશે અને સમાજ કે દેશનું પણ ભલું થશે. ભગવાન શ્રીકૃષ્‍ણએ પણ અર્જુનને કહ્યું હતું કે તેણે આ યુદ્ધમાં તેના સગાં – વ્‍હાલાંનો સામનો ધર્મની સ્‍થાપના માટે કરવાનો છે અને જો તે જીતશે તો પૃથ્‍વીનું સામ્રાજ્‍ય મળશે અને વીરગતિને પ્રાપ્ત થશે તો સ્‍વર્ગ મળશે. ગુરૂ કે શિક્ષકનું કાર્ય વિદ્યાર્થી કે શિષ્‍યના જીવનના મહત્‍વના નિર્ણય લેવાનું નથી પરંતુ જીવનની વાસ્‍તવિકતાથી તેનો પરિચય કરાવવાનો છે. સાથે – સાથે સાચા અને ખોટાની સમજ આપીને તેને પોતાની જાતે નિર્ણય લેવા સમર્થ બનાવવાનું કાર્ય સાચો શિક્ષક કરે છે.

ભગવાન શ્રી કૃષ્‍ણએ પણ અર્જુનને પોતાની રીતે સાચો નિર્ણય લેવા સમર્થ બનાવ્‍યો. ટૂંકમાં, જે કૃષ્‍ણ જગતના શિક્ષક છે, ગુરૂ છે તે મારા પણ આરાધ્‍ય છે. આમ તો કૃષ્‍ણનો અર્થ છે જે આકર્ષે છે તે  રીતે જોઇએ તો કૃષ્‍ણનાં તમામ રૂપો ભજવાને પાત્ર છે અને મને તે તમામ રૂપો પ્રિય છે તેમ છતાં દ્વારકાધીશ તરીકેના કૃષ્‍ણનું એક બહુ મોટું આકર્ષણ મને રહ્યું છે. હવે તો હું દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની પણ કહેવાતો થયો કારણ કે હું જામખંભાળીયાનો છું  શ્રીકૃષ્‍ણના જીવનની મોટી ઘટનાઓ અને તેમણે કરેલા મહાન કાર્યો દ્વારકાધીશ તરીકેનાં છે  અલબત્ત ગોકુળ – મથુરા – વૃંદાવનની તેની બાળ લીલાઓ અને કિશોરાવસ્‍થા સુધીના પરાક્રમોનું પણ આગવું મહત્‍વ છે છતાંય દ્વારકાધીશ કૃષ્‍ણ તો અદ્‌ભૂત છે. પોતાના બાળસખા સુદામાને તેઓ ભૂલ્‍યા ન હતા અને અકિંચન સુદામા જ્‍યારે પ્રોઢવયે દ્વારકા આવ્‍યા ત્‍યારે શ્રી દ્વારકાધીશે તેમનું ભવ્‍ય સન્‍માન કર્યું અને તેમની દરીદ્રતા દૂર કરી આ મૈત્રીનું પ્રતિક એટલે જગતમંદિર અને પંચકૂઇને જોડતો ગોમતી નદી પર રહેલો સુદામા સેતુ આજે પણ દ્વારકામાં તેમની સન્‍મુખ બે પાંચ મિનિટ ઉભા રહીએ ત્‍યાં જ શ્રી કૃષ્‍ણના વિગ્રહમાંથી પ્રાપ્‍ત થતાં તરંગો તન – મનને રોમાંચથી ભરી દે છે. રૂક્ષમણિ હરણ, કાળ યવનનું દમન, શિશુપાલ વધ, દ્રૌપદીનાં ચીર પૂર્તિ, મહાભારતનું યુધ્‍ધ, સુદામાજીની દ્વારકામાં શ્રી કૃષ્‍ણ સાથે મુલાકાત અને જે માટે તેમને આપણે ‘કૃષ્‍ણં વંદે જગદ્‌ ગુરૂમ’ કહીએ છીએ તે ગીતા જ્ઞાન જેવા તેમના મહાન કાર્યો દ્વારકાધીશ તરીકેનાં છે. જય દ્વારકાધીશ…


આપણા દેશ માટે તમારી પાસે થોડો ટાઇમ છે..??

Dr. Ramesh Chandra Bhayani

Dr. Ramesh Chandra Bhayani

:::: સંકલન ::::
ડો. શ્રી રમેશભાઈ ભાયાણી
ડાયરેકટર – લોક વિજ્ઞાન કેન્દ્ર,
રેસકોર્સની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

આપણે કહીએ છીએ કે આપણી સરકાર કાર્યક્ષમ નથી, આપણે કહીએ છીએ કે આપણા કાયદા જુના પુરાણા છે, આપણે કહીએ છીએ કે મહાનગરપાલિકા ક્યારેય કચરો ઉપાડતી નથી, આપણે કહીએ છીએ કે ટેલીફોન કામ કરતા નથી, રેલ્વેનું તંત્ર એક મજાક છે, એરલાઈન વિશ્વમાં સૌથી ખરાબ છે અને ટપાલ તેના મુકામ સુધી ક્યારેય સમયસર પહોચતી નથી, આપણે કહીએ છીએ કે આપણો દેશ ખાડે ગયો છે, આપણે સતત આ બધી ફરિયાદ કરતા રહીએ છીએ પણ આ અંગે આપણે પોતે શું કરીએ છીએ..??

આપણે એક ખૂણે બેસી રહીએ છીએ છતાં આપણી આળપંપાળ થાય એવું આપણે ઈચ્છીએ છીએ અને સરકાર જ આ બધું કામ કરે નાખે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ પણ આપણું પોતાનું આ બાબત માં યોગદાન સંપૂર્ણપણે શૂન્ય હોય તે યોગ્ય છે..?? દરેક પ્રકારનું કામ સરકાર જ  કરે એવી આપણી અપેક્ષા છે ત્યારે ઠેર ઠેર કચરાના ઢગલા કરવાનું આપણે બંધ ન કરીએ કે રસ્તામાં પડેલ કાગળના ટુકડાને ઉપાડી ને કચરાપેટીમાં નાખવાની તસ્દી પણ આપણે ન લઈએ, રેલ્વે આપણને સ્વચ્છ પ્રસાધન રૂમ પુરા પડે એવું આપણે ઈચ્છીએ છીએ પણ આ પ્રસાધન રૂમો નો સારી રીતે ઉપયોગ કરી તેને સ્વચ્છ રાખતા આપણે શીખવું નથી,  ઇન્ડિયન એરલાઈન્સ આપણને ઉતમ ભોજન અને અદ્યતન શૌચાલયની વ્યવસ્થા પુરી પાડે એવું આપણે ઈચ્છીએ પણ તકનો લાભ ઊઠાવી નાની મોટી ચોરી કરવાની ટેવને આપણે છોડવી નથી બરોબર ને..?? આપણને ટ્રાફિક અંગેની ઘણી ફરિયાદો છે પણ આપણે પોતે જ ટ્રાફિક ના નીયમો નું કેટલું પાલન કરીએ છીએ..?? તે તો આપણને જ ખબર હોય ને..!!

આપણા બહાનાં..?? આખું તંત્ર સડી ગયુ છે અને તેને બદલાવાની જરૂર છે પણ આ તંત્રને બદલશે કોણ..?? તંત્ર કોનું બનેલું છે…?? આપણી પાસે તે માટે સગવડીયો જવાબ છે એ તંત્ર પાડોશીઓ, અન્ય લોકો, અન્ય રાજ્યો, અન્ય જાતિઓ અને સરકારનું બનેલુ છે પણ અવશ્ય એ મારું કે તમારું બનેલું નથી..?? વ્યવસ્થાતંત્રને જયારે ખરેખર સકારાત્મક યોગદાન આપવાનો સમય આવે ત્યારે આપણે આપણી જાતને અને પરિવારને એક સલામત કોચલામાં બંધ કરી દઈએ છીએ અને દુર દુર નજર નાખી પ્રતિક્ષા કરીએ છીએ કે કોઈ શ્રીમાન નેકદિલ ઇન્સાન હાથમાં જાદુઈ છડી લઈને આવે અને આપણે માટે ચમત્કાર કરે ખરુંને..!!

વ્હાલા ભારતવાસીઓ.. આપણી આ પ્રકારની વીચારધારા અત્યંત ચીંતાપ્રેરક છે અને અંતરાત્માને ડંખે એવી પણ છે એ આપણે અંતદ્રષ્ટી કરવા પ્રેરે એવી છે. જોહન  એફ. કેનેડીએ તેમના દેશવાસીઓ ને એક આગ્રહભરી વિનંતી કરી હતી તેની હું અમને અહીં યાદ દેવડાવું છું દેશ તમારા માટે શું કરશે..??  એ સવાલ ન પૂછો પણ પણ તમે દેશ માટે શું કરશો..?? એ સવાલ તમારી જાતને પૂછો..??  ભારતના પૂર્વ રાષ્ટ્રપતી  ડો. એ પી જે અબ્દુલ કલામ સાહેબે એક પ્રસંગમાં આપેલા દસ મિનીટના આ સંદેશ દ્વારા આપણને ઘણી પ્રેરણા અને સમજણ આપી છે. જેને ખરેખર વિચારીને જીવનમાં ઉતારવાની જરુર હોય તેમ નથી લાગતું..?? (ભારતના પૂર્વ રાષ્ટ્રપતી સ્વ. ડો. એ પી જે અબ્દુલ કલામ સાહેબ ના એક વકતવ્ય માંથી સાભાર)


દ્વારકાના યુવાનો દ્વારા ગાય માતાની માનવતાભરી સેવા થાય છે

Cow in Dwarka

Cow in Dwarka

કૃષ્ણનગરી દ્વારકામાં યુવાનો દ્વારા જ બનેલા સિધ્ધનાથ ગૌ સેવા ગૃપના પંદર સભ્યો  નિયમિત રીતે રાત્રે સાડા અગીયાર થી એક દરમ્યાન ભગવાન કૃષ્ણને પ્રિય એવી ગાયોને દરરોજ લીલો ચારો ખવડાવે છે.  આ બાર થી તેર યુવાનો દ્વારા સ્વભંડોળ ઉભુ કરી દરરોજ લગભગ ત્રીસ થી પાત્રીસ મણ જેટલું નીરણ દ્વારકા શહેરના વિવિધ ભાગોમાં મુખ્યત્વે તરછોડાયેલ કે નધણિયાત ગાયોને ખવડાવવામાં આવે છે. ગાયની સેવાના નામે અનેક લેભાગુ લોકો પોતે મેવા ખાઈ જાય છે છે તેવા સમયે દ્વારકાના યુવાનો દ્વારા ગાયમાતાની માનવતાભરી નીરંતર રાતપાળી ની સેવા સમગ્ર શહેરમાં પ્રશંસનીય બની છે અને આ યુવાનો નું લક્ષ્ય સમગ્ર વિસ્તારની ગાયો કયારેય ભુખી ન સુવે તે જ છે.


કૃષ્ણની દ્વારકા બની હેરિટેજ નગરી

Dwarka Temple

Dwarka Temple

 – શ્રીલેખા યાજ્ઞિક

શું આપે ક્યારેય નીચે જણાવેલ નામ સાંભળ્યા છે..? સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે. અરે, ત્યાંની શેરીએ શેરીમાં કૃષ્ણનો સાક્ષાત્કાર જો ભાવ સાથે આપ જુઓ તો અવશ્ય અનુભવો. જેમ કે ત્યાં ફરતી ગાય હોય કે, મંદિરના શિખર ઉપર ફરકતી ધજા હોય, ગોમતી ઘાટ ઉપર ટહેલતી વખતે, ભડકેશ્ર્વર પાસે અગાધ તોફાની દરિયાને નિહાળતી વખતે, નિજમંદિરમાં કૃષ્ણની પટરાણીના દર્શન કરો ત્યારે, કૃષ્ણના ભાઈ બલરામ કે ત્રિકમજીના દર્શન કરી દેવકી ચોકમાં બે ઘડી નામ સ્મરણ કરવા બેસો ત્યારે પણ કૃષ્ણ કણેકણમાં વસતા હોય તેવો આભાસ થતો હોય છે. પીતાંબર અને બંડી પહેરીને ફરતા ગ્રામ્યજનો અને તેમની બોલીમાં જોવા મળે છે. આજે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વીસરાઈ જવાની એક ભીતિ આપણે અનુભવી રહ્યા છીએ. તે સમયે દ્વારકા શહેરને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવામાં આવતા સૌરાષ્ટ્રના લોકો આનંદિત થઈને ગર્વ અનુભવે છે. ગામની નાની શેરી ચોક કે કુંડના નામ જળવાયેલા રહેશે. ભવિષ્યમાં આ નામ પાછળ છુપાયેલ કૃષ્ણની યાદો અખંડ રહેશે. તે ગર્વ લેવા જેવી વાત તો કહેવાય જ ને..  ૨૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના યુનિયન મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ શ્રી એમ. વૈંક્યાનાયડુએ ભારતનાં ૧૨ શહેરને ‘હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઑગ્મેન્ટેશન યોજના’ (હૃદય) હેઠળ હેરિટેજ શહેર જાહેર કર્યાં છે. વિકાસ માટે કુલ રકમ ૫૦૦ કરોડ ફાળવવામાં આવી છે. વારાણસી, મથુરા, ગયા, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારકા શહેરને પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટે કુલ ૨૨ કરોડની ફાળવણીનો પત્ર જામનગરનાં સંસદસભ્ય શ્રી પૂનમબહેનને સોંપવામાં આવ્યો હતો. આપણે આ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલ દ્વારકા શહેરની ખાસ વાતો જાણીએ. સ્કંદ પુરાણ અને મહાભારતમાં પણ યાત્રાધામ દ્વારકા ઐતિહાસિક નગરીની ગણના પામેલ છે. કૃષ્ણના શહેરની મુલાકાતમાં જગત મંદિરની મુલાકાત લેવાનો આગ્રહ ભક્તો દ્વારા રાખવામાં આવે છે. વર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મનુષ્ય જીવનમાં સારા કામ કરીને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરવો. દ્વારકાધીશના મંદિરના પ્રવેશદ્વારને ‘સ્વર્ગ દ્વાર’ કહેવામાં આવે છે. છપ્પન પગથિયાં ઊતરો એટલે ગોમતી નદી તરફ આપ પહોંચો. તે દ્વારને ‘મોક્ષદ્વાર’ કહેવામાં આવે છે.

૨૫૦૦ વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા ૬૦ સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.

શારદાપીઠ: જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા ૨૫૦ વર્ષ પહેલાં ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી. દ્વારકામાં સ્થાપેલ શારદાપીઠનો સમાવેશ થાય છે. બીજા પીઠ શૃંગેરી, પુરી, જ્યોતિર્મઠમાં સ્થાપવામાં આવેલ છે. બેટ દ્વારકા: દ્વારકાથી ૩૨ કિ.મીના અંતરે આવેલા બેટ-દ્વારકા દરિયાની અંદર આવેલું છે. બોટમાં બેસીને કે સ્ટીમ લૉંચમાં બેસીને આપ બેટ-દ્વારકા જઈ શકો છો. અહીંયા આવેલી દ્વારકાધીશની મૂર્તિ દેવી રક્મિણીએ ખાસ માટીમાંથી બનાવેલી છે. દ્વારિકાધીશની સમક્ષ ઊભા રહો તો તેમનું નિર્મળ સ્વરૂપ મનને શાંતિ અર્પે છે. એવી માન્યતા છે કે આ મૂળ દ્વારકામાં ભગવાન કૃષ્ણ તેમના કુટુંબ સાથે રહેતા હતા. નાગેશ્ર્વર મહાદેવ: દ્વારકાથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગેશ્ર્વર મહાદેવની ગણના ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં થાય છે. રુક્મિણી મંદિર: ૧૬૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર કૃષ્ણની પત્ની રુક્મિણીનું છે. ગોપી તળાવ: શ્રીકૃષ્ણને મળવા વ્યાકુળ ગોપીઓ વૃંદાવન મથુરાથી દ્વારકા પધારે છે. કૃષ્ણને મળવા જવું હોય તો સ્નાન કરી સાજશણગાર સજીને જવું જોઈએ. તેમ વિચારી ગોપી ગામની બહાર આવેલા તળાવમાં સ્નાન કરવા પાણીમાં ઊતરે છે. તેમનાં કપડાં ગામની એક જાતીના લોકો સંતાડી દે છે. જેને પાછા મેળવી ગોપી કૃષ્ણને મળવા જાય છે. હોળી ચોક: માતાજીના નોરતા વખતે ગામના પુરુષો પીતાંબર પહેરીને નવ દિવસ ગરબીમાં ઘૂમે છે. આ પ્રથા ૨૫૦ વર્ષથી ચાલી આવે છે. મંદિરમાં ગાઈડ તરીકે સેવા કરતા મુકુંદ વાયડા જણાવે છે.

દ્વારકા ગામના પુરુષોનો મુખ્ય પોષાક પણ કૃષ્ણ પહેરતાં તેવી બંડી અને પીતાંબર છે. શુદ્ધ ગાયનું દૂધ અને ઘી કેવું સ્વાદિષ્ટ હોય તે દ્વારિકાનગરીમાં આપને જોવા અને ચાખવા મળશે. ગામના લોકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોની આગતા-સ્વાગતા કાઠિયાવાડી રીતભાત મુજબ કરવામાં આવે છે. કાઠિયાવાડની સાચી ઓળખ એટલે સવારના સમયે કડક મીઠી ચાની સાથે શિરામણમાં ગરમા-ગરમ ગાંઠિયા, તળેલા મરચાં અને પપૈયાનું સ્વાદિષ્ટ છીણ સ્વાદને સંતોષી શકવા સક્ષમ છે. મંદિરમાં દ્વારિકાધીશને ધરાવેલ પ્રસાદને ગ્રહણ કરવાનો મોકો મળે ત્યારે એમ જ થાય કે સાક્ષાત કૃષ્ણ આપને ભોજન પીરસી રહ્યા છે. સાંજના સમયે હજમાહજમના સ્વાદવાળી ગોટી સોડા પીવાની મજા માણવી જ જોઈએ. ફૂલેકા શેરીમાંથી બહાર નીકળો એટલે મોઢામાં મૂકો અને ઓગળી જાય તેવું મીઠું પાન દિલને ખુશ કરી દે છે.

ડૂની પોઈન્ટ: શાંત દરિયામાં તરવાની, સનબાથ લઈને આરામ કરવાની મજા લઈ શકાય છે. ડૂની પોઈન્ટ ગુજરાતની પ્રથમ ‘ઈકો-ટુરિઝમ’ સાઈટ ગણાય છે. પાણીમાં તરતી ડોલ્ફીન માછલીઓ, દરિયાઈ કાચબાની સાથે, સ્કુબા ડાઈવિંગની મોજ માણવા મળે છે. રાત્રિના સમયે ખુલ્લા આકાશની નીચે બેસીને ચંદ્રમાંની રોશની અને તારાઓને નિહાળો તો રોજબરોજના જીવનમાં અનુભવાતી માનસિક તાણ તમારાથી ક્યાંય દૂર ભાગી જાય છે. વૉટર પૉલો, બર્ડ વોચિંગની સાથે મેડિટેશન કરો કે ક્રુઝમાં બેસીને દરિયાની સફર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે. શણ અને બીજી કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી ઝૂંપડીમાં રહેવાની પણ સગવડ મળી રહે છે. દ્વારકા ભારતનાં બીજાં શહેરોથી સરળ રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટથી ૧૫૯ કિ.મી ના અંતરે આવેલું છે. બસ અને ટ્રેન દ્વારા સરળતાથી દ્વારકા નગરીમાં પહોંચી શકાય છે. અમદાવાદથી ૪૫૩ કિ.મી નું અંતર છે. ૨૧૭ કિ.મી નું અંતર રાજકોટથી ૧૩૭ કિ.મીનું અંતર બસ, ટ્રેન અને ખાનગી વાહન સરળતાથી કરી શકાય છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એ પણ સત્ય છે કે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને વારસાને અવગણીને વિકાસ સાધી શકે નહીં. કૃષ્ણ નગરીને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવાથી આવનારી પેઢી પણ વાસુદેવજીની શેરી અને દેવકી ચોક જેવા નામો જાણીને કૃષ્ણના અવશેષ જોશે તે નક્કી છે. (Courtesy : Mumbai Samachar)


બેટ દ્વારકામાં દરિયાઈ વસ્તુઓ વેચી અનેક લોકો રોજી રોટી મેળવે છે

Sea Items

Sea Items

ઓખા અને બેટ દ્વારકામાં વિશાળ દરિયાઇ કિનારો છે. જ્યાં દરિયાઇ કિનારે દરિયાની અંદર સૂશોભિત રંગબેરંગી શંખલા, રંગબેરંગી મોતી અને છીપ તેમના વિવિધ મોટા નાના શંખ સહિત દરિયાઇ પથ્થરનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે. જે નાના શ્રમિકોને બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે આ દરિયાઇ સૂશોભન કરી ચીજવસ્તુઓના લીધે નાના શ્રમિકોને રોજી રોટી મળે છે.


ભારતની બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં પરીમલભાઈ નથવાણી એક આગવું સ્થાન ઘરાવે છે

Parimal Nathwani - Reliance

Parimal Nathwani – Reliance

રિલાયન્સ જૂથના ગ્રુપ પ્રેસીડન્ટ અને રાજ્ય સભાના સાંસદ શ્રી પરીમલભાઈ નથવાણી આપણા ગુજરાતી છે. જે આપણા સહુ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ઇન પોસીબલ કેન બી મેડ પોસીબલ.. અશક્ય પણ બની શકે છે તેનો જીવન મંત્ર અપનાવનાર પરિમલભાઈનો જન્મ ૧ લી ફેબ્રુઆરી ૧૯૫૬ ના રોજ થયો હતો તેમના  પિતાનું નામ ધીરજલાલ નથવાણી અને માતાનું નામ શ્રીમતી પુષ્પાબેન છે ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યા બાદ પ્રોફેશનલ ડોક્ટરેટ ઈન મેનેજમેન્ટ નો કોર્ષ અમદાવાદની નેશનલ માં પૂર્ણ કર્યો.

દેવભૂમી દ્વારકા જીલ્લાના જામખંભાળીયા જેવા ખોબા જેવડા ગામડાથી તેમણે કારકિર્દી ની સફર શરૂ કરેલી પરિમલભાઈની કારર્કીદીની શરૂઆત ઘણી સંઘર્ષભરી રહી તેમણે એક કંપનીમાં નોકરી કરી, સાબુની એજન્સી લીધી, મેન્યુફેક્ચરિંગ શરુ કર્યું,  સ્ટોક માર્કેટમાં ઝંપલાવ્યું પરંતુ ક્યાય ખાસ જામ્યું નહિ પરંતુ ૧૯૯૫નું વર્ષ પરિમલભાઈ માટે જીવનના વળાંક સમાન બની રહ્યું. તેઓ ધીરુભાઈ અંબાણીને મળ્યા અને મુકેશ અંબાણી ત્યારે રિલાયન્સ જામનગરના મોટી ખાવડીમાં દેશની સૌથી મોટી રીફાઈનરી નાખવાના પ્લાનીગમાં હતા  બસ પરિમલભાઈને પોતાની કાર્યક્ષમતા પુરવાર કરવાનો સોનેરી મોકો મળી ગયો તેમણે મોટી ખાવડીમાં આ રીફાઈનરી શરુ કરવા માટે તનતોડ મહેનત શરુ કરી ઘડીયાળના કાંટાને જોયા વગર ૨૪ કલાક સખત મહેનત કરી પોતાની કુનેહ અને આવડતથી મોટી ખાવડીના અનેક ખેડૂતોને સમજાવી રિલાયન્સના સ્વપ્નસમી આ રીફાઈનરીમાટે ૧૦૦૦૦ એકર જેટલી જમીન એકઠી કરી લીધી આટલુ જ નહી અનેક વીટબંણાઓ મુશ્કેલીઓમાંથી પણ પરીમલભાઈએ રસ્તો કાઢી ખુબજ ઓછા સમયમાં રીફાઈનરી શરુ કરાવી રિલાયન્સમાં પોતાનું એક આગવું સ્થાન ઉભું કર્યું બસ પછી તો જોવું જ શું હતું..

મુકેશભાઈએ પણ સાચા હીરાની કિંમત કરી અને વધુ ને વધુ જવાબદારી પરીમલભાઈને સોંપતા ગયા ત્યારબાદ ૧૯૯૭માંપરિમલભાઈ અમદાવાદ આવ્યા અને અહીંથી કંપનીના રાહબર બન્યા કામ કઢાવવામાં અને કામ કરાવવામાં માહેર પરિમલભાઈ સંબધોમાં વધુ વિશ્વાસ કરે છે. ગામડાનો ગરીબ હોય કે હોય શહેરનો મોટી લીડર કંપનીનો કલાર્ક હોય કે વહીવટી તંત્રનો ઉચ્ચ અધિકારી હોય તેઓ દરેક પાસેથી સારી રીતે કામ લઇ શકતા આ રીતે પરિમલભાઈ જોતજોતામાં તો મુકેશભાઈ અંબાણીના ટ્રબલ  શુટર તરીકે પણ ઓળખવા લાગ્યા. રિલાયન્સની કોઈ પણ વહીવટી ગુચ હોય કે કોઈ કાનૂની અડચણ હોય પરિમલભાઈ તેને સુપેરે પાર પાડી શક્તા..

પરિમલ નથવાણી વિષે એમ પણ કહેવાયું છે કે જામનગર પાસે મોટી ખાવડીમાં રિલાયન્સની રિફાઈનરી નું કામકાજ શરૂ  થયું તે પહેલાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવાના કામમાં પરિમલભાઈએ મહત્ત્વની ભુમિકા ભજવી હતી. તે વખતે તેઓ વડોદરામાં શેર બજારનું કામકાજ  કરતા હતા. ત્યારે ધીરુભાઈએ પરિમલભાઈને રિલાયન્સમાં જોડાઈ જવાની ઓફર આપતા કહ્યું હતું કે ભાઈ આ સ્ટોક એક્સચેન્જ છોડ એમાં કંઈ નહીં વળે. પરિમલભાઈએ તે સમયે ધીરુભાઈને કહયું હતું કે પણ મારે નોકરી નથી કરવી. આ મિટીંગ વખતે મુકેશ અંબાણી પણ ત્યાં હાજર હતા તેમણે પણ કહયું કે આમાં નોકરીની ક્યાં વાત આવી..?? હવેથી તું મારો શેઠ…  હું તને પરિમલ શેઠ કરીને બોલાવીશ બસ.. ધીરુભાઈ કહ્યું કે તું હવેથી રિલાયન્સ પરિવારનો એક મેમ્બર છો માટે જામનગરમાં ઓફિસરોને રહેવા માટે મકાન, ફ્લેટ, વાહનો જોઇશે તો  આ બધું કોણ કરશે…?? તે તારે જ  કરવાનું છે. આ પછી પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) બન્યા.

પરિમલભાઈનું માનવું છે કે માણસ જેમ મોટો થાતો જાય તેમ તેના સંબધો પણ લાંબા થતા હોય છે. પરિમલભાઈની પારિવારિક જીવનની થોડી વાત કરીએ તો ૨૫મી એપ્રીલ ૧૯૮૪ના રોજ તેઓ વર્ષાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અત્રે એ કહેવું અતિ આવશ્યક છે કે પરિમલભાઈની અધધ પ્રગતિમાં વર્ષાબેનનો પણ સિંહ ફાળો રહ્યો છે. મુકેશભાઈ ના સંકટમોચક બન્યા બાદ એપ્રિલ ૨૦૦૮ માં ઝારખંડમાં તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે રાજય સભાના સભ્ય બન્યા પણ નેતા જ નહી પરંતુ ત્યાં પોતાની ઓફિસ  ખોલી ત્યાની પ્રજાના પ્રશ્નોને વાચા આપી ખરા અર્થ માં નેતા પણ રહ્યા છે. ધીરુભાઈ અંબાણી ને પોતાના જીવનના રોલ મોડલ માનનાર પરિમલભાઈએ રશિયા, સ્વીઝરલેન્ડ, સાઉથ કોરિયા, જાપાન, યુગાન્ડા, કેન્યા સહિતના અનેક દેશોમાં પ્રવાસ ખેડ્યો છે. એટલુ જ નહી ગુજરાત સરકારના ડેલિગેશનના ભાગરૂપે ફ્રાન્સ, યુએસએ, યુંએઈ અને થાઈલેન્ડ સહિતના દેશોમાં પણ વ્યાપારિક પ્રવાસ ખેડ્યો છે.

પરિમલભાઈ ઝારખંડના રાજ્યસભાના સભ્ય ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ રિલાયન્સ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન તેમજ કેન્દ્ર સરકારની કેટલીક કમિટીઓમાં સભ્ય ઉપરાંત તેઓ દ્ધારકાધીશ  મંદિરના ઉપાધ્યક્ષ, નાથદ્ધારા ટેમ્પલ ટ્રસ્ટના સભ્ય તેમજ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના ચાન્સલર સહિતના અનેક મહત્વના પદો ઉપર તેઓ જવાબદારી સંભાળી રહયા છે  જામનગરથી ઝારખંડ કે પછી દ્ધારકા થી દિલ્હી સુધીનો કોઇપણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા પરિમલભાઈ નથવાણી હમેશા તત્પર જ હોય.ઘણા લોકોએ તો પરિમલભાઈ માટે ત્યાં સુધી  કહ્યું છે કે સંબંધો બાંધવામાં બાદશાહ અને સંબધો જાળવવામાં પરીમલ ભાઈ શહેનશાહ છે. તો આવા નમ્ર અને પ્રેમાળ એવા પરિમલભાઈ આપણા ગુજરાતી છે તે આપણા ગુજરાત અને ગુજરાતીઓ નું ગૌરવ જરૂર થી કહેવાય… પરીમલ ભાઈનો નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી પરીમલભાઈ  નથવાણી – ગ્રુપ પ્રેસિડેન્ટ  (કોર્પોરેટ અફેર્સ),
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ,  ૧૦૧ – વ્હાઈટ હાઉસ, બેડી રોડ,
જામનગર –  ૩૬૧ ૦૦૮, ફોન  : ૦૨૮૮ – ૨૬૬૫૪૦૪
વેબસાઈટ :  www.parimalnathwani.com